
RAM RAHIM PAROLE: બળાત્કારી ડેરા પ્રમુખ ગુરમીત સિંહને 40 દિવસના પેરોલ જેલમાંથી છૂટો કરાયો છે. સુનારિયા જેલમાં બંધ હતો. મંગળવારે સવારે તેમને 40 દિવસ માટે પેરોલ પર મુક્ત કરવામાં આવ્યો. આ તેને ચૌદમી વાર આ રીતે મુક્ત કરવામાં આવ્યો. જે દર વખતે ચર્ચાનો વિષય બને છે. રામ રહીમને બળાત્કાર અને હત્યાના કેસમાં સજા ફટકારવામાં આવી હતી, પરંતુ તેમના વારંવારના પેરોલ પર પ્રશ્નો ઉભા થયા છે. કારણ કે આવા જઘન્ય ગુનેગાર વારંવાર કોના સહારે છૂટીને બહાર આવે છે.
જેલ બહાર આવ્યા બાદ ભક્તોને દૂર રહેવા અપીલ
પેરોલ મળ્યા બાદ ગુરમીત રામ રહીમ હરિયાણામાં આવેલા ડેરા સચ્ચા સૌદા સિરસાના મુખ્યાલય ગયા. વહેલી સવારે જેલમાંથી બહાર આવતાની સાથે જ તેમને ભારે સુરક્ષા હેઠળ સિરસા લઈ જવામાં આવ્યો. તેમની મુક્તિ અંગે ડેરા સચ્ચા સૌદાના અનુયાયીઓમાં ઉત્સાહ હતો. સિરસા ડેરા તેમના માટે એક મહત્વપૂર્ણ સ્થળ રહ્યું છે, જ્યાં તેઓ તેમના અનુયાયીઓને મળે છે. સિરસા ડેરા પહોંચ્યા પછી, તેણે તેમના સમર્થકો માટે એક ખાસ સંદેશ જારી કર્યો.
રામ રહીમે કહ્યું, “હું બધાને પોતાના ઘરમાં રહેવાની અપીલ કરું છું. ડેરા તરફથી મળેલા સંદેશ મુજબ આપણે સેવા કરવી પડશે. તમે હંમેશા અમારી વાત સાંભળો છો, તેના માટે આભાર. દરેકે પોતપોતાના સ્થાને રહેવું પડશે. તમારા બધાને મારા આશીર્વાદ.”
ઉલ્લખનયી છે કે ગીરમીતને જન્મદિન ઉજવવા પેરોલ મળ્યા છે. તે તેનો જન્મદિન 15 ઓગસ્ટે ઉજવશે. આઠ વર્ષ પછી, રામ રહીમ ડેરા સચ્ચા સૌદા સિરસામાં પોતાનો જન્મદિવસ ઉજવશે. હાલ કારણ સ્પષ્ટ નથી કે પેરોલ કયા આધારે આપવામાં આવ્યા પણ જો જન્મદિન ઉજવણીના આધારે આપ્યો હોય તો બળત્કારી અને હત્યારાને આ રીતે જન્મદિવસ ઉજવવા છૂટો કરવામાં આવે તે કેટલું યોગ્ય તે લોકોના મનમાં સવાલો થઈ રહ્યા છે. જન્મદિન એક જ દિવસ હોય તે 40 દિવસ બહાર રહેવા આવ્યો છે.
રામ રહીમના અનુયાયીઓ તેમની મુક્તિથી ખુશ છે, પરંતુ ઘણા લોકો તેના પર નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર તેમના પેરોલ પર ચર્ચા ચાલી રહી છે. કેટલાક લોકો તેને કાયદાનો દુરુપયોગ માને છે, જ્યારે ડેરા સમર્થકો તેને તેમના ગુરુની વાપસી તરીકે જુએ છે. આ પેરોલ 40 દિવસ સુધી ચાલશે, જે દરમિયાન રામ રહીમ સિરસામાં રહેશે.
પેરોલ અને રજા ક્યારે મળી?
ગુરમીત રામ રહીમને ઓક્ટોબર 2020 થી ઓગસ્ટ 2025 સુધી ઘણી વખત કામચલાઉ મુક્તિ મળી છે.
ઓક્ટોબર 2020: તબીબી તપાસ માટે 1 દિવસનો પેરોલ
મે 2021: બીમાર માતાને મળવા માટે 12 કલાકની પેરોલ
ફેબ્રુઆરી 2022: ગુરુગ્રામમાં પરિવારને મળવા માટે 21 દિવસની રજા
જૂન 2022: હરિયાણા મ્યુનિસિપલ ચૂંટણી પહેલા 30 દિવસની પેરોલ
ઓક્ટોબર 2020: હરિયાણા પંચાયત ચૂંટણી અને આદમપુર પેટાચૂંટણી પહેલા 40 દિવસની પેરોલ
જાન્યુઆરી 2023: 40 દિવસની પેરોલ
જુલાઈ 2023: હરિયાણા પંચાયત ચૂંટણી પહેલા 30 દિવસની પેરોલ
નવેમ્બર 2023: રાજસ્થાન વિધાનસભા ચૂંટણી પહેલા 29 દિવસની પેરોલ
જાન્યુઆરી 2024: દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા 30 દિવસની પેરોલ
એપ્રિલ 2024: 31 દિવસની રજા
ઓગસ્ટ 2024: પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના ચુકાદા પછી 21 દિવસની રજા
જાન્યુઆરી 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા 30 દિવસની પેરોલ
એપ્રિલ 2025: ડેરા સચ્ચા સૌદાના સ્થાપના મહિના દરમિયાન 21 દિવસની રજા
ઓગસ્ટ 2025: 40 દિવસના પેરોલ, સિરસા કેમ્પ પહોંચ્યો