Ahmedabad: ઈ-કોમર્સ સાઈટને હેક કરવા મામલે વધુ એકની ધરપકડ? ટોળકી સાઈટ સાથે છેડછાડ કરી કરોડો રુપિયા કેવી રીતે કમાતી?

  • Gujarat
  • February 3, 2025
  • 1 Comments

E-commerce fraud Ahmedabad:  તાજેતરમાં અમદાવાદના રીલિફ રોડ પરની એક ઓફિસમાં ક્રિકેટ સટ્ટા બેટિંગ ચાલતું ઝડપાયું હતુ. આ ઓનલાઈન જુગારધામ પર દરોડા પાડવા ગયેલી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઇ કોમર્સ(-e-commerce) સાઇટને કરોડોનો ચૂનો લગાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. જેમાં ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. આ ત્રણ શખ્સોની ટોળકી ઈ કોમર્સ વેબસાઈટને હેક કરી તે વેબસાઈટ પરથી મોંઘી વસ્તુઓ ખરીદી કિંમતમાં ચેડાં કરી છેતરપિંડી કરતી હતી. ત્યારે આ મામલે વધુ 1 શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓની તપાસમાં ખુલાસો છેલ્લા દોઢ બે વર્ષમાં એક બે નહીં પરંતુ 7 કરોડ રૂપિયાની ઠગાઈ કરી હતી.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે ઓનલાઇન અને સટ્ટા બેટિંગની અલગ અલગ વેબસાઈટના ક્લાયન્ટ આઈડી મેળવી મોબાઇલ અને લેપટોપમાં કેટલાક આરોપીઓ રિલીફ રોડ પાસે એક ઓફિસમાં સટ્ટા રમાડે છે. જેના આધારે તપાસ કરતાં ત્યાંથી આ ત્રણે આરોપીઓ ઝડપાઈ ગયા હતા. વિજય વાઘેલા, નિતેશ ઉર્ફે છોટુ મડતા અને આદિલ પરમાર નામના આરોપીઓની ધરપકડ કરી હતી. આ ત્રણેય આરોપીઓએ સિક્યુરિટી ટેસ્ટિંગ સોફ્ટવેરની મદદથી ઈ કોમર્સ વેબસાઈટ ડિ-બંગિગ હેક કરી વેબસાઈટ પરથી નજીવા ભાવે વસ્તુઓ ખરીદી બનાવટી સરનામા પર મેળવી છેતરપિંડી આચરતાં હતા.

વધુ એક આરોપીની ધરપકડ

આ સમગ્ર છેતરપીંડી મામલે વધુ એક આરોપીની ધરપકડ કરાઈ છે. એક્સીસ બેન્કના રાપણીપ બ્રાંચની ફોરેન ચેસ્ટ કરન્સનીના ડેપ્યુટી મેનેજર સહદેવ ખોખરની ધરપકડ કરવામાં આવી છે. તેમજ આ જ બેન્કના અન્ય 4 બેંકકર્મીઓ પણ સંડોવાયેલા હાવાનું બહાર આવ્યા છે. જેથી ક્રાઈમ બ્રાંચે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આરોપી વિજય વાઘેલા અને સહદેવ ખોખર વચ્ચે જૂૂનો નાતો

આરોપી વિજય અને મેનેજર સહદેવ કોલેજના મિત્રો હોવાનું  બહાર આવ્યું છે. જેથી બંને એકબીજામાં સંપર્કમાં હતા તે સમયે વિજયે સહદેવને રૂપિયાની લાલચ આપીને કોડ મેળવવાની વાત કરી હતી જેથી રૂપિયાની લાલચમાં આવીને સહદેવે કોડ વોટ્સઅપથી આપવાના શરૂ કર્યા હતા.

બાપુનગરના ઈસમની સંડોવણી હોવાની આશંકા

બાપુનગરનો જય નામનો આરોપી જે વસ્તુઓ આ લોકો પાર્સલમાં મંગાવતા હતા તે સસ્તા ભાવે વેચીને પોતાનું કમિશન લઇને બાકીના રૂપિયા આરોપીઓને આપતો હતો. જ્યારે સોનુ જેવી વસ્તુઓ જય માણેકચોકમાં સસ્તામાં વેચીને રૂપિયા લેતો હતો. જ્વેલર્સ સાથે જયની મિલિભગત હોવાથી તે ચોરીનું સોનું પણ ત્યાં ઓગાળીને વેચી મારતો હોવાના અહેવાલ છે.  હાલ જય ફરાર થઈ જતા તેનીધરપકડની કાર્યવાહી શરુ કરી છે.

 સાંંભળો ફ્રોડ અંગે DCP અજિત રાજીયાને (ક્રાઈમ બ્રાંચ અમદાવાદ)  શું કહ્યું?

