બગસરામાં પ્રેમી પંખીડાએ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું

  • Gujarat
  • January 16, 2025
  • 1 Comments

બગસરામાં પ્રેરણાક વિસ્તારમાંથી પ્રેમી પંખીડાના મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. મળી રહેલી જાણકારી અનુસાર, દેવીપૂજક યુવક-યુવતીએ લગ્ન થઈ શકતા ન હોવાના કારણે મોતને વ્હાલું કરી લીધું છે. બે દિવસ પહેલા બગસરા ઘરેથી યુવતી ગુમ થઇ હોવાનું જાણવા મળ્યું હતું. તો આજે યુવતી સાથે યુવકે ગળે ફાસો ખાઈને આત્મહત્યા કરી લીધી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે મૃતદેહને હોસ્પિટલ ખસેડીને આત્મહત્યા અંગેની નોંધ દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બગસરામા બે દિવસ અગાઉ એક યુવક અને યુવતી ઘરેથી ભાગી ગયા હતા. પરિવાર લગ્ન માટે સંમત ન હોય આ યુવક યુવતીએ આજે એક નવા બની રહેલા મકાનમા સજોડે ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવી લીધુ હતુ. યુવક અને યુવતીના આપઘાતની આ ઘટના આજે બગસરામા નિલકંઠ નગર સોસાયટીમા ડાંગીયાપીર તરફ જવાના રસ્તા પર અધુરા બાંધકામવાળા મકાનમા બની હતી.

જીતેશભાઇ કનુભાઇ ઝાલાના મકાનનુ કામ ચાલી રહ્યું છે. આ મકાનમા બગસરાના નટવરનગરમા રહેતી મીરલ ભાદાભાઇ વાઘેલા (ઉ.વ.21) તથા કુંકાવાવના કિશન બાવકુભાઇ ચારોલીયા (ઉ.વ.25) નામના યુવાને છતની હુક સાથે દોરી બાંધી સજોડે ગળાફાંસો ખાઇ લીધો હતો. નટવરનગરમા રહેતા ભાદાભાઇ વાઘેલાએ બે દિવસ પહેલા પોતાની પુત્રીને કોઇ અજાણ્યો યુવક ભગાડી ગયો હોવાની પોલીસને ફરિયાદ આપી હતી. આ અંગે પોલીસ તપાસ કરી બંનેની ભાળ મેળવે તે પહેલા બંનેએ આ અંતિમ પગલુ ભર્યુ હતુ. બગસરાના પીઆઇ સાલુંકેએ જણાવ્યું હતુ કે યુવક યુવતીના પરિવાર લગ્ન માટે સંમત ન થતા બંનેએ આત્મહત્યા કરી લીધી હોવાનુ પરિવારે જણાવ્યું છે. બનાવ અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

આ પણ વાંચો-સૈફ અલી ખાન પર જીવલેણ હુમલો; લીલાવતી હોસ્પિટલમાં કરાયો દાખલ

Related Posts

Junagadh Police Sold Liquor: જૂનાગઢમાં પકડાયેલા દારૂના ટ્રકમાં 60 લાખના દારૂની હેરાફેરીનો ગોપાલ ઈટાલીયાનો આક્ષેપ, પોલીસકર્મી અને બુટલેગર વચ્ચે સેટિંગની ફરિયાદ
  • November 25, 2026

Junagadh Police Sold Liquor: જૂનાગઢમાં દારૂ ભરેલા ટ્રકને પકડ્યા બાદ પોલીસ દ્વારા જ દારૂનો મોટો જથ્થો બુટલેગરોને વેચી મારવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલીયાએ…

Continue reading
Botad JNV Dumping Site Fire: બોટાદની જવાહર નવોદય વિદ્યાલયની બાજુમાં ડમ્પિંગ સાઇટમાં આગ, 405 વિદ્યાર્થીઓને ઘરે મોકલાયા
  • November 24, 2026

Botad JNV Dumping Site Fire: ગુજરાતમાં ‘ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત’નું સૂત્ર આપવામાં આવે છે, પરંતુ બોટાદની જવાહર નવોદય વિદ્યાલયમાં સર્જાયેલી પરિસ્થિતિએ શિક્ષણ અને બાળકોના સ્વાસ્થ્ય સામે ગંભીર સવાલો ઊભા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

TVK Government Six Months: તમિલનાડુમાં વિજય સરકારના છ મહિના પૂર્ણ, છ પેટાચૂંટણીઓ અને છ વિવાદો બનશે મોટો પડકાર

  • November 25, 2026
  • 4 views
TVK Government Six Months: તમિલનાડુમાં વિજય સરકારના છ મહિના પૂર્ણ, છ પેટાચૂંટણીઓ અને છ વિવાદો બનશે મોટો પડકાર

TN Collector Complaint TVK MLA: તમિલનાડુમાં TVK ધારાસભ્ય સામે જિલ્લા કલેક્ટરની પોલીસ ફરિયાદ, મહિલા સતામણીના કાયદા હેઠળ કેસ નોંધાયો

  • November 25, 2026
  • 8 views
TN Collector Complaint TVK MLA: તમિલનાડુમાં TVK ધારાસભ્ય સામે જિલ્લા કલેક્ટરની પોલીસ ફરિયાદ, મહિલા સતામણીના કાયદા હેઠળ કેસ નોંધાયો

BJP Akali Dal Alliance 2026: પંજાબમાં 6 વર્ષ બાદ BJP અને અકાળી દળ ફરી સાથે, ખેડૂત સંગઠનોનો વિરોધ; ગઠબંધનને ગણાવ્યું અત્યંત જોખમી

  • November 25, 2026
  • 9 views
BJP Akali Dal Alliance 2026: પંજાબમાં 6 વર્ષ બાદ BJP અને અકાળી દળ ફરી સાથે, ખેડૂત સંગઠનોનો વિરોધ; ગઠબંધનને ગણાવ્યું અત્યંત જોખમી

Junagadh Police Sold Liquor: જૂનાગઢમાં પકડાયેલા દારૂના ટ્રકમાં 60 લાખના દારૂની હેરાફેરીનો ગોપાલ ઈટાલીયાનો આક્ષેપ, પોલીસકર્મી અને બુટલેગર વચ્ચે સેટિંગની ફરિયાદ

  • November 25, 2026
  • 10 views
Junagadh Police Sold Liquor: જૂનાગઢમાં પકડાયેલા દારૂના ટ્રકમાં 60 લાખના દારૂની હેરાફેરીનો ગોપાલ ઈટાલીયાનો આક્ષેપ, પોલીસકર્મી અને બુટલેગર વચ્ચે સેટિંગની ફરિયાદ

Karnataka Elephant Relocation: હાથીઓને અન્ય સ્થળે ખસેડવાના નિર્ણયથી નારાજ કોંગ્રેસનાં ધારાસભ્યનું રાજીનામું, બે ધારાસભ્યોની પણ ચેતવણી

  • 6 views
Botad JNV Dumping Site Fire: બોટાદની જવાહર નવોદય વિદ્યાલયની બાજુમાં ડમ્પિંગ સાઇટમાં આગ, 405 વિદ્યાર્થીઓને ઘરે મોકલાયા