Bavla Abortion case: મહિલાના તાર અન્ય ડોક્ટર સાથે મળ્યા, જાણો વધુ!

Abortion Scam in Bavla : તાજેતરમાં અમદાવાદ જીલ્લાના બાવળામાંથી ગર્ભપાત (Abortion) કરાવવાનું કૌભાંડ ઝડપાયું હતુ. તે પણ દવાખાનામાંથી નહીં પણ ગેસ્ટ હાઉસમાંથી ઝડપાયું હતુ. જેમાં એક હેમલતા દરજી નામની નર્સની ધરપકડ કરવામાં આવી હતી. સાથે સાથે ગેસ્ટ હાઉસના મેનેજરની પણ ધરપકડ કરવામાં આવી છે. ત્યારે હવે આ મામલે રોજે રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે.

કેસની તપાસ દરમિયાન કેટલાંક નવા ખુલાસાઓ થયા છે. હેમલતા દરજીની અન્ય ડોક્ટર સાથે સંડોવણી બહાર આવી છે. ગર્ભપાતના કૌભાંડ મામલે પોલીસે અમદાવાદના ઓઢવ વિસ્તારમાંથી આશીર્વાદ ક્લિનિક ચલાવતા ડૉ. હર્ષદ છગનલાલ આચાર્યની ગઈકાલે (28 મે, 2025) ના દિવસે ધરપકડ કરી છે. આરોપી હેમલતા અને ગર્ભ પરીક્ષણ કરનાર ડૉ. હર્ષદ આચાર્ય છેલ્લા 15 વર્ષથી એકબીજાને ઓળખે છે. જાણવા મળ્યું છે કે ગર્ભપાતનો કેટલાક ભાગના રુપિયા મહિલા ડો. હર્ષદને આપતી હતી.

આરોપી મહિલા હેમલતા દરજી જે મહિલાઓ ગર્ભવતી હોય અને તેમને ગર્ભપાત કરાવવો હોય તો ડો. હર્ષદ છગનલાલની ઓઢવ સ્થિત હોસ્પિટલમાં લઈ જતી હોવાના અહેવાલો છે. આ હોસ્પિટલમાં ડો. હર્ષદ ગેરકાદે મહિલાનું ગર્ભપરિક્ષણ કરતો. ઉલ્લેખનીય છે કે પહેલા જાણવા મળ્યું હતુ કે ગેસ્ટ હાઉસમાં જ ગર્ભ પરિક્ષણ થતું હતુ. જો કે હવે સામે આવ્યું છે આરોપી મહિલા ગર્ભ પરિક્ષણ માટે ડો. હર્ષ પાસે મહિલાઓને લઈ જતી હતી. આ મામલે વધુ ખુલાસા પોલીસ તપાસમાં બહાર આવશે.

બાવળાના ગેસ્ટ હાઉસમાંથી મળેલા ગર્ભપાત કરાયેલા ભૃણને તપાસ માટે FSL મોકલવામાં આવ્યું છે.

આ મામલે મુખ્ય આરોપી હેમલતા દરજીને કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ઉપરાંત ગર્ભપાત માટે આવેલી અપેક્ષા પઢિયાર અને શિલા પઢિયાર અને પનામા ગેસ્ટ હાઉસના મેનેજર સચિન પટેલની ધરપકડ કરી જેલહવાલે કરાયા છે.

આ કારસ્તાનમાં મેડિકલ પ્રેક્ટીસ વગર ગર્ભપાત કરાવનાર હેમલતા દરજી સહિત મદદ કરનાર અને અન્ય મહિલા વિરુદ્ધ બાવળા પો.સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ-91, 92, 54 તથા મેડીકલ ટર્મીનેશન ઓફ પ્રેગનન્સી એક્ટ 1971ની કલમ-5(2), 5(3) મુજબ ગુનો નોંધ્યો છે.

ડો. હર્ષદ કઈ ડિગ્રી ધરાવે છે?

ગર્ભ પરીક્ષણ કરનાર ડૉ. હર્ષદ આચાર્ય MD-રેડિયોલોજીની ડિગ્રી ધરાવે છે અને ઓઢવ ગામમાં સોનીની ચાલી વિસ્તારમાં લોહિયા સદન પાસે મહાલક્ષ્મી એપાર્ટમેન્ટમાં આશીર્વાદ ક્લિનિક નામે દવાખાનું ચાલાવે છે. તેના ક્લિનિકમાં ડિજિટલ એક્સરે, કલર ડોપ્લર, સોનોગ્રાફી અને મેમોગ્રાફી જેવી સુવિધાઓ આપે છે. તેની સાથે ડૉ.દીપા આચાર્ય પણ આ ક્લિનિકમાં સેવા આપે છે, જે પણ MD-રેડિયોલોજીની ડિગ્રી ધરાવે છે.

આ પણ વાંચો:

‘કાજોલ દિકરી માટે રાક્ષસ સામે લડી’, Maa ફિલ્મનું ટ્રેલર રિલીઝ, શું છે કહાની?

