AAP Gujarat ની એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ, ધારાસભ્ય ઉમેશ મકવાણા રાજીનામું આપે તેવી શકયતા

AAP Gujarat: વિસાવદર બેઠક પર AAP ના ગોપાલ ઈટાલિયાની પેટાચૂંટણીમાં જીતતા આપ ખુશી મનાવી રહ્યું છે. ત્યારે આ જીતની ખુશી વચ્ચે આપ પાર્ટીને મોટો આંચકો લાગી શકે છે. બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા પાર્ટીથી નારાજ હોવાના સમાચાર છે અને આજે બપોરે ગાંધીનગર ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજીને તેઓ પોતાના ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી શકે છે.

પાર્ટીમાં અસંતોષના ભણકારા

સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉમેશ મકવાણા લાંબા સમયથી પાર્ટીના કાર્યક્રમોમાં ભાગ લેતા નથી અને AAPના અન્ય ધારાસભ્યોના ફોન પણ ઉપાડતા નથી. આ ઉપરાંત, ગારીયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણી પણ પાર્ટીથી નારાજ હોવાની ચર્ચા છે, જે AAPની અંદરની અશાંતિનો સંકેત આપે છે.

ઉમેશ મકવાણાની રાજકીય સફર

2022ની વિધાનસભા ચૂંટણીમાં AAPએ ઉમેશ મકવાણાને બોટાદ બેઠક પરથી ટિકિટ આપી હતી, જ્યાં તેમણે ભાજપના ઘનશ્યામ વિરાણી અને કોંગ્રેસના મનહર પટેલને હરાવીને જીત હાંસલ કરી હતી. જોકે, તાજેતરમાં ભાવનગર લોકસભા બેઠકથી તેઓ AAPના ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા, પરંતુ તેઓ પરાજિત થયા હતા. આ નિષ્ફળતા અને પાર્ટીની અંદરના કેટલાક મુદ્દાઓને લઈને તેમની નારાજગી વધી હોવાનું મનાય છે.

વિવાદોમાં ફસાયેલા ઉ્મેશ મકવાણા

ઉમેશ મકવાણા અગાઉ પણ વિવાદોમાં રહ્યા છે. બોટાદમાં દારૂના ધંધા સામે રાજ્યની સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી દરમિયાન, મકવાણાએ તેમના એક સાથીને બચાવવા માટે બોટાદના એસપીને ધમકી આપી હોવાનો આરોપ મંત્રી જગદીશ વિશ્વકર્માએ વિધાનસભામાં લગાવ્યો હતો. આ ઉપરાંત, તેમના પૂર્વ PA અજય જમોડે લોકસભા ચૂંટણી દરમિયાન ખર્ચેલા 13 લાખ રૂપિયા પરત ન આપવા અને ધમકી આપવાની ફરિયાદ નોંધાવી હતી.

AAPના ધારાસભ્યોની સંખ્યા ઘટીને ચાર થઈ જશે

જો ઉમેશ મકવાણા રાજીનામું આપે છે, તો વિસાવદરમાં ગોપાલ ઈટાલિયાની જીત બાદ AAPના ધારાસભ્યોની સંખ્યા ઘટીને ચાર થઈ જશે. આજે બપોરે યોજાનારી પ્રેસ કોન્ફરન્સમાં તેઓ પોતાની નારાજગીના કારણો સ્પષ્ટ કરે તેવી શક્યતા છે. આ ઘટના ગુજરાતમાં AAPની સ્થિતિ પર કેવી અસર કરશે, તે જોવું રહ્યું.

આ પણ વાંચો:

Israel-Iran war: ઈરાને લીધો HORMUZ PASS બંધ કરવાનો નિર્ણય, જાણો દેશ અને દુનિયામાં શું થશે અસર?

Vadodara માં પાણી નહીં ભરાય એવું ‘પિન્કી પ્રોમિસ’ મેયર ન આપી શક્યા..

Iran Israel War: ઈઝરાયલ ઈરાન સામે ઝૂક્યું!, નેતન્યાહૂએ યુદ્ધવિરામની જાહેરાત કરી

Indian Back From Israel: ઇઝરાયલમાં ફસાયેલા 161 ભારતીય નાગરિકો પરત ફર્યા, મુસાફરોને લઈને પહેલી ફ્લાઇટ દિલ્હી પહોંચી

Israel iran War: ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સીઝફાયરના ટ્રમ્પે ફૂક્યાં બણગા, જાણો દાવામાં કેટલી હકીકત

Israel iran War: ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધના 12 દિવસ, જાણો કોને કેટલું નુકસાન થયું?

