
Ahmedabad: ધંધુકા-રાણપુર રોડ પર આવેલી બજરંગ ઇન્ડસ્ટ્રીઝ ખાતે વરસાદી પાણીના નિકાલને લઈને બે કારખાનેદારો વચ્ચે થયેલા ઝઘડાએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. આ મામલે પાંચ શખ્સોએ એકસંપ કરી કારખાનામાં ઘૂસીને બે યુવાનો પર હુમલો કર્યો, જાતિય અપમાન કર્યું અને કારને નુકસાન પહોંચાડ્યું હોવાની ઘટના સામે આવી છે.
પાંચ શખ્સોએ કારખાનેદારને મારમારી અને જાતિગત અપમાન કર્યું
ફરિયાદ મુજબ, ઉદેપુર, રાજસ્થાનના વતની અને હાલ ધંધુકાની નંદન સોસાયટીમાં રહેતા અભયકુમાર પારસમલ ખીંચી અને દેવેન્દ્ર રાજુભાઈ સમરિયા બજરંગ ઇન્ડસ્ટ્રીઝ ખાતે હાજર હતા. આ દરમિયાન, બાજુના કારખાનાના માલિક જીન મલિક સાથે વરસાદી પાણીના નિકાલને લઈને ઝઘડો થયો હતો. આ ઝઘડાની અદાવત રાખીને પૃથ્વીરાજસિંહ ઉર્ફે પથુભા, શાંતુભા ચુડાસમા, જયપાલસિંહ પૃથ્વીરાજસિંહ ચુડાસમા, કિશોરસિંહ શાંતુભા ચુડાસમા, કુલદીપસિંહ કિશોરસિંહ ચુડાસમા અને જિગ્નેશસિંહ મનહરસિંહ ચુડાસમાએ ગેરકાયદેસર મંડળી રચીને કારખાનામાં ઘૂસીને હુમલો કર્યો હતો.
Ahmedabad: ધંધુકામાં અંગત અદાવત રાખી 5 ઇસમોએ બજરંગ ઇન્ડસ્ટ્રી પર કર્યો હુમલો
40 દિવસ થયા છતા પોલીસે કાર્યવાહી ન કર્યાનો ફરિયાદીનો આક્ષેપ
આરોપીઓની તાત્કાલીક ઘરપકડ થાય તેવી ફરિયાદીની માંગ
(Reporter-SANJAY ZALA)#crime #Gujarat #gujaratpolice pic.twitter.com/x1hnuFu07z— B India (@buletin_india) August 27, 2025
કારને 30, હજાર રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું
આરોપીઓએ અભયકુમાર અને દેવેન્દ્રભાઈને ગાળો આપી, જાતિ વિષયક અપમાન કર્યું અને ઢીંકા-પાટરુંથી માર માર્યો હતો. આ ઉપરાંત, બહાર પાર્ક કરેલી કારને લગભગ 30,000 રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું હતું. આરોપીઓએ ફેક્ટરીને સળગાવી દેવાની અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
પોલીસની નક્કર કાર્યવાહી નહીં
આ ઘટના સંદર્ભે અભયકુમારે ધોલેરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, પરંતુ પોલીસે આ મામલે કોઈ નોંધપાત્ર કાર્યવાહી ન કરી હોવાનો આક્ષેપ ફરિયાદીએ કર્યો છે.
તાત્કાલિક ધરપકડ અને કડક કાર્યવાહીની માંગ
ફરિયાદીએ આરોપીઓની તાત્કાલિક ધરપકડ અને કડક કાર્યવાહીની માંગ કરી છે. ધોલેરા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હોવાનું જણાવ્યું છે, પરંતુ હજુ સુધી આરોપીઓ સામે કોઈ નક્કર પગલાં લેવાયા નથી. આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં તણાવનું વાતાવરણ સર્જ્યું છે, અને પોલીસની નિષ્ક્રિયતા પર સવાલો ઉભા થયા છે.
આ પણ વાંચો:
UP News: ઝાડ પરથી થયો પૈસાનો વરસાદ! લોકો રુ. 500 રૂપિયાની નોટો લૂંટવા કરી પડાપડી
Jammu Kashmir Flood : વૈષ્ણોદેવી માર્ગ પર ભૂસ્ખલનમાં 30 લોકોના મોત, આજે પણ વાદળ ફાટવાનો ભય
Surat: ભાઈએ ત્રણ વર્ષના બાળકનું કર્યું અપહરણ, ટ્રેનના શૌચાલયની કચરાપેટીમાંથી મળી બાળકની લાશ!
That Critical Moment Of Crisis: કટોકટીની નિર્ણાયક પળ, આ માર્ગ પકડશો તો હારીને પણ જીતી જશો!