GIDC Stamp Duty: ઉદ્યોપતિઓએ ઔદ્યોગિક વસાહતોમાં સ્ટેમ્પ ડ્યુટી માફી માંગી, ગુજરાતના દરેક સામાન્ય લોકોએ અગાઉના મકાન સોદા ઉપર નાણા આપી દીધા 

GIDC Stamp Duty: ઉદ્યોપતિઓએ ઔદ્યોગિક વસાહતોમાં સ્ટેમ્પ ડ્યુટી માફી માંગી, ગુજરાતના દરેક સામાન્ય લોકોએ અગાઉના મકાન સોદા ઉપર નાણા આપી દીધા 

દિલીપ પટેલ

ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GIDC) એસ્ટેટમાં પ્લોટના જુના ટ્રાન્સફર વ્યવહારમાંથી ઉદ્ભવતી સ્ટેમ્પ ડ્યુટી ઉદ્યોગપતિઓએ દૂર કરવાની માંગણી છે. જે અંદાજે રૂ.125 કરોડ જેવા થાય છે.

સરકારે મકાન અને જમીન વેચાઈ હોય તેના ઘણા વર્ષો પછી વસૂલાત કરવાનું નક્કી કર્યું હતું. સામાન્ય જનતા પાસેથી એક જ વર્ષમાં વધારાના રૂ. 4 હજારથી 4400 કરોડ વસૂલી લીધા છે. જેમાં રૂ. 2 હજાર કરોડ જેવી રકમ જુના વેચાણ પર લેવામાં આવ્યા હોવાનું મનાઈ રહ્યું છે. ભૂતકાળના ટ્રાન્સફર માટે સ્ટેમ્પ ડ્યુટી સાથે ચાર થી છ ગણો દંડ લેવામાં આવી રહ્યો હોવાનું કહે છે.

ઉદ્યોગોનો વિરોધ
હવે ઉદ્યોગો મિલકતોના ટ્રાન્સફર માટે જૂની રકમ ભરવા માટે વિરોધ કરીને માફી આપવાની માંગણી કરી રહ્યાં છે.

2025-26ના પરિપત્ર મુજબ જીઆઈડીસીમાં 5 વર્ષથી ઓછો વપરાશ થયો હોય તો, જમીન દરના 20 ટકા ફી લે છે. 5થી 15 વર્ષ સુધી વપરાશ થયો હોય તો ચાલુ જમીન દરના 15 ટકા ફી લે છે.

જીઆઈડીસીમાં બિન-વપરાશિત પ્લોટ હોય તો 20 ટકા ઉપરાંત 1 ટકો  નોન-યુટીલાઈઝેશન પેનલ્ટી પણ વસૂલવામાં આવે છે.

GIDCમાં પ્લોટ ખરીદનારા જૂના ઉદ્યોગસાહસિકો પર સ્ટેમ્પ ડ્યુટી અને દંડની માંગને કારણે મોટી સંખ્યામાં સોદા અટકી ગયા હોવાનો દાવો કરાય છે.

GIDC પ્લોટના ભૂતકાળના ટ્રાન્સફર માટે સ્ટેમ્પ ડ્યુટી સાથે ચાર થી છ ગણો દંડ લેવામાં આવી રહ્યો હોવાનું કહે છે. વ્યવહાર પૂર્ણ થયાના ઘણા વર્ષો પછી, અને ઘણા કિસ્સાઓમાં જવાબદારી હાલના ખરીદદારો પર ઢોળાઈ રહી છે. બાકી લેણાં ચૂકવવામાં ન આવે ત્યાં સુધી લોન મળી શકતી નથી. બેંક લોન માટે દસ્તાવેજ મેળવતી વખતે તેમને મોટી વધારાની માંગણીઓનો સામનો કરવો પડ્યો હતો.

2009માં વેચાણ દસ્તાવેજ દ્વારા એક પ્લોટ ખરીદ્યો હોય તો, બેંક લોન માટે સત્તાવાર રકમ 2.6 લાખ રૂપિયા છે, જ્યારે દંડ 15.5 લાખ રૂપિયા થાય છે. બેંકો 1980 થી 2009 વચ્ચેના આ પ્લોટ માટે તમામ સોદા માટે બાકી સ્ટેમ્પ ડ્યુટી અને દંડ માંગી રહી છે.

ગાંધીનગરના GIDC ઇલેક્ટ્રોનિક સેઝમાં એક ઔદ્યોગિક પ્લોટ ટ્રાન્સફર 7 કરોડ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી અને દંડની માંગણી કરાઈ હતી.

ગુજરાત જીઆઈડીસીએ એક સ્વાયત્ત સરકારી કોર્પોરેશન છે, જેની વાર્ષિક કુલ આવક અંદાજે રૂ. 2500 કરોડથી 4 હજાર કરોડ છે. આર્થિક રીતે અત્યંત મજબૂત કોર્પોરેશન છે.

