
- વડોદરા નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત; ત્રણ લોકોના મોત
વડોદરા નજીક સર્જાયેલા એક ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોના મોત નિપજ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર, સુરતથી એક પરિવાર પાવાગઢ દર્શન કરવા આવ્યો હતો. દર્શન કરીને પરત ઘરે જતી વખતે ગાડીને અકસ્માત નડ્યો હતો.
પ્રાથમિક માહિતી અનુસાર, પાવાગઢથી પરત ફરતા ગાડી હાઈવે પરથી નીચે ઉતરી ગઈ હતી. જેથી અકસ્માત સર્જાયો હતો. હવે ગાડી કેમ હાઇવેથી નીચે ઉતરી ગઈ હતી, તે અંગેની માહિતી સામે આવી નથી. આ ગોઝારા અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે પાંચ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ અકસ્માત અંગે વધારે માહિતીની રાહ જોવામાં આવી રહી છે.