Dahod: મનરેગા કૌભાંડની તપાસ માટે 10 ટીમો મેદાનમાં, 2282 કામોની થશે તપાસ

Dahod: દાહોદ જિલ્લાના બહુચર્ચિત મનરેગા કૌભાંડના પગલે રાજ્ય સરકારે વિશાળ સ્તરે તપાસના દોરા શરૂ કર્યા છે. સરકારે 12 જિલ્લામાંથી 30થી વધુ અધિકારીઓની 10 તપાસ ટીમો દાહોદ મોકલી છે, જે દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકાના વિવિધ ગામોમાં થયેલા કુલ 2282 કામોની વિસ્તૃત તપાસ કરશે.

મનરેગા કૌભાંડની તપાસ માટે 10 ટીમો મેદાનમાં

આ તપાસ હેઠળ આવતા કામોમાં માટી મેટલ રોડ, સીસી રોડ, સ્ટોન બંધ, ચેકડેમ, પેવર બ્લોક, એમડીએમ હોલ, બાઉન્ડ્રી વોલ, પ્રોટેક્શન વોલ અને પ્લેગ્રાઉન્ડ સહિતના વિકાસ કાર્યોનો સમાવેશ થાય છે. કેટલીક જગ્યાએ કામ પૂર્ણ થઈ ગયાનું બતાવાયું છે જ્યારે ક્યાંક હજી કામ ચાલુ હોવાનું જણાવાયું છે.

31થી વધુ એજન્સીઓ સામે તપાસ 

મહત્વનું છે કે, દાહોદના સીમામોઈ ગામે રૂ.71 કરોડના કામમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો હતો, સાથે ધાનપુરના ભાણપુરમાં રૂ.33 લાખ અને દેવગઢ બારિયાના લવારીયામાં રૂ.18.41 લાખના કામમાં પણ કૌભાંડ નોંધાયું હતું. આ મામલે અત્યાર સુધીમાં 12 સરકારી કર્મચારીઓ સહિત મંત્રીપુત્ર અને ચાર એજન્સી માલિકોની ધરપકડ થઈ છે. સાથે 31થી વધુ એજન્સીઓ સામે તપાસ ચાલી રહી છે.

ગેરરીતિ સામે કડક કાર્યવાહી થવાની શકયતા 

દાહોદ જિલ્લાના 80 ગામોમાં ચાલી રહેલા મનરેગાના કામોની હકીકત બહાર લાવવા માટે 282 સ્થાનિક કર્મચારીઓ તલાટી, ટેકનિકલ આસિસ્ટન્ટ અને ગ્રામ રોજગાર સેવક તરીકે તપાસ ટીમને મદદરૂપ બનશે. રાજ્ય સરકાર તરફથી ઠોસ તપાસ પછી તમામ કામોની અંતિમ હકીકતલક્ષી રિપોર્ટ સરકારને સુપરત કરાશે. મનરેગા કામોમાં થયેલી ગેરરીતિ સામે કડક કાર્યવાહી થવાની શકયતા છે.

અહેવાલ: ઉમેશ રોહિત

આ પણ વાંચો:
 
  • Related Posts

    Rent Garba Partner Gujarat: નવરાત્રીમાં NO TENSION! ગરબા માટે ભાડેથી PARTNER! પવિત્ર તહેવારનો તમાશો બનાવી દીધો ગુજરાતમાં
    • September 27, 2026

    Rent Garba Partner Gujarat: ગુજરાતના કચ્છ જિલ્લામાં ભુજ નજીક આવેલી એક ગૌશાળાનો વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં હોવાનો દાવો કરવામાં આવ્યો છે. વીડિયોમાં કેટલાક લોકો પંચગવ્યથી પોતાના શરીર પર લેપ…

    Continue reading
    Makarba Prahladnagar Bridge Traffic Jam: ₹98.60 કરોડના બ્રિજનું લોકાર્પણ, 24 કલાકમાં ટ્રાફિક જામ અને અકસ્માતો; આયોજન પર સવાલ
    • September 27, 2026

    Makarba Prahladnagar Bridge Traffic Jam: અમદાવાદના પ્રહલાદનગર અને મકરબાને જોડતા નવા રેલવે ઓવરબ્રિજના લોકાર્પણ બાદ ટ્રાફિક વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. પ્રોજેક્ટ પાછળ આશરે ₹98.60 કરોડનો ખર્ચ થયો…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    J&K Assembly Statehood BJP Protest: પૂર્ણ રાજ્યના પ્રસ્તાવ પર વિધાનસભામાં હંગામો, BJP ધારાસભ્યોએ નકલો ફાડી વિરોધ નોંધાવ્યો

    • September 27, 2026
    • 2 views
    J&K Assembly Statehood BJP Protest: પૂર્ણ રાજ્યના પ્રસ્તાવ પર વિધાનસભામાં હંગામો, BJP ધારાસભ્યોએ નકલો ફાડી વિરોધ નોંધાવ્યો

    Tripura Congress Protest: ત્રિપુરામાં CEC જ્ઞાનેશ કુમાર સામે કોંગ્રેસનું પ્રદર્શન, ધરપકડની માંગ સાથે પૂતળું સળગાવ્યું

    • September 27, 2026
    • 5 views
    Tripura Congress Protest: ત્રિપુરામાં CEC જ્ઞાનેશ કુમાર સામે કોંગ્રેસનું પ્રદર્શન, ધરપકડની માંગ સાથે પૂતળું સળગાવ્યું

    Gyanesh Kumar Assam Protest: CEC જ્ઞાનેશ કુમારને હટાવવાની માંગ વચ્ચે આસામમાં પ્રદર્શન, SIR અને ચૂંટણી પ્રક્રિયા પર સવાલ

    • September 27, 2026
    • 8 views
    Gyanesh Kumar Assam Protest: CEC જ્ઞાનેશ કુમારને હટાવવાની માંગ વચ્ચે આસામમાં પ્રદર્શન, SIR અને ચૂંટણી પ્રક્રિયા પર સવાલ

    SIR Election Commission Controversy: 10 મહિનામાં 14 વાંધાના અહેવાલ બાદ સવાલો વધ્યા, NDA સહયોગીઓએ પારદર્શિતાની માંગ કરી

    • September 27, 2026
    • 8 views
    SIR Election Commission Controversy: 10 મહિનામાં 14 વાંધાના અહેવાલ બાદ સવાલો વધ્યા, NDA સહયોગીઓએ પારદર્શિતાની માંગ કરી

    INDIA Bloc Meeting: 30 સપ્ટેમ્બરે INDIA બ્લોકની બેઠક, SIR અને ચૂંટણી પંચ સામે સંયુક્ત રણનીતિ પર થશે ચર્ચા

    • September 27, 2026
    • 6 views
    INDIA Bloc Meeting: 30 સપ્ટેમ્બરે INDIA બ્લોકની બેઠક, SIR અને ચૂંટણી પંચ સામે સંયુક્ત રણનીતિ પર થશે ચર્ચા

    Brij Bhushan Singh Case: બૃજ ભૂષણ સિંહની નિર્દોષતાના નિર્ણયને મહિલા કુસ્તીબાજોએ પડકાર્યો

    • September 27, 2026
    • 6 views
    Brij Bhushan Singh Case: બૃજ ભૂષણ સિંહની નિર્દોષતાના નિર્ણયને મહિલા કુસ્તીબાજોએ પડકાર્યો