
ઉત્તર પ્રદેશમાં વારંવાર કથાઓમાં નાસભાગની ઘટનાઓ બનતી રહે છે. ત્યારે હવે વધુ એક ઘટના નાસભાગની બની છે. મેરઠમાં એક કથામાં ભારે નાસભાગ મચી ગઈ છે. કથામાં 1 લાખથી વધુની ભીડ એકઠી થઈ હતી. અચાનક જ કથામાં ભીડ બેકાબૂ બનતા નાસભાગ મચી ગઈ છે. જેમાં ઘણી મહિલા અને વૃધ્ધો કચાઈ ગયાં છે.
મળતી માહિતી અનુસાર ઉત્તર પ્રદેશના મેરઠમાં પંડિત પ્રદીપ મિશ્રાની કથાનું આયોજન કરાયું છે. આજે કથાનો છઠ્ઠો દિવસ છે અને આવતીકાલે છેલ્લો દિવસ છે. આજે બપોરે 1 વાગ્યે કથાનો પ્રારંભ થયો હતો. જ્યા લગભગ 1 લાખ લોકો પહોંચ્યા હતા.
કેવી રીતે મચી નાસભાગ?
જ્યારે કથા શરૂ થઈ ત્યારે લોકો ઉતાવળમાં અંદર જઈ રહ્યા હતા. પછી બાઉન્સરોએ તેમને રોકીને જવા દેતાં હતાં. ભીડમાં જો કે લોકોની ભીડનો અચાનક વધારો થવાને કારણે બાઉન્સરોએ પ્રવેશ અટકાવી દીધો હતો. ત્યારે નાસભાગ મચી ગઈ હતી.
ઘાયલોને હોસ્પિટલમાં ખસેડાયા
નાસભાગ બાદ અન્ય પોલીસ સ્ટેશનની ટીમને પણ બોલાવવામાં આવી છે. જોકે, સમગ્ર ઘટનામાં હજુ સુધી કેટલાં લોકો ઘાયલ થયાં છે તેની માહિતી સામે આવી નથી. ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યાં છે.