
Gujarat: આપણને હંમેશા એવું લાગતું હોય છે કે વિપક્ષ અને સત્તા પક્ષ કટ્ટર વિરોધી છે. જો કે એવું હોતું નથી. રાજકારણીઓ અંદર ખાને બધાં એક જ હોય છે. તેમાં જનતા લડે છે. રાજકારણીઓ તો એકના એક જ હોય છે. તેનું ઉદાહરણ ગોપાલ ઈટાલિયાએ પુરુ પાડ્યુ છે.
તાજેતરમાં યોજાયેલી વિસાવદરની પેટા વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવાર AAP નેતા ગોપાલ ઈટાલિયા ભાજપ નેતાને પગે પડતાં જોવા મળ્યા છે. સરદારધામ ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં ભાજપના નેતા બાબુ પટેલને પગે પડતાં ગોપાલ પગે પડ્યા હતા. જેથી અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે.
ભાજપ નેતાને ગોપાલ ઈટાલિયા પગે લાગતાં ગુજરાતના રાજકીય વર્તુળોમાં આશ્ચર્યજનક ઘટના બની છે. ઉપરાંત ગોપાલે ભાજપના અન્ય નેતા કિરીટ પટેલની બાજુમાં જઈને બેસવાનું પસંદ કર્યું, જેનાથી રાજકીય અટકળોને વધુ હવા મળી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે આકરા નિવેદનો
ગોપાલ ઈટાલિયા, જેઓ અગાઉ ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે આકરા નિવેદનો માટે જાણીતા હતા, તેમનું આ પગલું ઘણાને આશ્ચર્યચકિત કરનારું હતું. 2022માં તેમનો એક વીડિયો, જેમાં તેઓ વડાપ્રધાન મોદી વિશે અપમાનજનક ટિપ્પણી કરતા હતા, તે વાયરલ થયો હતો અને ભાજપે તેનો ચૂંટણીમાં ભરપૂર ઉપયોગ કર્યો હતો. આવા સંજોગોમાં ગોપાલનું ભાજપના નેતાઓ સાથે આ રીતે સૌજન્ય દર્શાવવું રાજકીય રીતે નોંધપાત્ર મનાય છે.
ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં હંમેશા ચર્ચામાં રહ્યા છે, પછી તે તેમના આક્રમક નિવેદનો હોય કે રાજકીય ચાલબાજી. પાટીદાર સમુદાયના નેતા તરીકે તેમણે પોતાની એક અલગ ઓળખ ઊભી કરી છે. 2022ની ચૂંટણીમાં હાર બાદ પણ તેમણે હિંમત ન હારી અને વિસાવદરની જીત દ્વારા AAPની હાજરી ફરીથી મજબૂત કરી. સરદારધામની ઘટનાને રાજકીય વર્તુળોમાં એક વ્યૂહાત્મક ચાલ તરીકે જોવામાં આવે છે, જેનાથી ગોપાલે પોતાની છબીને વધુ સમાધાનકારી અને સર્વસ્વીકૃત નેતા તરીકે રજૂ ન કરી હોય. આ ઘટનાએ એ પણ દર્શાવ્યું કે ગોપાલ રાજકીય રીતે પરિપક્વ થઈ રહ્યા છે અને ગુજરાતના જટિલ રાજકીય સમીકરણોને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ગોપાલ ઈટાલિયાની આ જીત અને તેમની તાજેતરની રાજકીય ગતિવિધિઓએ AAPને ગુજરાતમાં નવી શક્યતાઓ આપી છે. ભાજપનું ગુજરાતમાં દબદબો હોવા છતાં, AAP ધીમે ધીમે પોતાની જગ્યા બનાવવાનો પ્રયાસ કરી રહી છે. ગોપાલની આ નવી શૈલી – જેમાં તેઓ ભાજપના નેતાઓ સાથે સૌજન્ય દર્શાવે છે – એ દર્શાવે છે કે AAP ગુજરાતના રાજકારણમાં લાંબા ગાળાની વ્યૂહરચના ઘડી રહી છે. જોકે, આ ચાલથી પાર્ટીના મૂળ સમર્થકોમાં કેટલીક નારાજગી પણ ઊભી થઈ શકે છે, કારણ કે AAPની ઓળખ ભાજપ અને કોંગ્રેસની વિરુદ્ધ એક વૈકલ્પિક શક્તિ તરીકેની રહી છે. જો કે ગોપાલ ઈટાલિયા ભાજપ નેતાઓને મળતાં અનેક અટકળોએ જોર પકડ્યું છે.
આ પણ વાંચો:
ગોપાલ ઈટાલિયાને પડકાર આપનાર Kanti Amrutiya આફતમાં, ભાજપના જ નેતાએ ધારાસભ્ય સામે ખોલ્યો મોરચો
Delhi News: દિલ્હીમાં 6 છોકરીઓને 1 છોકરાએ માર માર્યો, લોકો જોતા રહ્યા, વીડિયો વાયરલ
Delhi: મહિલા સાંસદની સોનાની ચેઈન લૂંટાઈ, ગળામાં ઈજાઓ, કપડાં ફાટ્યા, ગૃહમંત્રીને કરી જાણ!
Jamnagar: અંબાણી ક્યાંથી પ્રાણીઓ પકડી લાવે છે?, અનંત અંબાણીનું વનતારા શંકાના ઘેરામાં કેમ આવ્યું?
Ahmedabad: મોદીના બંદોબસ્ત માટે આવેલા બે મહિલા કર્મચારીઓના મોત કેવી રીતે થયા?
Lover Death: પ્રેમિકા સાથે સંબંધ બનાવતી વખતે પરણિત પુરુષનું મોત, કોર્ટે પ્રેમિકાને કેમ દંડ ફટકાર્યો?