આ પણ વાંચોઃ વિશ્વના 10 સૌથી શક્તિશાળી દેશોમાં ભારતને કેમ ન મળ્યું સ્થાન?

Related Posts

Bhavnagar: નદીમાથી માટી ભરવા બાબતે માથાભારે ઈસમોએ વૃદ્ધને ઢોર માર માર્યો, પટેલ સમાજમાં ભારે રોષ
  • August 8, 2025

Bhavnagar: ભાવનગર જિલ્લામાં તાજેતરના સમયમાં ગુનાખોરીના બનાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, જે ચિંતાનો વિષય બન્યો છે. તાજેતરમાં વલ્લભીપુર તાલુકાના કાળા તળાવ ગામે 74 વર્ષીય વૃદ્ધ અરજણભાઈ દિયોરા પર લાકડી…

Continue reading
Accident: મોરબી-કચ્છ હાઈવે પર સૂરજબારી પુલ નજીક ભયાનક ટ્રિપલ અકસ્માત: બે વિદ્યાર્થી સહિત ચારના કરુણ મોત
  • August 8, 2025

 Accident: ગુજરાતના મોરબી-કચ્છ હાઈવે પર માળિયા મિયાણા તાલુકાના હરિપર ગામ નજીક સૂરજબારી પુલ પાસે ગઈકાલે રાત્રે 11 વાગ્યાના અરસામાં એક ભયાનક ટ્રિપલ અકસ્માત સર્જાયો છે, જેમાં ચાર લોકોના કરુણ મોત…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Manoj Tiwari Controversy: કાવડ યાત્રા દરમિયાન મનોજ તિવારીએ કર્યું પાપ? વૃદ્ધ વ્યક્તિ પાસે પગની માલિશ કરાવી, વિડીયો વાયરલ થતા ભડક્યા લોકો

  • August 8, 2025
  • 3 views
Manoj Tiwari Controversy: કાવડ યાત્રા દરમિયાન મનોજ તિવારીએ કર્યું પાપ?  વૃદ્ધ વ્યક્તિ પાસે પગની માલિશ કરાવી, વિડીયો વાયરલ થતા ભડક્યા લોકો

Delhi Tubata Restaurant: ટુંકા કપડા પહેરો તો જ મળશે એન્ટ્રી! સલવાર- સૂટ પહેરેલા હોવાથી કપલને રેસ્ટોરન્ટમાં ન જવા દીધા

  • August 8, 2025
  • 5 views
Delhi Tubata  Restaurant: ટુંકા કપડા પહેરો તો જ મળશે એન્ટ્રી!  સલવાર- સૂટ પહેરેલા હોવાથી કપલને રેસ્ટોરન્ટમાં ન જવા દીધા

Vote theft: મોદી વોટ ચોરી કરી PM બન્યા, 25 સીટ 35 હજાર કે પછી ઓછા મતથી જીત્યા, રાહુલના આરોપ

  • August 8, 2025
  • 10 views
Vote theft: મોદી વોટ ચોરી કરી PM બન્યા, 25 સીટ 35 હજાર કે પછી ઓછા મતથી જીત્યા, રાહુલના આરોપ

Jhansi: CRPF જવાન બહાર કામ કરતો, પત્ની બીજા સાથે કરતી રંગરેલિયા, પ્રેમીએ નગ્ન વીડિયો બનાવી લીધો, પછી શું થયું?

  • August 8, 2025
  • 30 views
Jhansi:  CRPF જવાન બહાર કામ કરતો, પત્ની બીજા સાથે કરતી રંગરેલિયા, પ્રેમીએ નગ્ન વીડિયો બનાવી લીધો, પછી શું થયું?

Bhavnagar: નદીમાથી માટી ભરવા બાબતે માથાભારે ઈસમોએ વૃદ્ધને ઢોર માર માર્યો, પટેલ સમાજમાં ભારે રોષ

  • August 8, 2025
  • 10 views
Bhavnagar: નદીમાથી માટી ભરવા બાબતે માથાભારે ઈસમોએ વૃદ્ધને ઢોર માર માર્યો, પટેલ સમાજમાં ભારે રોષ

Threatened: ‘જે કોઈ સલમાન સાથે કામ કરશે તે મરશે’, બોલિવૂડના દિગ્દર્શકો-નિર્માતાઓને ધમકીભર્યો ઓડિયો વાયરલ

  • August 8, 2025
  • 28 views
Threatened: ‘જે કોઈ સલમાન સાથે કામ કરશે તે મરશે’, બોલિવૂડના દિગ્દર્શકો-નિર્માતાઓને ધમકીભર્યો ઓડિયો વાયરલ