
સુરતમાં આજે ત્રણ જગ્યાએ આપઘાતની ઘટનાઓ ઘટી છે. જેને લઈ સુરતમાં ચકચાર મચી ગઈ છે. હાલ તમામ ઘટનાઓ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
વિદ્યાર્થીનીનો આપઘાત
દરેક માતા-પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો સુરતના પાંડેસરા વિસ્તારમાંથી સામે આવ્યો છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં આવિર્ભાવ સોસાયટીમાં શાકભાજી લઈ પરત ફરેલી માતાને માસૂમ દીકરી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. મૃતક વર્ષા ધોરણ-8ની વિદ્યાર્થિની હતી. માતાએ મોબાઈલ લઈ લઈ ઠપકો આપતાં દીકરીએ આપઘાત કરી લીધો છે. પાંડેસરા પોલીસે વિદ્યાર્થીનીનાં મૃતદેહને પીએમ અર્થ મોકલી કાર્યવાહિ હાથ ધરી છે.
સુરતમાં જ બીજી આપઘાતની ઘટના
સુરતમાં અડાજણના પવિત્ર રો-હાઉસના એક મકાનમાંથી ઇન્ડિયન બેંકના આસી.મેનેજરનો ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. ઘટનાની જાણ બાદ અડાજણ પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. મૃતદેહને નીચે ઉતારી પોસ્ટ મોર્ટમ માટે સિવિલ લઈ આવ્યા બાદ આગળની તપાસ હાથ ધરી હતી. પરિવાર દ્વારા મૃતકની સાથી પરિણીત કર્મચારી અને તેના પતિ સામે શંકા વ્યક્ત કરી છે. આ સાથે જ ફોરેન્સિક પોસ્ટમોર્ટમની પણ મા કરાઈ છે.
શહેરમાં ત્રીજી ઘટના, 11માં માળેથી યુવકે પડતું મૂક્યું
આપઘાતની ત્રીજી ઘટનામાં આજે સુરતના દિલ્હી ગેટ પાસેના ઇન્ફિનિટી ટાવરના 11માં માળેથી વેડરોડના યુવકે પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો. યુવકે આર્થિક સંકડામણને કારણે આપઘાતનું અંતિમ પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું હતું. હાલ તો આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ છે. જેમાં આ યુવક 11 માં માળે દાદર પર આવે છે ત્યારબાદ આઠ સેકન્ડ રાહ જુએ છે અને ત્યારબાદ એકદમ દોડીને સીધો કૂદી જાય છે. હાલ આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.