
Afghanistan earthquake: છેલ્લા અઠવાડિયામાં ચોથી વખત અફઘાનિસ્તાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા, જેના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. અફઘાનિસ્તાનમાં નવ કલાકમાં પાંચ વખત ધરતી ધ્રુજી, રિક્ટર સ્કેલ પર મહત્તમ તીવ્રતા 5.8 હતી. અફઘાનિસ્તાનમાં વારંવાર આવી રહેલા ભૂકંપને કારણે લોકો ડરી ગયા છે.
અત્યાર સુધીમાં 2200 થી વધુ લોકો મૃત્યુ પામ્યાં
અફઘાનિસ્તાનમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા,પહેલા ગુરુવારે સવારે 4.8 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ત્યારબાદ તે જ દિવસે રાત્રે લગભગ 10.26 વાગ્યે 5.8 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. થોડીવાર પછી, લગભગ 11.58 વાગ્યે, ધરતી ફરી એકવાર ધ્રુજી ઉઠી. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.1 માપવામાં આવી. મધ્યરાત્રિ પછી, લગભગ 3.16 વાગ્યે, 4.9 ની તીવ્રતાનો બીજો ભૂકંપ આવ્યો. તમને જણાવી દઈએ કે આ અઠવાડિયે આવેલા ભૂકંપને કારણે, અફઘાનિસ્તાનમાં અત્યાર સુધીમાં 2200 થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે.
અફઘાનિસ્તાનમાં ભૂકંપનો દોર ચાલુ
અફઘાનિસ્તાનમાં ભૂકંપનો દોર ચાલુ છે. આજે (શુક્રવારે) પૂર્વી અફઘાનિસ્તાનમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સ્થાનિક સમય મુજબ સવારે 6 વાગ્યે બીજો એક જોરદાર ભૂકંપ આવ્યો હતો, જેના કારણે લોકોમાં ગભરાટ અને ભયનો માહોલ સર્જાયો હતો. આ ભૂકંપની તીવ્રતા લગભગ 4.8 હતી અને તેનું કેન્દ્રબિંદુજલાલાબાદથી લગભગ 41 કિલોમીટર ઉત્તર-પૂર્વમાં હતું. ભૂકંપ એટલો જોરદાર હતો કે આસપાસના વિસ્તારોના લોકો પોતાનો જીવ બચાવવા માટે ઘરોમાંથી બહાર નીકળી આવ્યા હતા.
એક અઠવાડિયામાં ચાર શક્તિશાળી ભૂકંપ
છેલ્લા એક અઠવાડિયામાં , અફઘાનિસ્તાનમાં ચાર શક્તિશાળી ભૂકંપ આવ્યા છે , જેના કારણે આ પ્રદેશમાં રહેતા લોકોમાં ભયનો માહોલ છે. ભૂકંપના કારણે માત્ર લોકોના જીવન પર જ અસર પડી રહી નથી, પરંતુ ઘરો અને અન્ય માળખાકીય સુવિધાઓને પણ નુકસાન થયું છે. ૩૧ ઓગસ્ટના રોજ મોડી રાત્રે ૬.૨ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, તેનું કેન્દ્રબિંદુ જલાલાબાદ નજીક ૮-૧૦ કિલોમીટરની ઊંડાઈએ હતું. આ વિનાશક ભૂકંપમાં ૨૨૦૦ થી વધુ લોકો માર્યા ગયા અને ૩૬૦૦ થી વધુ લોકો ઘાયલ થયા. ભૂકંપ પીડિતોને મદદ કરતી સહાય એજન્સી અનુસાર, ભૂકંપથી ૮૪ હજાર લોકો પ્રભાવિત થયા અને હજારો લોકો વિસ્થાપિત થયા.
નાર અને નાંગરહાર જિલ્લાઓ સૌથી વધુ પ્રભાવિત
નાર અને નાંગરહાર જિલ્લાઓ સૌથી વધુ પ્રભાવિત થયા હતા. અહીં સેંકડો ઘરો સંપૂર્ણપણે નાશ પામ્યા હતા. સ્થાનિક મીડિયા અનુસાર, 6700 થી વધુ ઘરો ધરાશાયી થયા છે અને લોકો હવે ખુલ્લામાં રહેવા માટે મજબૂર છે. એટલું જ નહીં, હોસ્પિટલો પણ ઘાયલ લોકોથી ભરેલી છે. ભૂસ્ખલન પછી રસ્તાઓ કાટમાળથી ભરાઈ ગયા હોવાથી અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત સામગ્રી પહોંચાડવી મુશ્કેલ છે.
ભૂકંપના આંચકા અનુભવાયા
ગુરુવારે ૪ સપ્ટેમ્બરે પણ ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા ૬.૨ હતી. તેનું કેન્દ્રબિંદુ પાકિસ્તાન સરહદની નજીક શિવા જિલ્લા નજીક હતું.
2 સપ્ટેમ્બરના રોજ અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેની તીવ્રતા 5.5 હતી. આ ભૂકંપને કારણે રાહત અને બચાવ કાર્યમાં અવરોધ ઉભો થયો હતો.
બચાવ અને રાહત કામગીરી
તાલિબાન શાસન આવ્યા પછી અફઘાનિસ્તાનમાં આર્થિક સંકટ વધુ ઘેરું બન્યું છે. આ દરમિયાન ભૂકંપે વધુ વિનાશ સર્જ્યો. આંતરરાષ્ટ્રીય એજન્સીઓ, તાલિબાન વહીવટીતંત્ર અને સ્થાનિક એનજીઓ રાહત કાર્યમાં રોકાયેલા છે. લોકોને મદદ પૂરી પાડવા માટે હેલિકોપ્ટર અને સેનાની મદદ લેવામાં આવી રહી છે.
ભારતે રાહત સામગ્રી મોકલી
અફઘાનિસ્તાનના આ સંકટમાં તેને ભારતે રાહત સામગ્રી મોકલી, ભારતે કાબુલમાં લગભગ 21 ટન રાહત સામગ્રી મોકલી છે, જેમાં દવાઓ, પાણીની ટાંકી, સ્વચ્છતા કીટ, જનરેટર અને તબીબી પુરવઠો વગેરેનો સમાવેશ થાય છે.
અહેવાલ: સુમન ડાભી
આ પણ વાંચો:
Britain-China: બ્રિટને કઈ રીતે ચીનની પ્રાચીન સભ્યતાને અફીણના નશામાં ડૂબાડી દીધી?
Love and War controversy: ‘લવ એન્ડ વૉર’ મુશ્કેલીમાં, વિશ્વાસઘાત અને દુર્વ્યવહારની ફરિયાદ
Ahmedabad: AMCની બોટ પલટતાં ત્રણ યુવકોનું મોત, એકનો બચાવ
Afghanistan earthquake: અફઘાનિસ્તાનમાં આવેલા વિનાશક ભૂકંપમાં 1,400 થી વધુ લોકોના મોત, 3124 લોકો ઘાયલ
Gujarat Weather Update: ગુજરાતના 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, IMD એ આપ્યું ઓરેન્જ એલર્ટ
Rajasthan: ધાર્મિક હોવાનો ઢોંગ કરતા મૌલાનાની ખૂલી પોલ, મહિલાઓ સાથેના અશ્લીલ વીડિયો વાયરલ