
જામનગરના ધ્રોલ તાલુકાના લતીપર ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત ઘટના સ્થળે જ થયા હોવાની માહિતી મળી રહી છે, તો બે લોકોને ગંભીર હાલતમાં 108 દ્વારા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
અકસ્માતનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં કારનું કચ્ચરઘાણ વળી ગયું હોવાનું દેખાઈ રહ્યું છે. તેથી ગાડી ખુબ જ સ્પીડ હોવાનું અનુમાન લગાવી શકાય છે. આ ગમખ્વાર અકસ્માતમાં ગાડી પાછળથી લઈને આગળ સુધી સંપૂર્ણ રીતે તૂટી ગઈ હોવાનું દેખાઈ રહ્યું છે.
આ કારમાં સવાર પાંચ વ્યક્તિઓમાંથી ત્રણ વ્યક્તિઓના મોત તો ઓન ધ સ્પોટ ઘટના સ્થળે જ થઈ ગયા છે. તો અન્ય બે લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અકસ્માત થતાં આસપાસના લોકો દોડી આવીને બે લોકોને 108 થકી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. તે ઉપરાંત પોલીસને પણ જાણકારી આપી હતી. પોલીસે ઘટના સ્થળે આવીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો-બગસરામાં પ્રેમી પંખીડાએ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું