Ahmedabad: હવે બાપુનગરમાં દબાણો હટાવવાનું કામ ચાલુ

Ahmedabad, Bapunagar Demolition: અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં મેઘા ડિમોલિશન કર્યા બાદ આજ સવાર(29, મે)થી બાપુનગરમાં દબાણો હટાવવાની કામગીરી AMC એ શરુ કરી છે. 400 થી વધુ કાચા-પાકા દબાણો તોડી પડાયા છે.

જાણવા મળી રહ્યું છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ લોકોને મકાન ખાલી કરી દેવા માટેની સૂચના અપાઈ હતી. વર્ષ 2014માં 221 લોકોને વટવા ખાતે વૈકલ્પિક ઘરો ફાળવવામાં આવ્યા હતા, જેમાંના 76 લોકો હજી પણ અહીંયા રહે છે. ત્યારે આજે વહેલી સવારથી ડિમોલિશનની કામગીરી હાથ ધરાયું છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ તંત્ર દ્વારા ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

બાંગ્લાદેશી ઘૂસણખોરોના આરોપસર ચંડોળામાં પણ દબાણો તોડી પડાયા

અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં પણ મેઘા ડિમોલિશન થયું છે. અહીં  ચંડોળા તળાવ દાણી લીમડા રોડ નજીક આવેલું એક ઐતિહાસિક જળાશય છે, જે 1200 હેક્ટરમાં ફેલાયેલું છે અને મુઘલ સુલ્તાનની પત્ની તાજ ખાન નરી અલી દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ તળાવ ખેતી, ઔદ્યોગિક વપરાશ અને પક્ષીઓના નિવાસસ્થાન તરીકે મહત્વનું હતુ. જોકે, છેલ્લા કેટલાક વર્ષોમાં તળાવની આસપાસના વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો અને દબાણોને કારણે તેની જળસંગ્રહ ક્ષમતા ઘટી છે. 2010માં તળાવની ક્ષમતા 8.78 લાખ ચોરસ મીટર હતી, જે 2024 સુધીમાં 7.58 લાખ ચોરસ મીટર થઈ ગઈ, એટલે કે 1.25 લાખ ચોરસ મીટર જગ્યા પર દબાણ થયું. આ દબાણોમાં મોટાભાગે કાચા-પાકા મકાનો, ઝૂંપડાં અને અનધિકૃત બાંધકામોનો સમાવેશ થાય છે, જેમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો દ્વારા બનાવેલા બાંધકામો પણ સમાવેશ થતો હોવાનો દાવો છે.

દબાણ હટાવવાની કામગીરી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને ગુજરાત પોલીસની સંયુક્ત કામગીરી હેઠળ ચંડોળા તળાવમાં ગેરકાયદે દબાણો હટાવવાની મેગા ડિમોલિશન ઝુંબેશ 29 એપ્રિલ, 2025થી શરૂ થઈ. આ ઝુંબેશને ગુજરાતની ઇતિહાસની સૌથી મોટી ડિમોલિશન કામગીરી ગણવામાં આવે છે. આ કામગીરી બે તબક્કામાં હાથ ધરવામાં આવી હતી.

પ્રથમ તબક્કો

સમયગાળો: 29 એપ્રિલ, 2025થી શરૂ, ચાર દિવસ સુધી ચાલ્યો. આ તબક્કામાં 1.5 લાખ ચોરસ મીટર જમીન ખાલી કરવામાં આવી. આશરે 4000-4500 કાચા-પાકા મકાનો અને ઝૂંપડાં તોડવામાં આવ્યાં, જેમાં 1500 પાકા અને 3000 કાચા મકાનોનો સમાવેશ થાય છે.

ખાસ બાંધકામો: લલ્લા બિહારી (મહમૂદ પઠાણ) નામના વ્યક્તિનું ગેરકાયદે રિસોર્ટ, જેમાં સ્વિમિંગ પૂલ, ગાર્ડન અને પાર્ટી પ્લોટ હતા, તેને જમીનદોસ્ત કરવામાં આવ્યું. આ ઉપરાંત, ગની પથ્થરવાળાની લેબર કોલોની (10 ઓરડીઓ) પણ તોડવામાં આવી.

પોલીસ બંદોબસ્ત

2000થી વધુ પોલીસ કર્મચારીઓ, 20 SRP કંપનીઓ, 50થી વધુ JCB મશીનો, 60 ડમ્પર ટ્રક અને અન્ય મેનપાવરનો ઉપયોગ થયો.

બાંગ્લાદેશી ઘૂસણખોરો

200થી વધુ બાંગ્લાદેશી નાગરિકોને ડિપોર્ટ કરવામાં આવ્યા, અને 800થી વધુ શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી.

ગેરકાયદે પ્રવૃત્તિઓ

આ વિસ્તારમાં જુગાર, દારૂના અડ્ડા અને અનૈતિક પ્રવૃત્તિઓ ચાલતી હોવાનું બહાર આવ્યું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે કેટલીક દીકરીઓને દેહવ્યાપારમાં ધકેલવામાં આવતી હતી.

