Kolkata Gangrape: કોલકાતામાં ફરી ગેંગરેપ, યુવતીના જન્મદિવસે જ બે મિત્રોએ બનાવી હવશનો શિકાર

  • India
  • September 7, 2025
  • 0 Comments

Kolkata Gangrape Case: પશ્ચિમ બંગાળના કોલકાતામાંથી ફરી ગેંગરેપની ઘટના પ્રકાશમાં આવી છે. કોલકાતાના પોશ વિસ્તાર રીજન્ટ પાર્કમાં 20 વર્ષીય યુવતી પર તેના જન્મદિવસ પર  બે મિત્રો દ્વારા સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે બે મિત્રો પર કથિત સામૂહિક બળાત્કારનો આરોપ છે. આ ઘટના શુક્રવારે શહેરના દક્ષિણ બહારના ભાગમાં રીજન્ટ પાર્ક વિસ્તારમાં બની હતી. આ ઘટનાએ ફરી એકવાર સુરક્ષા સામે સવાલો ઉભા કર્યા છે. સામૂહિક બળાત્કાર બાદ ગુમ થયેલા બે આરોપીઓની ઓળખ ચંદન મલિક અને દીપ તરીકે થઈ છે. દીપ એક સરકારી કર્મચારી હોવાનું કહેવાય છે.

જન્મદિવસની પાર્ટીમાં મહિલા પર સામૂહિક બળાત્કાર

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર હરિદેવપુરની રહેવાસી પીડિતાએ આરોપ લગાવ્યો છે કે શુક્રવારે તેનો જન્મદિવસ હતો ત્યારે આ ઘટના બની હતી અને તેનો મિત્ર ચંદન તેને જન્મદિવસ ઉજવવાના બહાને દીપના ઘરે લઈ ગયો હતો. આરોપી ચંદન અને દીપ પીડિતાને તેના ફ્લેટમાં લઈ ગયા હતા. ત્યાં તેમણે રાત્રિભોજન કર્યું હતું. પિડિતાએ કહ્યું કે જ્યારે પાર્ટી પૂરી થઈ અને તે ઘરે પરત ફરવા માંગતી હતી, ત્યારે આરોપીએ તેને રોકી અને રૂમનો દરવાજો બંધ કરી દીધો અને વારાફરતી તેના પર બળાત્કાર ગુજાર્યો.

આરોપીઓ છે ફરાર

સૂત્રોએ જણાવ્યું હતું કે પીડિતા શુક્રવારે રાત્રે ત્યાં બંધક બની હતી અને શનિવારે સવારે 10:30 વાગ્યાની આસપાસ ભાગી જવામાં સફળ રહી હતી. ઘરે પરત ફર્યા બાદ પિડિતાએ તેના પરિવારના સભ્યોને ઘટના વિશે જાણ કરી, જેના પગલે શનિવારે સંબંધિત કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “અમે ફરાર આરોપીની શોધ શરૂ કરી છે.”

મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે તેની ચંદન સાથે ઘણા મહિનાઓ પહેલા મિત્રતા થઈ હતી. તેણે પોતાને દક્ષિણ કોલકાતાની એક મોટી દુર્ગા પૂજા સમિતિના વડા તરીકે ઓળખાવ્યો હતો. ચંદન દ્વારા જ તેનો દીપ સાથે પરિચય થયો હતો અને પછી ત્રણેય મિત્રો બન્યા અને એકબીજાના સંપર્કમાં હતા. બંને આરોપીઓએ તેને પૂજા સમિતિમાં સામેલ કરવાનું વચન આપ્યું હતું.

આ પણ વાંચો

કોલકાતા રેપ-હત્યા કેસમાં કોર્ટે આપ્યો મોટો ચૂકાદોઃ દોષિત સંજય રોયને આજીવન કેદ

Bihar: બંધનું એલાન હતુ, તો ભાજપ વિરુધ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કેમ કર્યો?, DEOએ શિક્ષિકાને નોટીસ આપી

ગુજરાતમાં ભારે વરસાદનો કહેર: ઈકો ગાડી અને શ્વાન પાણીમાં તણાયા | Gujarat Heavy Rain

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત થયું જળબંબાકાર, આજે અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ | Gujarat Heavy Rain

Gujarat: અમદાવાદમાં થયેલી વિદ્યાર્થીની હત્યાના પડઘા ભાવનગર સુધી, લોકોએ કાઢી રેલી, કલેકટરને આવેદનપત્ર

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત થયું જળબંબાકાર, આજે અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ | Gujarat Heavy Rain

