
- ઊંઝા નજીક આવેલા બ્રાહ્મવાડા પાસે ગમખ્વાર અકસ્માત; બે લોકોના મોત
મહેસાણા: 17મી જાન્યુઆરી મોડી રાતે ઊંઝા નજીક બ્રાહ્મણવાડા હાઈવે પર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક લક્ઝરી બસ, કાર અને બાઈક વચ્ચે ભયંકર ટક્કર થઈ હતી. જેમાં બાઈક સવાર બે યુવાઓના કમકમાટીભર્યા મોત નિપજ્યાં હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે. જણાવી દઈએ કે, બ્રાહ્મણવાડા ગામ તરફના ક્રોસિંગ રોડ પર અવારનવાર અકસ્માત સર્જાતા રહે છે.
મળતી માહિતી અનુસાર, લક્ઝરી બસ, કાર અને બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બાઈક સવાર બે યુવકોના મૃત્યું નિપજ્યાં છે. મૃતક યુવાનો બ્રાહ્મણવાડા વિસ્તારની આસપાસ આવેલી ખાનગી ફેક્ટરીમાં મજૂર તરીકે કામ કરતા હોવાની જાણકારી સામે આવી રહી છે. તેઓ કામ પરથી પરત ફરી રહ્યા હતા તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. હાલ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો- જનતાની સેવા કરવાની વાતો કરનારા રાજકીય પક્ષોમાં ક્રિમિનલોની ભરમાર: ADR રિપોર્ટ