UCCનો AAP પાર્ટી દ્વારા ઉગ્ર વિરોધ, આદિવાસીઓને શું છે મોટી સમસ્યા?

  • Gujarat
  • February 4, 2025
  • 0 Comments

AAP પાર્ટી UCCનો વિરોધ કરશે

આદિવાસી સમાજમાં બહુપત્નીત્વને અસર
દરેક ધર્મના લોકોને  અડચણરુપ

 

ગુજરાત સરકારે UCC લાગુ કરવાની તજવીજ હાથ ધરી છે. ત્યારે તેના સામે ધારાસભ્ય ચૈતર વસાવા અને ઈસુદાન ગઢવીએ વિરોધ નોંધાવ્યો છે.
યુનિફોર્મ સિવિલ કોડ પર ‘આપ’ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીને પરંપરાગત સંસ્કૃતિ પર યુનિફોર્મ સિવિલ કોડ એક તરાપ સમાન કાયદો છે. આદિવાસી સમાજ અને માલધારી સમાજની સંસ્કૃતિ વિરુદ્ધ યુસીસીનો કાયદો છે.

 

 

 

ઈસુદાને કહ્યું  કે ઈસાઈ, શીખ, મુસ્લિમ માટે પણ આ UCCનો કાયદો અડચણરૂપ થવાનો છે.  દરેક વસ્તુને હિંદુ મુસ્લિમ કરીને કે વોટ બેન્કની દ્રષ્ટિએ જોવી યોગ્ય નથી. આદિવાસી સમાજ, માલધારી સમાજ સહિત તમામ સમાજની સંસ્કૃતિ બચાવવા માટે આમ આદમી પાર્ટી યુસીસીનો વિરોધ કરશે.

 

આદિવાસી સમાજમાં બહુપત્નીત્વને અસર

 

 

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને ધારાસભ્ય ચૈતર વસવાએ UCC મુદ્દા પર મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, યુનિફોર્મ સિવિલ કોડ પરંપરાગત સંસ્કૃતિ પર તરાપ સમાન કાયદો છે. આદિવાસી સમાજ હોય કે માલધારી સમાજ હોય, આજે પણ અમારા માલધારી સમાજમાં 80 ટકા ઘરેલુ ઝઘડાના વિવાદોને સમાજના આગેવાનો સુલજાવી લે છે. આદિવાસી સમાજમાં બહુપત્નીત્વ છે અને પોતાના રીતે રિવાજો છે, આ બધા નિયમો યુસીસી આવ્યા બાદ ખતમ થઈ જશે. માટે અમારું માનવું છે કે UCC ભાજપનું એક નાટક છે. ઈસાઈ, શીખ, મુસ્લિમ માટે પણ આ કાયદો અડચણરૂપ થવાનો છે.

ભાજપ UCC લાગુ કર્યું તો..

ગુજરાતમાં આદિવાસી સમાજની 27 સીટો છે. જો ગુજરાતમાં યુસીસી લાગુ થશે તો ભાજપમાં 27 સીટો પર ઘુસી પણ નહીં શકે. માલધારી સમાજને પણ અસર કરતો આ કાયદો છે. હું આ કમિટીને વિનંતી કરીશ કે દરેક સમાજના એક એક પાસા પર વિચાર કરવામાં આવે. ભાજપને કહેવા માંગીશ કે દરેક વસ્તુને હિંદુ મુસ્લિમ કરીને કે વોટ બેન્કની દ્રષ્ટિએ જોવી યોગ્ય નથી. કામ કરો અને કામના નામે મત માંગો. જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે આ લોકોને યુનિફોર્મ સિવિલ કોડ દેખાય છે. હવે ફેબ્રુઆરી 2026માં મહાનગરપાલિકા ચૂંટણીના સમયે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી આ મુદ્દે એક પ્રેસ કોન્ફરન્સ કરશે અને ઓક્ટોબર કે નવેમ્બર 2027માં ફરીથી વિધાનસભા ચૂંટણી પહેલા આ UCC નો મુદ્દો ઉઠાવવામાં આવશે.

 