UP: પુત્રના ગળા પર છરી મૂકી માતાના કપડાં કઢાવી વીડિયો બનાવ્યો, દૂધવાળોએ પછી મહિલાને…

Related Posts

Yashwant Varma Case: યશવંત વર્મા રોકડ કેસમાં શું કહે છે તપાસ સમિતિનો અહેવાલ? જાણો સમગ્ર મામલો
  • August 14, 2026

Yashwant Varma Case: અલ્હાબાદ હાઇકોર્ટના પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ યશવંત વર્મા સામે થયેલા ગંભીર આરોપોની તપાસ કરનાર ત્રણ સભ્યોની સમિતિનો અહેવાલ બુધવારે, 12 ઓગસ્ટે લોકસભામાં રજૂ કરવામાં આવ્યો હતો. અહેવાલમાં જણાવાયું…

Continue reading
NCERT-CBSE Vacancy Report: સંસદીય અહેવાલમાં મોટો ખુલાસો, NCERT માં 1,596 અને CBSE માં 44% પદો ખાલી
  • August 14, 2026

NCERT-CBSE Vacancy Report: દેશમાં શિક્ષણ વ્યવસ્થાની સ્થિતિને લઈને સંસદીય સમિતિના તાજેતરના અહેવાલમાં અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ સામે આવ્યા છે. ‘દેશમાં સસ્તું અને ગુણવત્તાયુક્ત શિક્ષણ ઉપલબ્ધ કરાવવા સંબંધિત બજેટ અને નીતિગત પાસાઓ,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Yashwant Varma Case: યશવંત વર્મા રોકડ કેસમાં શું કહે છે તપાસ સમિતિનો અહેવાલ? જાણો સમગ્ર મામલો

  • August 14, 2026
  • 3 views
Yashwant Varma Case: યશવંત વર્મા રોકડ કેસમાં શું કહે છે તપાસ સમિતિનો અહેવાલ? જાણો સમગ્ર મામલો

NCERT-CBSE Vacancy Report: સંસદીય અહેવાલમાં મોટો ખુલાસો, NCERT માં 1,596 અને CBSE માં 44% પદો ખાલી

  • August 14, 2026
  • 8 views
NCERT-CBSE Vacancy Report: સંસદીય અહેવાલમાં મોટો ખુલાસો, NCERT માં 1,596 અને CBSE માં 44% પદો ખાલી

Mumbai Goa Highway Delay: 17 વર્ષ બાદ પણ અધૂરો મુંબઈ-ગોવા હાઇવે, ખર્ચ બમણો છતાં મુસાફરોને ખાડા અને અકસ્માતોથી રાહત નહીં

  • August 13, 2026
  • 9 views
Mumbai Goa Highway Delay: 17 વર્ષ બાદ પણ અધૂરો મુંબઈ-ગોવા હાઇવે, ખર્ચ બમણો છતાં મુસાફરોને ખાડા અને અકસ્માતોથી રાહત નહીં

Brij Bhushan Singh Verdict: મહિલા પહેલવાનોના આરોપો છતાં બ્રિજ ભૂષણ કેમ બચ્યા? અદાલતે આપ્યા મહત્વના કારણો

  • August 13, 2026
  • 5 views
Brij Bhushan Singh Verdict: મહિલા પહેલવાનોના આરોપો છતાં બ્રિજ ભૂષણ કેમ બચ્યા? અદાલતે આપ્યા મહત્વના કારણો

Nikhil Gadkari Defamation Case: નિખિલ ગડકરીએ ધ કારવાં સામે કર્યો 10 કરોડનો માનહાનિ દાવો, હાઇકોર્ટનો જવાબ માંગતો આદેશ

  • August 13, 2026
  • 6 views
Nikhil Gadkari Defamation Case: નિખિલ ગડકરીએ ધ કારવાં સામે કર્યો 10 કરોડનો માનહાનિ દાવો, હાઇકોર્ટનો જવાબ માંગતો આદેશ

Adani Forest Land Diversion: મહારાષ્ટ્ર સરકારે અદાણી સમૂહના બે પ્રોજેક્ટ માટે આશરે 83,700 ચોરસ ફૂટ જંગલ જમીનના ડાયવર્ઝનને મંજૂરી આપી

  • August 13, 2026
  • 12 views
Adani Forest Land Diversion: મહારાષ્ટ્ર સરકારે અદાણી સમૂહના બે પ્રોજેક્ટ માટે આશરે 83,700 ચોરસ ફૂટ જંગલ જમીનના ડાયવર્ઝનને મંજૂરી આપી