
Dilhi: દિલ્હીના પટેલ નગર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક ઘરકામ કરતી મહિલાની તેના નવજાત બાળકની હત્યા કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. 26 વર્ષીય આરોપી મહિલાએ તેના માલિકના ઘરના બાથરૂમમાં બાળકને જન્મ આપ્યા બાદ બાળકનું ગળું દબાવીને હત્યા કરી હતી અને મૃતદેહને કચરાપેટીમાં ફેંકી દીધો હતો.
જન્મતાની સાથે જ માતાએ પોતાના બાળકનું ગળું દબાવી દીધું
ઉત્તર પ્રદેશના રાયબરેલીની રહેવાસી રોશની નામની મહિલાએ તાજેતરમાં એક બાળકને જન્મ આપ્યો હતો.દિલ્હીના પટેલ નગર વિસ્તારમાં 2023 થી આ ઘરકામ કરતી હતી. વર્ષીય આરોપી મહિલાએ તેના માલિકના ઘરના બાથરૂમમાં બાળકને જન્મ આપ્યા બાદ બાળકનું ગળું દબાવીને હત્યા કરી હતી અને લાશને કચરાપેટીમાં ફેંકી દીધી હતી.
માતાએ કેમ ભર્યું આ પગલું ?
મહિલાના લગ્ન 2019 માં થયા હતા, પરંતુ 2021 માં છૂટાછેડા થઈ ગયા. તેણીએ એક પુરુષ મિત્ર સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા, જેના પછી તે ગર્ભવતી થઈ હતી. પ્રેમીએ સહકાર આપવાનો ઇનકાર કર્યો. એટલે પરિવારથી છુપાવવા માટે ડરથી આ પગલું ભર્યું હતું.સામાજિક કલંક અને બદનામીના ડરથી, તેણે બાળકને કપડાથી ગળું દબાવી દીધું હતું.
સફાઈ કામદારને કચરો ઉપાડતા મળ્યો મૃતદેહ
પશ્ચિમ પટેલ નગરમાં એક ફ્લેટના પાર્કિંગ વિસ્તારમાં પ્લાસ્ટિકની થેલીમાંથી એક નવજાત બાળકનો મૃતદેહ મળી આવ્યો. એક સફાઈ કામદારને કચરો ઉપાડતી વખતે મૃતદેહ મળ્યો હતો આ પછી ઘરમાલિકને જાણ કરવામાં આવી, જેમણે પોલીસને ફોન કર્યો.
માતાની સામે નોંધાયો ગુનો
પોલીસે રોશનીને તબીબી તપાસ માટે મોકલી અને તપાસ શરૂ કરી. રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં કરાયેલા પોસ્ટમોર્ટમમાં પુષ્ટિ થઈ કે નવજાત શિશુનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી.
પટેલ નગર પોલીસ સ્ટેશનમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ 103 (1) (હત્યા) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. ધરપકડ પહેલાં, મહિલાને LNJP હોસ્પિટલના સખી વન સ્ટોપ સેન્ટરમાં રાખવામાં આવી હતી.કાનૂની સલાહ લીધા પછી, મેજિસ્ટ્રેટ સમક્ષ તેનું નિવેદન નોંધવામાં આવશે. પોલીસ તેના બોયફ્રેન્ડને પણ પૂછપરછ માટે બોલાવશે અને તપાસના આધારે, તેની પણ ધરપકડ કરી શકાય છે.
માતાની મમતા પર સવાલ
આવી ઘટનાઓ મમતા પર સવાલ ઊભા કરતી હોય છે. કે કોઈ માતા કેવી રીતે પોતાના બાળકને મારી શકે કહેવત છે કે મા તે મા જયારે કોઈ સાથ ના આપે ત્યારે મા જ એક એવી વ્યકિત છે જે બાળકનો દરેક સમયે સાથ આપે છે. પરિસ્થિતિ ગમેતેવી કેમ ના હોય મા કયારેય બાળકનો સાથ છોડતી નથી. તેના માટે ગમેતેવી તકલીફો વેઠવા તૈયાર થઈ જાય છે. ત્યારે આપણે અવાર નવાર આવી ઘટનાઓ સાંભળીઓ તો વિશ્વાસ નથી આવતો કે કોઈ મા આવું કરી શકે છે.
આ પણ વાંચો:
UP: ધો. 10માં ભણતી વિદ્યાર્થિની થઈ ગુમ, પછી મુસ્લીમ મહિલાના કાસ્તાનનો થયો મોટો ખૂલાસો!
Himachal Pradesh: કાર 500 મીટર ઊંડી ખીણમાં પડી, એક જ પરિવારના 6 લોકોના મોત
Bharuch: 35થી વધુ આંગણવાડી બહેનોને આવ્યા ન્યૂડ વીડિયો કોલ, મહિલાઓ વિફરી , પછી જુઓ શું કર્યું
Aajab Gajab: એક એવું ગામ જ્યાં એક પણ રસ્તો નથી, જાણો કયાં છે આ અનોખું ગામ?