
તાજેતરમાં અમદવાદમાં 2 વર્ષના બાળકમાં HMPV વાયરસ પોઝિટિવ આવતાં આરોગ્ય તંત્ર દોડતું થયું હતુ. આરોગ્ય મંત્રીએ કહ્યું હતુ કે આ આ વાયરસ બહું જુનો છે. જો કે લોકોને કોરોના જેવા હાલ ન થાય તે માટે પ્રાથના કરી રહ્યા છે. આ વચ્ચે હવે અમદવાદમાં વધુ એક કેસ પોઝિટિવ આવતાં આરોગ્ય મંત્રીના નિવેદનનો ફિયાસ્કો થતો જવા મળી રહ્યો છે. 80 વર્ષિય વૃધ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
વિશ્વમાં હચમચાવી ચૂકેલા કોરોના વાઈરસની મહામારી બાદ હવે હ્યુમન મેટાન્યૂમો વાઈરસે (HMPV) ચીન બાદ ભારતમાં દસ્તક દીધી છે. આ વાઈરસના કસો ભારત સહિત ગુજરાતમાં નોંધાયા છે, ત્યારે રાજ્યમાં HMPVનો પ્રથમ કેસ અમદાવાદ અને હિંમતનગરના પ્રાંતિજમાં બીજો કેસ નોંધાયો હતો. જ્યારે રાજ્યમાં HMPVનો વધુ એક કેસ અમદાવાદના વસ્ત્રાપુરમાં સામે આવ્યો છે. જેથી ગુજરાતમાં આ વાયરસના દર્દીની સંખ્યા કુલ 3 પર પહોંચી છે. છતાં તંત્ર ગંભીરતાં લેતું નથી.
અમદાવાદમાં વધુ 1 કેસ
મળતી માહિતી અનુસાર વસ્ત્રાપુરમાં રહેતા 80 વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 80 વર્ષીય વૃદ્ધ દર્દી સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ છે. અસ્થમાની બીમારી ધરાવતા દર્દીનો HMPV કેસ પોઝિટિવ આવ્યો છે.
અમદાવાદમાં નોંધાયો HMPVનો પ્રથમ કેસ
ચીનના ભયાનક વાઈરસ HMVPનો ગુજરાતમાં પ્રથમ કેસ અમદાવાદમાં ખાનગી હોસ્પિટલમાં નોંધાયો હતો. જેમાં શંકાસ્પદ જણાતા 2 મહિનાના બાળકનો રિપોર્ટ પોઝિટિવ જણાયો હતો. અમદાવાદમાં ચાંદખેડા વિસ્તારમાં આવેલી ઓરેન્જ હોસ્પિટલમાં બાળકને 24 ડિસેમ્બરે દાખલ કરાયા બાદ 26 ડિસેમ્બરે રિપોર્ટ આવ્યો હતો. પરંતુ આ મામલે હોસ્પિટલે તંત્રને અવગત ન કરતા AMC આરોગ્ય અધિકારીએ નોટિસ પાઠવી હોસ્પિટલ સત્તાધીશો પાસેથી સમગ્ર મામલે ખુલાસો માંગ્યો હતો.
આરોગ્યમંત્રીનું નિવેદન
તાજેતરમાં પ્રથમ કેસ HMPV વાયરસનો નોંધાયો ત્યારે ગુજરાતના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, ‘ગભરાવાની જરૂર નથી, આ વાયરસ 2001થી છે, જૂનો વાયરસ છે. ચીનમાં વાયરસનો ફેલાવો વધારે છે. કોવિડ કરતા માઇલ્ડ આ વાયરસના લક્ષણો છે. હોસ્પિટલમાં જ આ વાયરસનું ટેસ્ટિંગ થાય તેવી વ્યવસ્થા ઊભી કરીશું’. જો કે આરોગ્યમંત્રી કોરોના જેવી સ્થિતિ થાય તેની રાહ જોઈને બેઠાં છે. તંત્ર એમ કહીને છટકી શકે છે કે આપણે વાયરસ સામે લડવા તૈયાર છીએ? તેણે નક્કર પગલા લેવાની જરુર છે. જૂવો વાઈરસ છે તો તંત્રએ ગંભીરતાથી લઈ કામગીરી કરવી જોઈએ.
આ સમાચાર પણ વાંચોઃ નેતાઓની આંગળીએ નાચતાં અધિકારીઓએ ખોટો કેસ ઉભો કર્યો, ધાનાણીના આકરા પ્રહાર