દેશના હવામાનમાં આવ્યો અચાનક પલટો; વરસાદ-કરા અને હિમવર્ષા

  • India
  • March 1, 2025
  • 0 Comments

દેશના હવામાનમાં આવ્યો અચાનક પલટો; વરસાદ-કરા અને હિમવર્ષા

હવામાનમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે. દિલ્હી-ઉત્તરપ્રદેશથી લઈને ભારતના અનેક રાજ્યોમાં સ્થિતિ બદલાઈ રહી છે. જ્યાં દિલ્હીમાં હવામાને ગુલાંટ મારતા વરસાદ શરૂ થયો છે ત્યારે અચાનક જ ઠંડીનું જોર પણ વધી ગયું છે. આ સાથે ઉત્તરપ્રદેશના અલીગઢ અને આગરા સહિત અનેક જિલ્લામાં વરસાદની સાથે કરાંવૃષ્ટિની સ્થિતિ જોવા મળી. જેના કારણે ફરી ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો.

જ્યારે ઉત્તરાખંડના પર્વતીય વિસ્તારમાં સતત હિમવર્ષને કારણે કર્ફ્યૂ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. હિમવર્ષાને કારણે અનેક માર્ગો ઠપ થઇ ગયા છે. અનેક કિ.મી. સુધી બરફની ચાદર પથરાયેલી જોવા મળી રહી છે જેના લીધે જનજીવન અસ્ત વ્યસ્ત થઇ ગયું છે. શનિવારે પણ હવામાન વિભાગે સમગ્ર દિવસ માટે હિમવર્ષાની ચેતવણી જાહેર કરી છે.

આ પણ વાંચો- શાંતિમંત્રણા કરવા બેસેલા ટ્રમ્પે અચાનક પકડી ગરમી; અશાંતિ ફેલાઈ ગઈ

જોકે પેસિફિક મહાસાગરમાં લા નીના એક્ટિવ થતા અસર દેખાવા લાગી છે. આ વખતે હવામાન ખૂબ જ ગરબડવાળું છે અને આગળ પણ આવી જ સ્થિતિ જોવા મળી શકે છે. સામાન્ય ઠંડી બાદ હવે અસામાન્ય ગરમી માટે તૈયાર રહેવું પડશે. માર્ચથી મે સુધી દેશના મોટાભાગના વિસ્તારોમાં પ્રચંડ ગરમીની ચેતવણી જાહેર કરવામાં આવી રહી છે.

IMDની ત્રણ મહિના માટે આગાહી

ભારતીય હવામાન વિભાગ (IMD) એ શુક્રવારે આગામી ત્રણ મહિના માટે અનુમાન જારી કરતા કહ્યું કે ગરમીની ઋતુમાં આ વખતે સામાન્યથી વધુ તાપમાન જોવા મળી શકે છે. ઉત્તર ભારતના મેદાની પ્રદેશોમાં દિવસના સમયે હીટવેવ જોવા મળશે. સાથે લૂ ફૂંકાવાના દિવસોમાં વધારો થઇ શકે છે. જ્યારે માર્ચના બીજા સપ્તાહથી તાપમાનમાં વધારો થવાને કારણે રવિ તથા ગરમીના પાકને નુકસાન થવાની ભીતિ છે.

આ પણ વાંચો- હિમાચલમાં હિમવર્ષાના કારણે વહેતી થઈ બરફની નદી; 200 રોડ-રસ્તા બંધ; જાણો શું છે રાજ્યની સ્થિતિ

Related Posts

Yogi Adityanath Biopic:ફિલ્મ ‘અજય’ને પ્રમાણપત્ર ન આપવા બદલ કોર્ટે CBFCને આપ્યો ઠપકો, કહ્યું- કોઈ આવું ના કહી શકે
  • August 8, 2025

Yogi Adityanath Biopic:ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના જીવન પર આધારિત પુસ્તક “અજય: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ અ યોગી” ફિલ્મ અંગે ગુરુવારે બોમ્બે હાઈકોર્ટમાં એક મહત્વપૂર્ણ સુનાવણી યોજાઈ હતી. આ દરમિયાન…

