
UP: ભાજપના રાજમાં સતત સુરક્ષાને લઈ સવાલો ઉભા થઈ રહ્યા છે. દેશમાં અનેક સ્થળોએ અપરાધ વધ્યો છે. ગુંડાઓ અને અસમાજિક તત્વો બેફામ બન્યા છે. જેને લઈ મહિલાઓની સુરક્ષા જોખમાઈ છે. તાજેતરમાં ઉત્તર પ્રદેશના મુરાદાબાદ પોલીસે બુરખાધારી મહિલાની પાછળથી આવી તેના પ્રાઈવેટ પાર્ટને દબાવી ભાગી ગયો હતો. ત્યારે પોલીસ પર દબાણ આવ્યા બાદ આરોપીને ઝડપ્યો છે. પોલીસે આરોપીને પગમાં ગોળી મારી છે. જેથી ઈજાઓનો ભોગ બનતાં હોસ્પિટલમાં દાખલ છે.
ખરેખર આ સમગ્ર ઘટનાનો શરમજનક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયોમાં જોવા મળ્યું હતું કે એક બુરખો પહેરેલી મહિલા રસ્તા પર ચાલી રહી હતી. ત્યારે અચાનક એક શખ્સ પાછળથી આવે છે અને તે મહિલાને પાછળથી પકડી લે છે અને પછી તેની સાથે અશ્લીલ હરકતો કરે છે. તેના સ્તન દબાવા લાગે છે, પછી તે ઘટનાસ્થળેથી ભાગી જાય છે. આ ઘટના મુરાદાબાદ જિલ્લાના નાગફની પોલીસ સ્ટેશન વિસ્તારના ડેપ્યુટી ગંજ વિસ્તાર બની હતી. જે બાદ પોલીસે આરોપી વિરુધ્ધ કાર્યવાહી કરી હતી.
मुरादाबाद में दिनदहाड़े महिला के साथ यौन हिंसा हो रही है
देख लीजिए योगी सरकार की महिला सुरक्षा की सच्चाई, महिलाएं दिन में भी सुरक्षित नहीं है pic.twitter.com/M57ckC75CV
— Surya Samajwadi (@surya_samajwadi) August 4, 2025
આરોપી આદિલ સૈફી ઝડપાયો
તપાસ દરમિયાન આરોપીની ઓળખ આદિલ સૈફી તરીકે થઈ હતી. તેના પિતાનું નામ પપ્પુ હોવાનું અને તે કંઠના ઉમરી ગામનો રહેવાસી હોવાનું બહાર આવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર આદિલે પોલીસને જોતા જ ભાગવાનો પ્રયાસ કર્યો. જેથી પોલીસે તેને પગમાં ગોળી મારી દીધી હતી. ત્યારબાદ પોલીસે તેને પકડી લીધો અને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યો.
ઉલ્લેખનીય છે કે આરોપી આદિલે હોસ્પિટલમાં પોલીસ પાસે માફી પણ માંગી છે. તે કહી રહ્યો છે કે તે ભવિષ્યમાં ક્યારેય આવું કામ નહીં કરે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આદિલ કંઈક અઘટિત ઘટનાની યોજના બનાવી રહ્યો હતો. પરંતુ તે પહેલા જ પોલીસે તેને પકડી લીધો.
આ પણ વાંચો:
Surat: બાળકોને ભાજપ નેતાઓના ફોટાવાળી નોટબુકોનું વિતરણ, વિપક્ષે પૂછ્યું આમનું શિક્ષણમાં શું યોગદાન?
Surat: બાળકોને ભાજપ નેતાઓના ફોટાવાળી નોટબુકોનું વિતરણ, વિપક્ષે પૂછ્યું આમનું શિક્ષણમાં શું યોગદાન?
BIHAR: મતદાર યાદીમાંથી સૌથી વધુ મહિલાઓ અને મુસ્લિમ પ્રભુત્વ ધરાવતા જીલ્લાઓના લોકોને હટાવાયા
AMTSનું મોટું કૌભાંડ: એરો ઈગલને ઉંચા ભાવે 225 બસનો કોન્ટ્રાક્ટ, રૂ. 200 કરોડનું નુકસાન!