પ્લોટ અને શેડની નવી ફાળવણીની મુખ્ય આવક છે. વિવિધ ફી અને ચાર્જીસની આવક જીઆઈડીસીના રોજિંદા વહીવટ અને નિયમોના આધારે ઉદ્યોગો પાસેથી ફી અને ચાર્જ લેવામાં આવે છે.

વહીવટી ચાર્જ, પ્લોટ વેચાણની ટ્રાન્સફર ફી, પાણી અને ગટરના ચાર્જ, વ્યાજ, રસ્તા, લાઈટો અને સફાઈ માટે વેરો વસૂલે છે.

જીઆઇડીસી પોતાની જમીન વેચીને અને આ તમામ ટેક્સ-ચાર્જિસ વસૂલીને એટલી કમાણી કરી લે છે કે તેને ચલાવવા માટે ગુજરાત સરકાર પાસેથી કોઈ નાણાકીય ગ્રાન્ટ કે મદદ લેવી પડતી નથી. તે પોતાના કમાયેલા નફામાંથી જ નવી જીઆઇડીસી માટે કરોડો રૂપિયાની જમીન ખરીદે છે.

જીઆઈડીસી પ્લોટ ટ્રાન્સફર ફી કોઈ પ્લોટ રીસેલ કે બીજી વ્યક્તિને વેચવામાં ત્યારે 5થી 20 ટકા ભરવા પડે છે.

સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટના તાજેતરના ચુકાદા અનુસાર, જીઆઈડીસી પ્લોટના 99 વર્ષના લોન્ગ-ટર્મ લીઝ હોલ્ડ રાઇટ્સ ત્રીજી વ્યક્તિને ટ્રાન્સફર (રીસેલ) કરતી વખતે 18 ટકા GST ભરવો પડતો હતો તેમાંથી મુક્તિ આપવામાં આવી છે.

સત્તાવાર માહિતી અનુસાર, ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 239 કાર્યરત  જીઆઈડીસી (GIDC) વસાહતો સ્થાપવામાં આવી છે. આ ઉપરાંત, સરકાર દ્વારા ખેડા, અમદાવાદ, પંચમહાલ, છોટાઉદેપુર અને ભાવનગર જિલ્લામાં નવી 8 સ્માર્ટ જીઆઈડીસી વસાહતો સ્થાપવાની મંજૂરી આપવામાં આવી છે.

કુલ પ્લોટોની સંખ્યા
ગુજરાતની તમામ જીઆઈડીસીમાં થઈને અંદાજે 63 હજાર ઔદ્યોગિક એકમો કે પ્લોટ આવેલા છે. જીઆઈડીસીએ ઉદ્યોગોના વિકાસ માટે અત્યાર સુધીમાં 45 હજાર હેક્ટર જમીન સંપાદિત કરીને પ્લોટો આપ્યા છે.

સામાન્ય નાગરિકો પાસેથી વસૂલાયા
ગુજરાત સરકારને નાણાકીય વર્ષ 2025-26માં ઘર, મકાન, દુકાન અને ઉદ્યોગોની મિલકતોના  ખરીદ-વેચાણ અને જૂના ટ્રાન્સફરના દસ્તાવેજો માંથી સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ફી પેટે કુલ રૂ. 19 હજાર 102 કરોડની આવક થઈ છે.
પાછલા નાણાકીય વર્ષ 2014-25માં રૂ. 14 હજાર 706 કરોડની આવક થઈ હતી. જે આગલા વર્ષની સરખામણીએ 30 ટકાનો વધારો થયો છે.

સમગ્ર ગુજરાતમાં વર્ષ દરમિયાન કુલ 18.95 લાખ મિલકતોના દસ્તાવેજો થયા હતા. દસ્તાવેજોની સંખ્યામાં માત્ર થોડો જ વધારો થયો હતો. પરંતુ નવી જંત્રી અને મિલકતોના વધેલા બજાર ભાવોને કારણે સરકારની સ્ટેમ્પ ડ્યુટીની આવકમાં તીવ્ર વધારો થયો છે.

અમદાવાદમાં 3 લાખ 76 હજાર 859 મિલકતોની નોંધણી થઈ હતી, જેમાં સરકારને રૂ. 4 હજાર 379 કરોડની આવક થઈ હતી. ત્યાર પછી સુરત, વડોદરા અને રાજકોટમાં થઈ હતી.

મિલકતના કુલ કિંમત અથવા જંત્રીમાંથી જે વધુ હોય તેના 4.9 ટકા અને નોંધણી ફી 1 ટકો લેવાય છે.

આવી જંગી આવક કરી લીધા પછી સરકારે બજેટમાં મિલકતોના વેચાણ માટે સ્ટેમ્પ ડ્યુટીના નિયમો ઘણા હળવા કર્યા હતા.