હિંદુ-મુસ્લિમ કરીને કે વોટ બેન્કની દ્રષ્ટિએ જોવી યોગ્ય નથી

ઈસુદાને કહ્યું ગુજરાતમાં આદિવાસી સમાજની 27 સીટો છે. જો ગુજરાતમાં યુસીસી લાગુ થશે તો ભાજપમાં 27 સીટો પર ઘુસી પણ નહીં શકે. માલધારી સમાજને પણ અસર કરતો આ કાયદો છે. હું આ કમિટીને વિનંતી કરીશ કે દરેક સમાજના એક એક પાસા પર વિચાર કરવામાં આવે. ભાજપને કહેવા માંગીશ કે દરેક વસ્તુને હિંદુ-મુસ્લિમ કરીને કે વોટ બેન્કની દ્રષ્ટિએ જોવી યોગ્ય નથી. કામ કરો અને કામના નામે મત માંગો. જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે આ લોકોને યુનિફોર્મ સિવિલ કોડ દેખાય છે. ભાજપની કોઈપણ વાતોમાં ભ્રમિત થતા નહીં. યુનિફોર્મ સિવિલ કોડ દરેક સમાજના જેમ કે પ્રજાપતિ સમાજની અલગ વ્યવસ્થા છે આદિવાસી સમાજની અલગ વ્યવસ્થાઓ છે આ સિવાય નાની નાની જ્ઞાતિઓને પણ આ કાયદાથી અડચણ પડવાની છે. તો જો કોઈપણ સમાજને નડતરરૂપ થશે તો અમે આ કાયદાનો વિરોધ કરીશું.

 

આ પણ વાંચોઃ UCC લાગુ કરવા સરકારની મોટી જાહેરાત: SCના નિવૃત જજ રંજના દેસાઈની અધ્યક્ષતામાં કમિટિની રચના

આ પણ વાંચોઃ RAJKOT: સરસ્વતી માતાની મૂર્તિનાં વિસર્જન વખતે કરુણાંતિકા: બે યુવાન ડૂબી જતાં મોત, બાળકે પિતા ગુમાવ્યા

Related Posts

Junagadh: અમદાવાદની જેમ જૂનાગઢમાં મોટું દબાણ હટાવવાનું કામ, આ બેઘરોને છત કોણ આપશે?
  • April 30, 2025

Junagadh Demolition: અમદાવાદના ચંડોળા વિસ્તારમાં બાંગ્લાદેશીઓની વસાહતના બહાના હેઠળ સરકાર ગરીબોના ઝૂંપડા પાડી રહી છે. જેથી લોકો આકરા ઉનાળામાં બેઘર બન્યા છે. લોકોના માથેથી છત જતી રહી છે. તેઓ પોતાના…

Continue reading
Amreli: બાબરા-અમરેલી રોડ પર ડીઝલ ટેન્કર પલટી જતાં બ્લાસ્ટ, ડ્રાઈવર ભડથું
  • April 30, 2025

Amreli Accident: રાજકોટથી અમેરલી જતાં ડીઝલ ટેન્કરમાં એકાએક બ્લાસ્ટ થઈ ગયો છે. બાબરા-અમેરલી રોડ પર લુણકી ગામ નજીક ડિઝલ ટેન્કરમાં બ્લાસ્ટ થતાં ડ્રાઈવર સળગી જતાં ઘટનાસ્થળે જ મોત થઈ ગયું…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

ભારતમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરવા સરકાર તૈયાર

  • April 30, 2025
  • 11 views
ભારતમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરવા સરકાર તૈયાર

સીમા હૈદર પાકિસ્તાનનો કચરો, પાછી મોકલવી જોઈએ, મિથિલેશ ભાટી ગુસ્સે ભરાઈ

  • April 30, 2025
  • 22 views
સીમા હૈદર પાકિસ્તાનનો કચરો, પાછી મોકલવી જોઈએ, મિથિલેશ ભાટી ગુસ્સે ભરાઈ

Junagadh: અમદાવાદની જેમ જૂનાગઢમાં મોટું દબાણ હટાવવાનું કામ, આ બેઘરોને છત કોણ આપશે?

  • April 30, 2025
  • 24 views
Junagadh: અમદાવાદની જેમ જૂનાગઢમાં મોટું દબાણ હટાવવાનું કામ, આ બેઘરોને છત કોણ આપશે?

Char Dham Yatra: ગંગોત્રી-યમુનોત્રીના દ્વાર ખૂલ્યા, CMએ પહેલી પૂજા મોદીના નામે કરી

  • April 30, 2025
  • 18 views
Char Dham Yatra: ગંગોત્રી-યમુનોત્રીના દ્વાર ખૂલ્યા, CMએ પહેલી પૂજા મોદીના નામે કરી

Ahmedabad: 3 વર્ષમાં 70 લાખ વૃક્ષારોપણ, 24 લાખ મરી ગયા, મોદી વૃક્ષોના નામે જુઠ્ઠુ બોલ્યા!  

  • April 30, 2025
  • 38 views
Ahmedabad: 3 વર્ષમાં 70 લાખ વૃક્ષારોપણ, 24 લાખ મરી ગયા, મોદી વૃક્ષોના નામે જુઠ્ઠુ બોલ્યા!  

Amreli: બાબરા-અમરેલી રોડ પર ડીઝલ ટેન્કર પલટી જતાં બ્લાસ્ટ, ડ્રાઈવર ભડથું

  • April 30, 2025
  • 41 views
Amreli: બાબરા-અમરેલી રોડ પર ડીઝલ ટેન્કર પલટી જતાં બ્લાસ્ટ, ડ્રાઈવર ભડથું