
Viral Video: રાજધાની દિલ્હીમાં ઉત્તરપૂર્વની એક યુવતી સામે વંશીય અપશબ્દો અને દુર્વ્યવહારનો મામલો પ્રકાશમાં આવ્યો છે. મૂળ મેઘાલયની રહેવાસી પીડિતાએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં દુર્વ્યવહારની આપવીતી કહી છે.
#RacismDelhi #MeghalayaWoman https://t.co/zoj4q5e87w
— Vaibhav Arya (@realVaibhavArya) October 7, 2025
યુવતીએ કહ્યું કે તે કમલા નગર બજારમાં ખરીદી કરવા ગઈ હતી, જ્યાં ત્રણ કે ચાર માણસોએ તેને જાતિગત અપશબ્દો અને દુર્વ્યવહારનો ભોગ બનાવ્યો. તેઓએ તેને “ચિંગ ચોંગ ચાઇના” કહીને અપમાનિત કરી હતી. ત્યારબાદ મહિલાએ દિલ્હી યુનિવર્સિટી મેટ્રો સ્ટેશનની બહાર અને અંદર વધુ અપમાનિત કરવામાં આવી હતી.
મેઘાલયની એક છોકરી સામે જાતિગત ટિપ્પણી
વાયરલ વીડિયોમાં યુવતીએ કહ્યું કે એક જ દિવસમાં બે વાર જાતિગત અપશબ્દોનો સામનો કરવો પડ્યો, પહેલા કમલા નગરમાં અને પછી મેટ્રોમાં. વધુમાં, તેણીએ કહ્યું, “લોકો મારા પર હસતા હતા અને બૂમો પાડતા હતા, ‘ચિંગ ચોંગ ચાઇના.’ મને મારા પોતાનો દેશ પરાયો લાગ્યો.”
વીડિયોમાં યુવતીએ લોકોને જાતિવાદ વિરુદ્ધ બોલવાની અપીલ કરી. તેણે લખ્યું, “જાતિવાદ મૌનમાં ખીલે છે, તેથી ચૂપ ન રહો.” પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે મહિલાએ હજુ સુધી રૂપ નગર અને મોરિસ નગર પોલીસ સ્ટેશનમાં ઔપચારિક ફરિયાદ નોંધાવી નથી. આ ઘટનાએ ફરી એકવાર દિલ્હીમાં ઉત્તરપૂર્વીય સમુદાય પ્રત્યે ભેદભાવ અને જાતિવાદી વલણ અંગે પ્રશ્નો ઉભા કર્યા છે.
આ પણ વાંચો:
viral video: મહિલાએ પેશાબ કરી કિચન સાફ કર્યું, વીડિયો થતાં લોકોમાં ખળભળાટ
Jagdish Panchal: ‘ભારતની બનાવટી વસ્તુ વાપરીશ’, ભાજપ પ્રમુખ જગદીશ પંચાલ આટલું બોલતાં જ કેમ થયા ટ્રોલ?
Gujarat Jagdish Panchal: અમદાવાદના જગદીશ પંચાલ ગુજરાત ભાજપના 14મા પ્રદેશ પ્રમુખ બન્યા!
BJP Manifesto: ભાજપે વર્ષ 2002માં રજૂ કરેલો ચૂંટણી ઢંઢેરો અને 2025ની વાસ્તવિક સ્થિતિ








