
Madhya Pradesh: મધ્યપ્રદેશના શ્યોપુરમાં એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે જેમાં એક 92 વર્ષની પુષ્પાબાઈ નામની વુદ્ધા સાથે દર્દનાક ઘટના બની હતી. એક ચોરે તેમના કાન ફાડીને બુટ્ટી ચોરી લીધી હતી.આ ઘટના કોતવાલી શહેરથી 100 મીટર દુર ઘટી હતી.આ ઘટનામાં મહિલાને ઈજા પહોંચતાં સારવાર માટે હોસ્પિટલ લઈ જવાની ફરજ પડી હતી.
શું હતી સમગ્ર ઘટના ?
આ ઘટના શ્યોપુરમાંથી સામે આવી છે. જેમાં એક 92 વર્ષની પુષ્પાબાઈ નામની મહિલા બુધવારે સાંજે તેના જ ઘરના આંગણામાં બેઠી હોય છે. ત્યાં એકાએક કાળા કપડાં પહેરલો ચોર આવે છે. મહિલાનું હાથથી મોઢું બંધ કરી દે છે.જેથી તે કંઈ બોલી ના શકે. અને ઘસડતાં ઘસડતાં અંદર લઈ જાય છે. નીચે પટકીને તેના કાન પકડીને તેમને પહેરેલી સોનાની બુટ્ટીને જોરથી ખેંચે છે. અને છીનવીને ત્યાંથી ભાગી જાય છે.
આ ઘટનામાં બુટ્ટી ખેંચતા મહિલાને ગંભીર ઈજા થાય છે. અને તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવે છે. આ વુદ્ધાના પતિનું નામ લક્ષ્મીનારાયણ રાઠોડ હતું. જેમનો પહેલાં જ દેહાંત થઈ ચુકયો છે. જેથી મહિલાને એકલી જોઈ ચોર આ ઘટનાને અંજામ આપે છે.
પોલીસની કાર્યવાહી
જયારે આ ચોરી થાય છે. ત્યારે તે વિસ્તારના સીસીટીવી કેમેરા ચાલુ હોવાથી આ ઘટના તેમાં રેકોર્ડ થઈ જાય છે. પછી પોલીસને જાણ કરવામાં આવે છે. જેથી પોલીસ વુદ્ધ મહિલાની પૂછપરછ કરે છે. અને સીસીટીવીના આધારે ચોરને પકડવાની કાર્યવાહી ચાલું કરે છે.
ચોરોનો વધતો આતંક
આજકાલ જયાં જોવો ત્યાં ચોર ચોરી કરવા માટે નવી નવી રીતો અપનાવી રહ્યાં છે. ઘરેથી નીકળતાં જ ચોરોનો ભય ફેલાય છે. કેમકે તે વધારે ભીડભાડ વારી જગ્યાઓને વધારે પસંદ કરે છે. જેમ કે બજારોમાં મંદિરોમાં, બસોમાં, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, અને હવે ઘરોમાં પણ લુંટ થવા માંડી છે. હવે તો મંદિરોમાથી ભગવાનના ઘરેંણા પણ લુંટાઈ જાય છે.ચોરી માટે અન્ય ગુનાઓ પણ કરે છે. મારા મારી અને હત્યા પણ કરી નાખે છે. લોકો હવે કિંમતી ઘરેંણા પહેરતા પેલા એ જ વિચાર કરે છે કે લુંટાઈ તો નઈ જાયને. હવે ચોરોના ડરથી રોકડા પૈસા કે કિંમતી સામાનને વધારે સાવચેતીથી રાખવું પડે છે.
બચવા માટે શું કરવું જોઈએ
આવી ઘટનાઓથી બચવા તમારા કિંમતી સામાનને સાચવીને રાખવું જોઈએ. કિંમતી ઘરેંણા પહેરો તો સંભાળીને રાખવા જોઈએ. જો તમને કોઈ વ્યકિત પર શંકા જણાય તો તરત જ પોલીસને જાણ કરવી જોઈએ.
આ પણ વાંચો:
UP: ધો. 10માં ભણતી વિદ્યાર્થિની થઈ ગુમ, પછી મુસ્લીમ મહિલાના કાસ્તાનનો થયો મોટો ખૂલાસો!
Himachal Pradesh: કાર 500 મીટર ઊંડી ખીણમાં પડી, એક જ પરિવારના 6 લોકોના મોત
Bharuch: 35થી વધુ આંગણવાડી બહેનોને આવ્યા ન્યૂડ વીડિયો કોલ, મહિલાઓ વિફરી , પછી જુઓ શું કર્યું
Aajab Gajab: એક એવું ગામ જ્યાં એક પણ રસ્તો નથી, જાણો કયાં છે આ અનોખું ગામ?