Continue reading
Madhya Pradesh: મુસ્લિમ યુવકો ઓળખ છુપાવી રાખડી વેચવા આવ્યા, મહિલાઓના અશ્લિલ વીડિયો બનાવી કર્યા વાયરલ
  • August 8, 2025

Madhya Pradesh:  મધ્યપ્રદેશના રતલામ જિલ્લાના ધામનોદ શહેરમાં ગુરુવારે એક ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો જ્યારે બે મુસ્લિમ યુવાનો રાખડી વેચવાના બહાને પોતાની ઓળખ છુપાવીને શહેરમાં ઘૂસ્યા. બંને યુવાનોએ દુકાનમાં બેસીને સિગારેટ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Yogi Adityanath Biopic:ફિલ્મ ‘અજય’ને પ્રમાણપત્ર ન આપવા બદલ કોર્ટે CBFCને આપ્યો ઠપકો, કહ્યું- કોઈ આવું ના કહી શકે

  • August 8, 2025
  • 1 views
Yogi Adityanath Biopic:ફિલ્મ ‘અજય’ને પ્રમાણપત્ર ન આપવા બદલ કોર્ટે CBFCને આપ્યો ઠપકો, કહ્યું- કોઈ આવું ના કહી શકે

Madhya Pradesh: મુસ્લિમ યુવકો ઓળખ છુપાવી રાખડી વેચવા આવ્યા, મહિલાઓના અશ્લિલ વીડિયો બનાવી કર્યા વાયરલ

  • August 8, 2025
  • 2 views
Madhya Pradesh: મુસ્લિમ યુવકો ઓળખ છુપાવી રાખડી વેચવા આવ્યા, મહિલાઓના અશ્લિલ વીડિયો બનાવી કર્યા વાયરલ

BJP નેતા રવિ સતીજા સામે બળાત્કાર કેસના ફસાયા, કેસ પાછો ખેંચવા ખંડણી માગી, જાણો પછી શું થયું?

  • August 8, 2025
  • 5 views
BJP નેતા રવિ સતીજા સામે બળાત્કાર કેસના ફસાયા, કેસ પાછો ખેંચવા ખંડણી માગી, જાણો પછી શું થયું?

Iraqi parliament Video: ઇરાકની સંસદમાં શિયા અને સુન્ની સાંસદો વચ્ચે હાથાપાઈ, જૂતાં ચપ્પલ ઉછળ્યાં, એક બીજાને માર માર્યો

  • August 8, 2025
  • 5 views
Iraqi parliament Video: ઇરાકની સંસદમાં શિયા અને સુન્ની સાંસદો વચ્ચે હાથાપાઈ, જૂતાં ચપ્પલ ઉછળ્યાં, એક બીજાને માર માર્યો

Chhota Udepur: છોટાઉદેપુરના તમામ સરપંચો મેદાને, સરપંચોએ કેમ ઉચ્ચારી રાજીનામાની ચીમકી ?

  • August 8, 2025
  • 25 views
Chhota Udepur: છોટાઉદેપુરના તમામ સરપંચો મેદાને, સરપંચોએ કેમ ઉચ્ચારી રાજીનામાની ચીમકી ?

Manoj Tiwari Controversy: કાવડ યાત્રા દરમિયાન મનોજ તિવારીએ કર્યું પાપ? વૃદ્ધ વ્યક્તિ પાસે પગની માલિશ કરાવી, વિડીયો વાયરલ થતા ભડક્યા લોકો

  • August 8, 2025
  • 18 views
Manoj Tiwari Controversy: કાવડ યાત્રા દરમિયાન મનોજ તિવારીએ કર્યું પાપ?  વૃદ્ધ વ્યક્તિ પાસે પગની માલિશ કરાવી, વિડીયો વાયરલ થતા ભડક્યા લોકો