કામગીરી અટકાવવી

1 મે, 2025ના રોજ ડિમોલિશન અચાનક સ્થગિત કરવામાં આવ્યું. આનું કારણ કોંગ્રેસ નેતાઓની રજૂઆત હતી, જેમણે ભારતીય નાગરિકોના બાંધકામો ન તોડવા અને ધાર્મિક સ્થળોની રક્ષા કરવા મુખ્ય પ્રધાનને અપીલ કરી. 18 અરજદારોની હાઈકોર્ટમાં સ્ટે માટેની અરજી ફગાવી દેવાઈ.

બીજો તબક્કો

20 મે, 2025થી શરૂ. જેમાં 2.5 લાખ ચોરસ મીટર જગ્યા ખાલી કરવી. આ તબક્કામાં 8000 જેટલા ઝૂંપડાં તોડવાનું આયોજન હતુ. 28 મેના રોજ ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા.

આ પણ વાંચો:

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને અકાલી દળના વરિષ્ઠ નેતા સુખદેવ સિંહ ઢીંડસાનું નિધન | Sukhdev Singh Dhindsa

MNREGA Scam: બચુ ખાબડની મુશ્કેલીમાં વધારો, ગણતરી કલાકોમાં જ જામીન પર સ્ટે

મંત્રી Vijay Shah ને સુપ્રીમમાંથી રાહત, ધરપકડ પરનો સ્ટે યથાવત

Ahmedabad: મહિલાની તેના જ ઘરમાં હત્યા, છરીથી પેટ ચીરી નાખ્યું, ઘર બદલ્યું છતાં પ્રેમી…!

UP: બોયફ્રેન્ડને મોજમાં રાખવા ગર્લફ્રેન્ડ બની ચોર!, આ રીતે બાઈક સાથે પકડાયા?

Surat: ફેસબૂકમાં સસ્તું સોનું આપવાના નામે છેતરપીંડી, બે શખ્સોની ધરપકડ

Mock drill: આવતીકાલે ગુજરાતમાં ફરી મોકડ્રીલ, હવે મોદી શું મોટું કરવાની તૈયારીમાં?

Ruchi Gujjar: રૂચિ ગુજ્જરે PM મોદીના ફોટાવાળો હાર કેમ પહેર્યો?, આપ્યો ચોકાવનારો જવાબ!

 Surendranagar: મહારાણા પ્રતાપની પ્રતિમા તોડાઈ, વઢવાણમાં લોકો રોષે ભરાયા

Valsad: વાપીમાં ભયંકર હુમલો, એક શખ્સે પગ નીચે દબાવ્યો, બીજાએ ઉપરથી પથ્થર છોડ્યા

Thasra: કાલસરમાં પત્ની ભગાડી જવા બાબતે પૂર્વ પતિનો છરાથી હુમલો, બે લોકો ગંભીર

 

 

 

Related Posts

Maharashtra: DJ ના તાલે નાચતાં યુવાનનું હાર્ટ એટેકથી મોત, વીડિયો વાયરલ
  • August 5, 2025

મહારાષ્ટ્રના સોલાપુર શહેરમાં જયંતિ શોભાયાત્રા દરમિયાન DJ પર નાચતાં એક યુવાનનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું. મૃતકની ઓળખ 25 વર્ષીય અભિષેક બિરાજદાર તરીકે થઈ છે. આ ઘટના શહેરના ફૌજદાર ચાવડી પોલીસ…

Continue reading
Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા
  • August 5, 2025

Gambhira Bridge Collapse:  વડોદરા અને આણંદ જીલ્લાને જોડતાં ગંભીરા બ્રિજ પર બનેલી દુર્ઘટનાને 1 મહિનો થવા આવશે. ગત મહિને આ પુલનો એક ભાગ અચાનક તૂટી પડ્યો હતો, જેમાં 20 લોકોના…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Maharashtra: DJ ના તાલે નાચતાં યુવાનનું હાર્ટ એટેકથી મોત, વીડિયો વાયરલ

  • August 5, 2025
  • 5 views
Maharashtra: DJ ના તાલે નાચતાં યુવાનનું હાર્ટ એટેકથી મોત, વીડિયો વાયરલ

Uttarpradesh: ઉછીના પૈસા પાછા માંગતા યુવક ઉશ્કેરાયો, રુ. 200 માટે લઈ લીધો જીવ

  • August 5, 2025
  • 3 views
Uttarpradesh: ઉછીના પૈસા પાછા માંગતા યુવક ઉશ્કેરાયો, રુ.  200 માટે લઈ લીધો જીવ

Trump Threat: ભારત સારો વેપારી ભાગીદાર નથી, 24 કલાકમાં નવા ટેરિફ લગાવીશ: ટ્રમ્પની નવી ધમકી

  • August 5, 2025
  • 12 views
Trump Threat: ભારત સારો વેપારી ભાગીદાર નથી, 24 કલાકમાં નવા ટેરિફ લગાવીશ: ટ્રમ્પની નવી ધમકી

Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા

  • August 5, 2025
  • 27 views
Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા

Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

  • August 5, 2025
  • 28 views
Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ

  • August 5, 2025
  • 16 views
Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