મેક્સિકોમાં ભયંકર રોડ અકસ્માત; 41 લોકો જીવતા ભૂંજાઈ ગયા

  • India
  • February 9, 2025
  • 0 Comments
  • મેક્સિકોમાં ભયંકર રોડ અકસ્માત; 41 લોકો જીવતા ભૂંજાઈ ગયા

રોડ અકસ્માત: મેક્સિકોમાં એક રોડ અકસ્માતમાં એક સાથે 41 લોકો જીવતા આગમાં ભૂંજાઈ ગયા છે. દક્ષિણ મેક્સિકોમાં ટ્રક અને બસ વચ્ચે થયેલા અકસ્માતમાં 41 લોકોના મોત થયા છે. હવે મેક્સિકોના ટાબાસ્કો રાજ્યની સરકારે એક નિવેદનમાં જણાવ્યું છે કે, 38 મુસાફરોને લઈને જઈ રહેલી બસની એક ટ્રક સાથે ટક્કર થઈ ગઈ હતી.

બસ કેનકનથી ટાબાસ્કો આવી રહી હતી. આ અકસ્માતમાં બસમાં સવાર 38 મુસાફરો અને બે ડ્રાઈવરોના મોત થઈ ગયા છે. આ સાથે જ ટ્રકના ડ્રાઈવરનું પણ મોત થઈ ગયું છે. આ ભયાનક માર્ગ અકસ્માત બાદ બસ આગની લપેટમાં આવી ગઈ હતી અને સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી અને આગમાં 41 લોકો જીવતા ભૂંજાયા છે.

આ અકસ્માત શનિવારે સવારે એસ્કાર્સેગા શહેર નજીક સર્જાયો હતો. અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ઘાયલ મુસાફરોના જીવ ખતરામાંથી બહાર છે.

આ પણ વાંચો- મેઘા ઓપરેશન; સેનાએ 31 નક્સલવાદીઓને ઉતાર્યા મોતને ઘાટ; બે જવાન શહીદ

આગ ઓલવાઈ ગયા બાદ માત્ર બસના ફ્રેમના અવશેષો જ બચ્યા હતા.ટાબાસ્કોના અધિકારીઓએ જણાવ્યું કે, અત્યાર સુધીમાં 38 મૃતદેહો મળી આવ્યા છે. અકસ્માતગ્રસ્ત બસમાંથી પુરાવા મેળવવાનું કામ ચાલી રહ્યું છે. બસ ઓપરેટર ટુર્સ એકોસ્ટાએ ફેસબુક પર એક નિવેદનમાં અકસ્માતની પુષ્ટિ કરી અને કહ્યું કે ‘જે બન્યું તેના માટે અમે ખૂબ જ દુ:ખી છીએ.’

આ સાથે જ ટુર્સ એકોસ્ટાએ એમ પણ કહ્યું કે, ‘અમે અધિકારીઓ સાથે મળીને એ જાણવા માટે કામ કરી રહ્યા છીએ કે, અકસ્માત પાછળના કારણો શું હતા અને અકસ્માત થયો ત્યારે બસની ગતિ કેટલી હતી? અકસ્માત માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.’

બસ ઓપરેટર એકોસ્ટાએ આગળ જણાવ્યું કે, ‘અકસ્માતનો ભોગ બનેલા લોકોને વળતર આપવામાં આવશે. અમે મૃતકના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ. કંપની શોકગ્રસ્ત પરિવારોની સાથે ઉભી છે. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહો પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા છે. ઘાયલોને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવી રહી છે.’

આ પણ વાંચો- શું આગામી દિવસોમાં બીજું એક મોટું કૌભાંડ દેશને હચમચાવી નાખશે?, જુઓ ખાસ ચર્ચા

Related Posts

Himachal Pradesh: કાર 500 મીટર ઊંડી ખીણમાં પડી, એક જ પરિવારના 6 લોકોના મોત
  • August 8, 2025

Himachal Pradesh: હિમાચલ પ્રદેશના ચંબામાં ગુરુવારે મોડી રાત્રે એક મોટો અકસ્માત થયો છે. જિલ્લાના ચુરાહમાં એક કાર ઊંડી ખીણમાં પડી ગઈ. આ અકસ્માતમાં સવાર છ લોકોના મોત થયા છે. મૃતકોમાં…

Continue reading
આખરે EC-BJP ની ચોરી બહાર આવી, રાહુલ ગાંધીએ પુરાવા સાથે કાંડ બતાવ્યા, જુઓ
  • August 7, 2025

 EC-BJP: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આજે એક ખાસ પત્રકાર પરિષદ યોજી ભાજપ અને ચૂંટણીપંચની પોલ ખોલી નાખતાં દેશના રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. એક-એક પુરાવા સાથે રાહુલ ગાંધીએ બતાવ્યા છે. આ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Amreli: રખડતા શ્વાનએ 2 વર્ષના બાળકને શિકાર કરવા બચકુ ભરી ઉઠાવ્યું, પિતાએ બાળકને મોતના મુખમાંથી બચાવ્યો

  • August 8, 2025
  • 5 views
Amreli: રખડતા શ્વાનએ 2 વર્ષના બાળકને શિકાર કરવા બચકુ ભરી ઉઠાવ્યું, પિતાએ બાળકને મોતના મુખમાંથી  બચાવ્યો

Himachal Pradesh: કાર 500 મીટર ઊંડી ખીણમાં પડી, એક જ પરિવારના 6 લોકોના મોત

  • August 8, 2025
  • 10 views
Himachal Pradesh: કાર 500 મીટર ઊંડી ખીણમાં પડી, એક જ પરિવારના 6 લોકોના મોત

Bharuch: 35થી વધુ આંગણવાડી બહેનોને આવ્યા ન્યૂડ વીડિયો કોલ, મહિલાઓ વિફરી , પછી જુઓ શું કર્યું

  • August 8, 2025
  • 19 views
Bharuch: 35થી વધુ આંગણવાડી બહેનોને આવ્યા ન્યૂડ વીડિયો કોલ, મહિલાઓ વિફરી , પછી જુઓ શું કર્યું

Aajab Gajab: એક એવું ગામ જ્યાં એક પણ રસ્તો નથી, જાણો કયાં છે આ અનોખું ગામ?

  • August 7, 2025
  • 10 views
Aajab Gajab: એક એવું ગામ જ્યાં એક પણ રસ્તો નથી, જાણો કયાં છે આ અનોખું ગામ?

Kinmemai Premium Rice: દુનિયાના સૌથી મોંઘાં ચોખા, 1 કિલોનો ભાવ જાણી ચોંકી જશો

  • August 7, 2025
  • 6 views
Kinmemai Premium Rice: દુનિયાના સૌથી મોંઘાં ચોખા, 1 કિલોનો ભાવ જાણી ચોંકી જશો

Technology: ચીને સૂર્યપ્રકાશમાંથી કેરોસીન, જર્મનીએ હવામાંથી પાણી બનાવ્યું, જાણો કઈ રીતે?

  • August 7, 2025
  • 18 views
Technology: ચીને સૂર્યપ્રકાશમાંથી કેરોસીન, જર્મનીએ હવામાંથી પાણી બનાવ્યું, જાણો કઈ રીતે?