
Ahmedabad: અમદાવાદમાં હાલ અનેક સ્થળો પર લોકોને બેઘર કરી તંત્ર દબાણો હટાવી રહ્યું છે. ઓઢવ વિસ્તારમાં આવેલી રબારી વસાહતના મકાનો તાનાશાહી ઢબે તોડી પાડવામાં આવ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે પહેલા ગાય છોડાવી હવે ઘર છીનવી લીધા. અમારી પાસે ટેક્સ પણ વસૂલાયો છે. જો વસાહત ગેરકાયદેસર હોત તો ટેક્સ કેવી રીતે વસૂલ્યો તેવા સવાલ કર્યા છે. રબારી સમાજનો આક્ષેપ છે કે પહેલા શહેરમાં ગાયો ન રાખી શકો તેમ કહી ગાયો કઢાવી હવે, તે જગ્યા પર અમે ઘરો બનાવ્યા હતા. હવે આ જગ્યા પર બનાવેલા ઘરો તોડી પાડવામાં આવ્યા. જેથી તાનાશાહી તંત્ર સામે રબારી સમાજે ફિટકાર વરસાવી છે. સાથે જ વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરી આપવામાં કરી છે. તેમનો આક્ષેપ છે કે અમારા દબાણો તોડી અહીં બગીચો બનાવવા માગે છે.
બેઘર બનેલા રબારી સામજના લોકોની AAP ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી(Isudan Gadhvi)એ મુલાકાત લીધી છે. ઓઢવ વિસ્તારમાં રબારી કોલોનીની આવેલી છે. જ્યા રબારી સમાજના મકાનો તોડી પાડવામાં આવ્યા છે. અહીં મુલાકાત લઈ ઈસુદાન ગઢવીએ કહ્યું કે ગુજરાતની સ્થાપના થઈ તે પહેલાના મકાનોને હિટલરશાહી રૂપે તોડી નાખવામાં આવ્યા છે. સરકાર, કોર્પોરેશન અને નેતાઓની મિલીભગતના કારણે લોકોના મકાનો તોડવામાં આવ્યા છે. આ મુદ્દે તમામ લોકો પર ફરિયાદ થઈ શકે છે.
માલધારીઓના ઘર પાછા નહીં બને તો ભાજપના નેતાઓના ગેરકાયદેસરના મકાનો તોડીશું
વધુમાં ઈસુદાન ગઢવીએ કહ્યું આ મુદ્દા પર થોડા સમય બાદ ફેસબૂક પર 5000 માલધારીઓ લાઈવ થઈશું. વિજય રૂપાણીએ ગુજરાત છોડવું પડ્યું તેમ ભૂપેન્દ્ર પટેલે પણ ગુજરાત છોડવું પડશે. ઈસુદાન ગઢવીએ કહ્યું 2027 પહેલા ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી પદેથી હટાવીશું. ભૂપેન્દ્ર પટેલ તેમની સત્તા બચાવવા માગતા હોય તો આ તમામ લોકોના ઘર ફરીથી બનાવી દે. કેટલાય ભાજપના નેતાઓએ ગેરકાયદેસર મકાનો બનાવ્યા છે, તો માલધારીઓના મકાન ફરીથી નહીં બનાવવામાં આવે તો ભાજપના નેતાઓના ગેરકાયદેસર મકાનો તોડીશું.
આ પણ જુઓઃ
આ પણ વાંચોઃ Surendranagar: નસબંધીના ઓપરેશન સમયે થયેલા મહિલાના મોત મામલે તપાસના આદેશ