વડીલોપાર્જિત મિલકત જો અવસાન પામેલી પુત્રીના વારસદારોના નામે ટ્રાન્સફર કરવા રૂ. 200 કરાયા હતા.

ધંધા કે ઉદ્યોગની લોન અને ગીરો ખત માટે મોર્ટગેજ કરવાની સ્ટેમ્પ ડ્યુટી રૂ. 25 હજારથી ઘટાડીને રૂ. 5 હજાર કરાઈ હતી.

1 વર્ષથી ઓછા સમયના રહેણાંક ભાડા કરાર પર રૂ.500 અને વાણિજ્યિક, દુકાન, કટેરી માટે રૂ. 1 હજાર કર્યા હતા.

આ પણ વાંચો:

Related Posts

GSPL Gas Pipeline Dwarka Farmers Protest: અર્જૂન મોઢવાડિયાનું જંગલરાજ, મરીન પાર્કમાં ગેસ પાઈપલાઈનને મંજૂરી, દ્વારકા સરકારી GSPLનો ઘરનો કાયદો
  • July 28, 2026

GSPL Gas Pipeline Dwarka Farmers Protest: અર્જૂન મોઢવાડિયાનું જંગલરાજ, મરીન પાર્કમાં ગેસ પાઈપલાઈનને મંજૂરી, દ્વારકા સરકારી GSPLનો ઘરનો કાયદો દિલીપ પટેલ 28 જૂલાઈ 2026 21 જૂલાઈ 2026ના રોજ દેવભૂમિ દ્વારકા…

Continue reading
Isudan Gadhvi: પૂર, પેપર લીક અને ભ્રષ્ટાચાર મુદ્દે ગુજરાત AAP આક્રમક, ઉગ્ર આંદોલનની ચેતવણી
  • July 28, 2026

Isudan Gadhvi: આમ આદમી પાર્ટી (AAP)ના નેતા ઇસુદાન ગઢવીએ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં રહેલા બે મહત્વના મુદ્દાઓને લઈને રાજ્ય સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા છે. પ્રથમ મુદ્દો રાજ્યમાં ફરી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Priyank Kharge on RSS Registration: રજિસ્ટ્રેશન વગર કેમ કાર્ય કરે છે RSS? પ્રિયંક ખડગેએ ઉઠાવ્યા સવાલ

  • July 29, 2026
  • 2 views
Priyank Kharge on RSS Registration: રજિસ્ટ્રેશન વગર કેમ કાર્ય કરે છે RSS? પ્રિયંક ખડગેએ ઉઠાવ્યા સવાલ

Delhi Police CPI(M) Office: ઓઇશી ઘોષને પકડવા વોરંટ વગર માકપા ઓફિસમાં ઘૂસી દિલ્હી પોલીસ? પક્ષનો ગંભીર આરોપ

  • July 29, 2026
  • 3 views
Delhi Police CPI(M) Office: ઓઇશી ઘોષને પકડવા વોરંટ વગર માકપા ઓફિસમાં ઘૂસી દિલ્હી પોલીસ? પક્ષનો ગંભીર આરોપ

GIDC Stamp Duty: ઉદ્યોપતિઓએ ઔદ્યોગિક વસાહતોમાં સ્ટેમ્પ ડ્યુટી માફી માંગી, ગુજરાતના દરેક સામાન્ય લોકોએ અગાઉના મકાન સોદા ઉપર નાણા આપી દીધા 

  • July 29, 2026
  • 5 views
GIDC Stamp Duty: ઉદ્યોપતિઓએ ઔદ્યોગિક વસાહતોમાં સ્ટેમ્પ ડ્યુટી માફી માંગી, ગુજરાતના દરેક સામાન્ય લોકોએ અગાઉના મકાન સોદા ઉપર નાણા આપી દીધા 

Sanjay Singh AAP: બિહારથી બંગાળ સુધી ધરપકડો, હવે નવું આંદોલન ઊભું થશે — સંજય સિંહ

  • July 29, 2026
  • 6 views
Sanjay Singh AAP: બિહારથી બંગાળ સુધી ધરપકડો, હવે નવું આંદોલન ઊભું થશે — સંજય સિંહ

Tobacco Addiction India: ભારતમાં ગુટખા અને તમાકુનું વધતું વ્યસન, દેશના આરોગ્ય, અર્થતંત્ર અને સમાજ માટે મોટો ખતરો

  • 7 views
GSPL Gas Pipeline Dwarka Farmers Protest: અર્જૂન મોઢવાડિયાનું જંગલરાજ, મરીન પાર્કમાં ગેસ પાઈપલાઈનને મંજૂરી, દ્વારકા સરકારી GSPLનો ઘરનો કાયદો