
Surat: સુરતના અડાજણ વિસ્તારમાં ગણેશ ચતુર્થીના ઉત્સવ દરમિયાન ગણપતિ આગમનના કાર્યક્રમમાં મોટી દુર્ઘટના સર્જાઈ. અડાજન ગાર્ડન ગ્રૂપ દ્વારા ગણપતિ બાપ્પાની મૂર્તિના આગમનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો, પરંતુ આ દરમિયાન સ્ટેજ ધરાશાયી થતાં લોકોમાં ભાગદોડ મચી ગઈ. આ ઘટનામાં કેટલાક લોકોને સામાન્ય ઇજાઓ પણ પહોંચી.
ગણેશ આગમનમાં સ્ટેજ તુટી પડ્યો
આ ઘટના શનિવાર, 23 ઓગસ્ટ 2025ના રોજ બની, જ્યારે મોટી સંખ્યામાં લોકો ગણપતિ આગમનના દર્શન માટે એકઠા થયા હતા. આ કાર્યક્રમમાં અડાજણ ગાર્ડન ગ્રૂપ દ્વારા ગણપતિની મૂર્તિનું ભવ્ય સ્વાગત થઈ રહ્યું હતું. પરંતુ, સ્ટેજની ક્ષમતા કરતાં વધુ લોકો એકસાથે તેના પર ચડી જતાં તે ટકી શક્યું નહી અને ધડામ કરતું નીચે પડ્યું. આનાથી લોકોમાં અફરાતફરી મચી ગઈ અને ભાગદોડનો માહોલ સર્જાયો.
ઉત્સવોમાં ભીડ નિયંત્રણની જરૂરિયાત
સ્થાનિકોએ તાત્કાલિક બચાવ કાર્ય હાથ ધર્યું અને ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે સ્ટેજ પર ભીડનું સંચાલન નિયંત્રિત ન હોવાને કારણે આ દુર્ઘટના બની. આ ઘટનાએ ઉત્સવોમાં સલામતીના ધોરણો અને ભીડ નિયંત્રણની જરૂરિયાતને ફરી એકવાર ઉજાગર કરી.
ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ
આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે,જેમાં લોકોની ચીચીયારી સંભળાઈ રહી છે. લોકો દોડાદોડી કરતા જોવા મળી રહ્યા છે. ઘણા લોકો સ્ટેજ નીચે દબાયેલા લોકોને બહાર કાઢતા જોવા મળ છે.
આયોજકોની બેદરકારી પર સવાલ
સ્થાનિક લોકોએ આ ઘટના બાદ આયોજકોની બેદરકારી પર સવાલ ઉઠાવ્યા છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે કડક પગલાં લેવાની ખાતરી આપી છે.
આ પણ વાંચો:
Period-stopping medicine: પૂજામાં ભાગ લેવા પીરિયડ રોકવાની લીધી દવા, 18 વર્ષીય યુવતીએ ગૂમાવ્યો જીવ
MP: મોદી સરકારને ખેડૂત સાથે મજાક ભારે પડશે!, ‘સહાયને સરકારના મોં પર મારશે’, આ ખેડૂત તૈયાર!
Business War: દેશમાં બે ધનકુબેરો વચ્ચે ‘વેપારયુધ્ધ’, ભારત સાથે મોટી રમત!, જુઓ કેવી રીતે?