PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!

PM Modi: રાજકારણમાં નેતાઓ જેનો વિરોધ કરતા હોય તેની પાર્ટીમાં ક્યારે ભળી જાય તે કહેવાય નહિ અગાઉ આવાજ એક નેતા કે જેઓનું નામ ગોરધન ઝડફિયા છે તેઓએ એક સમયે નરેન્દ્ર મોદી પર 1 લાખ કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો અને આજ ગોરધન ઝડફિયા બાદમાં ભાજપમાં જોડાઈ ગયા હતા. આજે તેઓ ભાજપના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે કાર્યરત છે.

2011માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સામે ગોરધન ઝડફિયાએ 17 જેટલા કૌભાંડોમાં કુલ 1 લાખ કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારનો ગંભીર આરોપ લગાવ્યો હતો. આ વિરોધ પ્રદર્શન માટે તેમણે ગાંધીનગરમાં 51 કલાકના ઉપવાસ પણ કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે ઝડફીયાને વર્ષ 2002ના રમખાણો બાદ મોદી મંત્રીમંડળમાંથી પડતા મૂકાયા પછી તેઓ ભાજપથી દૂર થઈ ગયા હતા ત્યારબાદ તેમણે ‘મહાગુજરાત જનતા પાર્ટી’ (MJP) બનાવી હતી, જે બાદમાં કેશુભાઈ પટેલની ‘ગુજરાત પરિવર્તન પાર્ટી’ (GPP) માં ભળી ગઈ હતી, લોકસભા ચૂંટણી 2014 પહેલા, તેમણે પોતાની પાર્ટી GPP નું ભાજપમાં વિલીનીકરણ કર્યું અને નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવા માટે સમર્થન જાહેર કર્યું હતું.

હાલમાં તેઓ ભાજપમાં મહત્વનું સ્થાન ધરાવે છે. માર્ચ 2026 માં તેઓ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તૈયારીઓ માટેની બેઠકોમાં ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે, આમ ગોરધન ઝડફિયા એક સમયે જેની ઉપર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા તે જ પાર્ટીમાં હાલ ઈમાનદારી પૂર્વક ફરજ બજાવી રહયા છે.
આ મુદ્દા ઉપર વરીષ્ઠ પત્રકાર દિલીપ પટેલે વિસ્તુત છણાવટ કરી છે જે અત્રે પ્રસ્તુત છે,જુઓ વિડીયો.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

Gujarat Liquor Prohibition: આપણે એટલા આત્મનિર્ભર તો થઈ ગયા કે હિન્દુસ્તાનને હરખાવા સિવાય અને ગુજરાતને ગૌરવ લેવા સિવાય છુટકો નથી!
  • August 29, 2026

Gujarat Liquor Prohibition: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર દારૂના વેચાણ અને ઝેરી દારૂની ઘટનાઓ સતત સામે આવતી રહે છે. આ મુદ્દે ‘ધ ગુજરાત રિપોર્ટ’ના કાર્યક્રમમાં પત્રકાર મયુર જાની અને પૂર્વ…

Continue reading
Jamnagar Vavdi Farmers Protest: વાવડીમાં વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે ખેડૂતોનું આરપારનું યુદ્ધ!
  • August 21, 2026

Jamnagar Vavdi Farmers Protest: વાવડી વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે નવું યુદ્ધ વાવડી આંદોલન એ ગુજરાતના જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામે વીજ કંપનીની જોહુકમી અને ખેતરોમાંથી પસાર થતી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

SC Delhi SIR Voter Notice: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, ‘લોજિકલ ડિસ્ક્રિપન્સી’ના આધાર પર સુપ્રીમ કોર્ટે ECIને ઘેર્યું

  • September 22, 2026
  • 2 views
SC Delhi SIR Voter Notice: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, ‘લોજિકલ ડિસ્ક્રિપન્સી’ના આધાર પર સુપ્રીમ કોર્ટે ECIને ઘેર્યું

SC Vande Mataram Case: ‘ન ગાવું’ અને ‘વિરોધ કરવો’ એક જ ગણાશે? નવા કાયદા પર સુપ્રીમ કોર્ટનો મહત્વનો સવાલ

  • September 22, 2026
  • 4 views
SC Vande Mataram Case: ‘ન ગાવું’ અને ‘વિરોધ કરવો’ એક જ ગણાશે? નવા કાયદા પર સુપ્રીમ કોર્ટનો મહત્વનો સવાલ

NSUI DUSU Election Defeat: જમીની કાર્યકરોની અવગણના કે ખોટી ઉમેદવાર પસંદગી? DUSU પરિણામ બાદ NSUIમાં ઘમાસાણ

  • September 22, 2026
  • 9 views
NSUI DUSU Election Defeat: જમીની કાર્યકરોની અવગણના કે ખોટી ઉમેદવાર પસંદગી? DUSU પરિણામ બાદ NSUIમાં ઘમાસાણ

SC Private University Fees: ખાનગી યુનિવર્સિટીઓની ફી અને નાણાકીય વ્યવસ્થા પર સુપ્રીમ કોર્ટની કડક નજર, પાંચ વર્ષનો સંપૂર્ણ હિસાબ માંગ્યો

  • September 22, 2026
  • 8 views
SC Private University Fees: ખાનગી યુનિવર્સિટીઓની ફી અને નાણાકીય વ્યવસ્થા પર સુપ્રીમ કોર્ટની કડક નજર, પાંચ વર્ષનો સંપૂર્ણ હિસાબ માંગ્યો

Pulkit Mani Modi Mimicry: મિમિક્રી કરી તો શો બંધ? પુલકિત મણિના દાવાથી અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સવાલ

  • September 22, 2026
  • 8 views
Pulkit Mani Modi Mimicry: મિમિક્રી કરી તો શો બંધ? પુલકિત મણિના દાવાથી અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સવાલ

Food Inflation India: દાળ-ડુંગળીના વધતા ભાવ વચ્ચે કોંગ્રેસના સરકાર સામે સવાલ, ‘GST કપાતનો લાભ મોંઘવારીએ ગળી લીધો’

  • September 22, 2026
  • 8 views
Food Inflation India: દાળ-ડુંગળીના વધતા ભાવ વચ્ચે કોંગ્રેસના સરકાર સામે સવાલ, ‘GST કપાતનો લાભ મોંઘવારીએ ગળી લીધો’