Gujarat Rain Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 170 તાલુકાઓમાં મેઘ મહેર, આજે કયા વિસ્તારોમાં આગાહી

  • Related Posts

    Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન
    • March 19, 2026

    Mini storm: રાજ્યમાં સાયકલોનિક સર્ક્યુલેશન,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે સમગ્ર રાજ્યમાં ધૂળની ડમરી સાથે ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે.વડોદરામાં પણ સાંજના સમયે ધૂળની…

    Continue reading
    Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!
    • March 19, 2026

    ■ શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન આશ્રમમાં જ નકલી નોટો છાપવાનું ચાલુ કરી ફોર્ચ્યુનર ગાડી ઉપર ‘ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા આયુષ મંત્રાલય’નું બોર્ડ ઠપકારી હેરાફેરી ચાલુ કરી પણ વટાણા વેરાઈ ગયા અને…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Supreme Court: પોલીસ દ્વારા આરોપીને પહેરાવતી હાથકડી કે ધરપકડના વિડીયો બનાવી વાયરલ કરવા સામે સુપ્રીમમાં PIL દાખલ

    • March 20, 2026
    • 3 views
    Supreme Court: પોલીસ દ્વારા આરોપીને પહેરાવતી હાથકડી  કે ધરપકડના વિડીયો બનાવી વાયરલ કરવા સામે સુપ્રીમમાં  PIL દાખલ

    BJP: નરેન્દ્ર મોદી ચૂંટણીઓમાં વ્યસ્ત છે અને લોકો ગેસની લાઈનોમાં ઉભા છે!

    • March 20, 2026
    • 10 views
    BJP: નરેન્દ્ર મોદી ચૂંટણીઓમાં વ્યસ્ત છે અને લોકો ગેસની લાઈનોમાં ઉભા છે!

    Keshubapa: નરેન્દ્ર મોદી ‘ગપ્પા’ મારવામાં માહિર છે! તેમ કેશુબાપા કેમ કહેતા હતા? જાણો

    • March 20, 2026
    • 8 views
    Keshubapa: નરેન્દ્ર મોદી ‘ગપ્પા’ મારવામાં માહિર છે! તેમ કેશુબાપા કેમ કહેતા હતા? જાણો

    Thunderstorm: જગતના તાતને માવઠાએ રડાવ્યા! ઉભા પાકને વ્યાપક નુકશાન! નકલી નોટોનો ખેલ કરનાર ‘ગુરુજી’ કોણ છે?જુઓ ખાસ વિશ્લેષણ

    • March 20, 2026
    • 9 views
    Thunderstorm: જગતના તાતને  માવઠાએ રડાવ્યા! ઉભા પાકને વ્યાપક નુકશાન! નકલી નોટોનો ખેલ કરનાર ‘ગુરુજી’ કોણ છે?જુઓ ખાસ વિશ્લેષણ

    Cremation Coal: અરેરે…જ્યાં ‘માનવ દેહ’ બળે છે તેજ કોલસાથી હવે ‘રોટલી-ચિકન’બનાવાય છે! લોકો મોજથી આરોગી રહ્યા છે!!

    • March 20, 2026
    • 12 views
    Cremation Coal: અરેરે…જ્યાં ‘માનવ દેહ’ બળે છે તેજ કોલસાથી હવે ‘રોટલી-ચિકન’બનાવાય છે! લોકો મોજથી આરોગી રહ્યા છે!!

    Tech World: ઈરાન ઉપર હુમલો કરી ટ્રમ્પે આખી દુનિયાની પથારી ફેરવી નાખી છે! ‘ગેસ-તેલ’ બાદ હવે વિશ્વની ડિજિટલ લાઈફલાઈન ઉપર ઈરાનની નજર!

    • March 20, 2026
    • 12 views
    Tech World: ઈરાન ઉપર હુમલો કરી ટ્રમ્પે આખી દુનિયાની પથારી ફેરવી નાખી છે! ‘ગેસ-તેલ’ બાદ હવે વિશ્વની ડિજિટલ લાઈફલાઈન ઉપર ઈરાનની નજર!