
Raksha bandhan 2025 : આપણે સૌ જાણીએ છીએ તેમ રક્ષાબંધન શ્રાવણ મહિનાની પૂનમના દિવસે આવે છે. અને બહેન ભાઈને રાખડી બાંધે પણ આ કાર્ય સમય અને શુભ મુર્હુત જોવામાં આવતું હોય છે. ઘણાં લોકો તેને ખૂબ માનતા હોય છે. ત્યારે દરવર્ષની જેમ આ વર્ષે પણ લોકોને એ જ સવાલ થાય કે રાખડી કયારે બાંધવી. તો રાખડી બાંધવાના શુભ સમય નીચે મુજબ છે.
રાખડી બાંધવાનો શુભ સમય
9 ઓગસ્ટ, 2025ને શનિવારે રાખડી બાંધવાનો શુભ સમય સવારે 5:48 થી બપોરે 1:24 સુધી છે, આ દિવસે રાખડી બાંધવાનો સમય કુલ 7 કલાક અને 36 મિનિટનો છે. ખાસ શુભ મુહૂર્તમાં બ્રહ્મ મુહૂર્ત (4:23 થી 5:05) અને અભિજીત મુહૂર્ત (12:01 થી 12:54) શામેલ છે. આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ સવારે 5:48 થી 9:23 સુધી રહેશે, જે રાખડી બાંધવા માટે વધુ શુભ છે. ભદ્રા કાળ ન હોવાથી આ સમય શુભ કાર્યો માટે યોગ્ય છે.
રાખડી બાંધતી વખતે શું ધ્યાન રાખવું ?
રક્ષાબંધનના દિવસે સવારે ઉઠીને સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ. પછી પૂજા થાળી તૈયાર કરો, જેમાં અડધો ઘીનો દીવો, મીઠાઈ, ચોખા, રોલી, રાખડી અને ફૂલો રાખો. આ પછી, ઘરના મંદિર અથવા પૂજા સ્થાનમાં બેસીને ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની પૂજા કરો. સૌ પ્રથમ ગણેશજીનું સ્મરણ કરવું શુભ માનવામાં આવે છે કારણ કે તે બધા અવરોધો દૂર કરે છે.
આ પણ વાંચો:
Ahemedabad: લો બોલો સરકારી કચેરીઓ માટે જગ્યા નહીં, કર્મચારીઓ રઝળતા થયા, લાભાર્થીઓની હાલત કફોડી
Delhi: ટ્રાન્સજેન્ડર ગર્લફ્રેન્ડની ગળું કાપી ખતમ કરી નાખી, કારણ જાણી હચમચી જશો!
Vadodara: પોલીસની કરતૂતનો વીડિયો વાયરલ, પકડાયેલા દારુને બારોબાર બુટલેગરોને ભરી આપ્યો
Amreli:ખાંભાની યુવતીને આપઘાત માટે મજબૂર કરનાર આરોપીઓ ઝડપાયા, ચીટર ગેંગને લઈને પોલીસનો ખુલાસો
Ahmedabad: અમદાવાદના બોપલમાં ફાયરિંગનો બનાવ, મૃતકના ખિસ્સામાથી મળી સુસાઈડ નોટ, શું છે સમગ્ર મામલો?