
INDIA Alliance Protest: બિહારમાં મતદાર યાદીમાં ગેરરીતિના આરોપોને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં 300 વિપક્ષી સાંસદોએ સોમવારે (11 ઓગસ્ટ) દિલ્હીમાં પગપાળા કૂચ શરૂ કરી છે. તેઓ સંસદ ભવનથી ચૂંટણી પંચ કાર્યાલય સુધી કૂચ કરી રહ્યા હતા. આ દરમિયાન પોલીસ સાથે વિપક્ષી સાંસદોનું ઘર્ષણ થયું હતુ અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની અટકાયત કરવામાં આવી છે.
વિપક્ષી સાંસદોએ વિરોધ કૂચ કરી
વિપક્ષી સાંસદોએ SIR ના મુદ્દા પર સંસદ ભવનથી ચૂંટણી પંચ સુધી વિરોધ કૂચ શરૂ કરી. આ કૂચમાં કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત ઘણા સાંસદો હાજર છે. જોકે, કૂચ શરૂ થતાંની સાથે જ દિલ્હી પોલીસે કૂચ અટકાવી દીધી.
વિપક્ષી સાંસદોનો હોબાળો
પોલીસે વિરોધ કૂચને અટકાવતા હોબાળો મચી ગયો છે અને વિપક્ષી સાંસદોએ સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા છે. પોલીસે બેરિકેડ ઉભા કરીને કૂચને અટકાવી દીધી છે અને ઘણા વિપક્ષી સાંસદો બેરિકેડ પર ચઢી રહ્યા છે અને સૂત્રોચ્ચાર કરી રહ્યા છે.
દિલ્હી પોલીસે કૂચ અટકાવી
દિલ્હી પોલીસે વિપક્ષી સાંસદોના વિરોધ કૂચને અટકાવી દીધી છે. આ વિરોધ કૂચ બિહાર રાજ્યમાં મતદાન થનારા મતદાર યાદીના વિશેષ સઘન સુધારણા (SIR) અને 2024ની લોકસભા ચૂંટણી દરમિયાન ‘મતદાર છેતરપિંડી’ના આરોપો સામે યોજાઈ રહી છે.
वोट चोरी के खिलाफ INDIA गठबंधन के सांसद नेता विपक्ष श्री @RahulGandhi के साथ चुनाव आयोग तक मार्च निकाल रहे हैं।
लेकिन नरेंद्र मोदी ने पुलिस भेजकर राहुल गांधी जी के साथ सभी सांसदों को हिरासत में ले लिया।
नरेंद्र मोदी को आखिर किस बात का डर है? pic.twitter.com/QR4iwGPQDZ
— Aanuj Naggarseth (@anujnagarsheth) August 11, 2025
વિપક્ષી સાંસદોની પોલીસ સાથે ઘર્ષણ
વિરોધ કૂચ દરમિયાન, વિપક્ષી નેતાઓ અને પોલીસકર્મીઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી. વિરોધ પ્રદર્શન દરમિયાન કેસી વેણુગોપાલની એક પોલીસ અધિકારી સાથે ઝપાઝપી થઈ હતી.
અખિલેશ યાદવ બેરીકેડ પર ચઢી ગયા
દિલ્હી પોલીસે ઈન્ડિયા બ્લોકના નેતાઓને સંસદથી ચૂંટણી પંચના કાર્યાલય સુધી કૂચ કરતા અટકાવ્યા ત્યારે સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ પોલીસ બેરિકેડ્સ પાર કરીને કૂદી પડ્યા.
રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને કસ્ટડીમાં લેવામાં આવ્યા
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની અટકાયત કરવામાં આવી છે. સંસદની બહાર વિપક્ષી નેતાઓના વિરોધ કૂચને અટકાવવામાં આવ્યો છે.
આ પણ વાંચો:
Bharuch: 35થી વધુ આંગણવાડી બહેનોને આવ્યા ન્યૂડ વીડિયો કોલ, મહિલાઓ વિફરી , પછી જુઓ શું કર્યું
Aajab Gajab: એક એવું ગામ જ્યાં એક પણ રસ્તો નથી, જાણો કયાં છે આ અનોખું ગામ?