
સુરતમાંથી એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. જ્યા એક 16 વર્ષિય કિશોરીએ યુટ્યબમાં જોઈને ગર્ભાપત કર્યો છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે 10માં ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીએ આ કૃત્યુ આચર્યું છે. પાંડેસરામાંથી નવજાત મૃત બાળકીનો મૃતદેહ મળી આવતાં હોસ્પિટલમાં ખસેડતાં મૃત જાહેર કરી હતી. હાલ ગર્ભવતી બનાવનાર કિશોરની પોલીસ ધરપકડ કરી છે.
સુરતના પાંડેસરામાંથી મળેલી મૃત નવજાત બાળકીની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. તપાસમાં ખુલાસો થયો છે કે ધો. 10ની વિદ્યાર્થિનીએ યુટ્યુબ જોઈને જાતે જ ગર્ભપાત કર્યો છે. 16 વર્ષની કિશોરીને સોશિયલ મિડિયામાં એક 16 વર્ષિય કિશોર સાથે મિત્રતા થઈ હતી. ત્યારબાદ કિશોર અવારનવાર કિશોરીને તેના રૂમમાં લઈ જતો હતો અને ત્યાં શરીર સંબંધ બાંધતો હતો. જેથી 8 જાન્યુઆરીના રોજ મોડી રાત્રે કિશોરીને પેટમાં દુખાવો ઉપડયો હતો. કિશોરી બાથરૂમમાં ગઈ ત્યાં જ તેનો ગર્ભપાત થઈ ગયો હતો. ત્યાર બાદ બાળકીને આવારુ જગ્યામાં ફેકી દીધી હતી. જો કે ગુરુવારે તપાસમાં બાળકીને મળી આવતાં હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યા તેને મૃત જાહેર કરાઈ હતી.
હાલ પોલીસે આ મામલે આરોપી દુષ્ટકૃત્ય આચરનાર કિશોરની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચોઃ પતિ-પત્નીને જેલવાસઃ ઇમરાન ખાનને 14 અને બુશરા બીબીને 7 વર્ષની જેલ