Surat: મનપાની કચરા ગાડીએ બાળકને કચડ્યો, ઘટનાસ્થળે જ મોત, બહેનોનો બચાવ

Prayagraj: રોજગાર મેળવવા યુવાનોનો રાત્રે જોરદાર વિરોધ, ભાજપા સરકાર સામે આક્રોશ

ડીંગુચા પરિવાર મોત મામલો: US કોર્ટે એક ગુજરાતી માસ્ટરમાઈન્ડને 10 વર્ષની સજા ફટકારી

‘ટ્રમ્પને ટેરિફમાં ફેરફારો કરવાનો કોઈ હક નથી’, US કોર્ટની લાલ આંખ

રાજસ્થાનમાં યલો એલર્ટ, હજુ 5 જિલ્લામાં આંધી સાથે વરસાદ પડશે | Rajasthan | Weather

ટ્રમ્પથી એલન મસ્કે મોં મચકોડ્યું, સંબંધોમાં કેમ પડી તિરાડ? | America

Ahmedabad: હવે બાપુનગરમાં દબાણો હટાવવાનું કામ ચાલુ

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને અકાલી દળના વરિષ્ઠ નેતા સુખદેવ સિંહ ઢીંડસાનું નિધન | Sukhdev Singh Dhindsa

MNREGA Scam: બચુ ખાબડની મુશ્કેલીમાં વધારો, ગણતરી કલાકોમાં જ જામીન પર સ્ટે

Related Posts

FRC and recruitment: રાજ્ય શાળા સંચાલકો એક થયા! સરકાર સામે બાંયો ચડાવી, ફેંક્યો પડકાર!
  • December 15, 2025

●ક્લાર્ક- પટ્ટાવાળાની ભરતી મુદ્દે સરકારને કોર્ટમાં પડકારવાનો શાળા સંચાલક મહામંડળની વાર્ષિક બેઠકમાં લેવાયો નિર્ણય ●રાજ્ય શાળા સંચાલક મહામંડળ વિનંતી કરીને થાકયું! હવે સરકાર સામે આરપાર લડી લેવાના મૂડમાં. FRC and…

Continue reading
Padaliya News: બનાસકાંઠાના પાડલીયા ગામમાં થયેલા ઘર્ષણમાં PI ગોહિલને તીર વાગતા બેભાન થઈ ગયા! કુલ 47 ઘાયલ! શુ છે સમગ્ર વિવાદ?વાંચો
  • December 14, 2025

Padaliya News: બનાસકાંઠા જિલ્લાના પાડલીયા ગામમાં વન વિભાગ હસ્તકની જમીનનો વર્ષો જૂનો વિવાદ હિંસક બન્યો છે અને આ જમીન મુદે સરકારી બાબુઓ અને પોલીસની ગામમાં પહોંચી ત્યારે ગામના લોકોએ ગોફણ-તીર…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

FRC and recruitment: રાજ્ય શાળા સંચાલકો એક થયા! સરકાર સામે બાંયો ચડાવી, ફેંક્યો પડકાર!

  • December 15, 2025
  • 6 views
FRC and recruitment: રાજ્ય શાળા સંચાલકો એક થયા! સરકાર સામે બાંયો ચડાવી, ફેંક્યો પડકાર!

Congress Rally: રાહુલે કહ્યું-PM મોદીનો ‘આત્મવિશ્વાસ ખતમ!’ ‘વોટ ચોર ગદ્દી છોડ!’ ખડગેએ કહ્યું-ગદ્દારોને હટાવો!

  • December 15, 2025
  • 3 views
Congress Rally: રાહુલે કહ્યું-PM મોદીનો ‘આત્મવિશ્વાસ ખતમ!’ ‘વોટ ચોર ગદ્દી છોડ!’ ખડગેએ કહ્યું-ગદ્દારોને હટાવો!

Sydney Attack: ઓસ્ટ્રેલિયામાં થયેલા હત્યાકાંડમાં હુમલાખોરો પિતા-પુત્ર નીકળ્યા! મૃત્યુઆંક 16 થયો

  • December 15, 2025
  • 10 views
Sydney Attack: ઓસ્ટ્રેલિયામાં થયેલા હત્યાકાંડમાં હુમલાખોરો પિતા-પુત્ર નીકળ્યા! મૃત્યુઆંક 16 થયો

MNREGA: મોદી સરકાર નામ બદલીને શુ સાબિત કરવા માંગે છે? મનરેગાનું નામ બદલવાથી શુ ફેર પડશે? જાણો વરિષ્ઠ પત્રકાર રાજેશ ઠાકરેએ શુ કહ્યું?

  • December 14, 2025
  • 16 views
MNREGA: મોદી સરકાર નામ બદલીને શુ સાબિત કરવા માંગે છે? મનરેગાનું નામ બદલવાથી  શુ ફેર પડશે? જાણો વરિષ્ઠ પત્રકાર રાજેશ ઠાકરેએ શુ કહ્યું?

Bondi Beach shooting:ઓસ્ટ્રેલિયામાં બીચ ફેસ્ટિવલની ઉજવણી કરી રહેલા યહૂદીઓ પર ફાયરિંગ: 10ના મોત

  • December 14, 2025
  • 20 views
Bondi Beach shooting:ઓસ્ટ્રેલિયામાં બીચ ફેસ્ટિવલની ઉજવણી કરી રહેલા યહૂદીઓ પર ફાયરિંગ: 10ના મોત

Defamation claim: ‘The Gujarat Report’ સત્ય ઉજાગર કરતું રહેશે! પત્રકારત્વની ફરજો નિભાવતા રહીશું! ‘ડર’ અમારી ‘Dictionary’માંજ નથી!

  • December 14, 2025
  • 24 views
Defamation claim: ‘The Gujarat Report’ સત્ય ઉજાગર કરતું રહેશે! પત્રકારત્વની ફરજો નિભાવતા રહીશું! ‘ડર’ અમારી ‘Dictionary’માંજ નથી!