
- સરકારી નર્સિંગ કોલેજમાં ભયંકર રેગિંગ: પ્રાઈવેટ પાર્ટ પર લટકાવ્યા ડમ્બેલ; પરિકરથી પહોંચાડી ગંભીર ઈજાઓ
કેરળની એક સરકારી નર્સિંગ કોલેજમાં ભયંકર રેગિંગ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સિનિયર વિદ્યાર્થીઓએ તેમના જુનિયર વિદ્યાર્થીઓને નગ્ન કર્યા અને તેમને માનસિક અને શારીરિક ત્રાસ આપ્યો છે. વિદ્યાર્થીઓની ફરિયાદના આધારે પોલીસે 5 વિદ્યાર્થીઓની ધરપકડ કરી હતી. ચાલો જાણીએ શું છે આખો મામલો?
આ મામલો કોટ્ટાયમ સ્થિત એક નર્સિંગ કોલેજનો છે. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, પોલીસે જણાવ્યું હતું કે રેગિંગ કેસમાં નર્સિંગના ત્રીજા વર્ષના પાંચ વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી છે. પ્રથમ વર્ષના 3 વિદ્યાર્થીઓની ફરિયાદ પર તેમની સામે કેસ નોંધવામાં આવ્યો છે. એન્ટી રેગિંગ એક્ટ હેઠળ નોંધાયેલી FIR મુજબ, રેગિંગ નવેમ્બર 2024 માં શરૂ થયું હતું.
પીડિત વિદ્યાર્થીઓએ તેમની ફરિયાદમાં જણાવ્યું હતું કે સિનિયર વિદ્યાર્થીઓએ તેમને નગ્ન ઊભા રહેવા માટે દબાણ કર્યું અને પછી તેમના ગુપ્ત ભાગોમાં ડમ્બેલ લટકાવી દીધા હતા. તેમણે આરોપ લગાવ્યો કે ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓએ કંપાસમાં આવતા પરિકર અને અન્ય સમાન વસ્તુઓનો ઉપયોગ કરીને તેમને ગંભીર ઇજાઓ પણ પહોંચાડી હતી. આ પછી સીનિયરોએ તેમને વધુ દુખાવો થાય તે માટે તેના ઘા પર બળજબરીથી લોશન લગાવવાનું કહ્યું હતું.
ફરિયાદમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓને તેમના ચહેરા અને હાથ પર બળજબરીથી ક્રીમ લગાવવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા અને પછી તેને તેમના મોંમાં નાખવામાં આવ્યા હતા. રિપોર્ટ અનુસાર, સિનિયર્સે જુનિયર્સને ધમકી આપી હતી કે જો તેઓ કોઈને રેગિંગ વિશે ફરિયાદ કરશે તો તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે. ફરિયાદીઓએ જણાવ્યું હતું કે સિનિયર વિદ્યાર્થીઓએ જુનિયર વિદ્યાર્થીઓ પાસેથી દારૂ ખરીદવા માટે પૈસા પડાવ્યા હતા, ત્યારબાદ તેઓએ તેમને માર પણ માર્યો હતો.
આ પણ વાંચો- Asteroid 2024 YR4: આ એસ્ટરોઇડ પૃથ્વી સાથે નહીં, ચંદ્ર સાથે અથડાશે! વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી