
Ahmedabad: અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે ગઈકાલે(23 માર્ચ) રાત્રે અમદાવાદના વટવા-રોપડા વિસ્તારમાં દુર્ઘટનાં સર્જાઈ હતી. આ ઘટનામાં બે કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા હવાનું જાણવા મળી હ્યું છે. કોઈ જાનહાનિ થઈ નથી.
ટ્રેન વ્યવહારને અસર
બુલેટ ટ્રેનના પિલ્લર પર મૂકવામાં આવેલી ક્રેન અચાનક તૂટી પડી હતી. જેના કારણે નજીકમાંથી પસાર થતાં રેલવેના પાટાને નુકસાન થયું છે. મુંબઈ-અમદાવાદ રુટ પર દોડતી અનેક ટ્રેનોની અવર-જવરને અસર થઇ છે.
ગત રાતે જ વડોદરાથી અમદાવાદ તરફ જતી 10 જેટલી ટ્રેનો ખોરવાઈ ગઇ હતી. તેને વિવિધ સ્ટેશનોએ અટકાવી દેવાઈ હતી. આ ક્રેન મોટી હોવાને કારણે અમદાવાદ-મુંબઈ વચ્ચેની રેલવે લાઈન પર આવેલ ઓવરહેડ વાયર તૂટી પડ્યો હતો. જેના લીધે અનેક ટ્રેનો ઠપ થઇ ગઇ હતી. માહિતી મુજબ હાલમાં સમારકામ ચાલી રહ્યું છે. ઘણી ટ્રેનોના સમયમાં ફેરફાર કરાયા છે જ્યારે કેટલીક ટ્રેનોને ડાઈવર્ટ કરી દેવાઈ છે.
वटवा-अहमदाबाद के बीच डाउन लाइन पर ट्रेन सेवाएं प्रभावित हुई हैं क्योंकि इस लाइन के आसपास काम कर रहे सेगमेंटल लॉन्चिंग गैंट्री में से एक गर्डर की लॉन्चिंग पूरी करने के बाद वापस खींचते समय अपनी जगह से फिसल गया। जिसके कारण रेल यातायात प्रभावित हुआ है। @WesternRly pic.twitter.com/3nbLafEfPv
— DRM Ahmedabad (@drmadiwr) March 24, 2025
હાલ અપલાઈન ચાલુ રાખવામાં આવી છે અને ડાઉન લાઇન બંધ છે, જેથી મુંબઈ તરફ અવરજવર કરતી ટ્રેનોને રદ કરવી પડી છે.
આ પણ વાંચોઃ Kunal Kamra: ‘ગદ્દાર નજર વો આયે’… કોમેડિયને એકનાથ શિંદે પર ગીત બનાવતાં શિવસેના ગુસ્સે, સ્ટુડિયોમાં તોડફોડ
આ પણ વાંચોઃ અમદાવાદમાં યુગલે સાબરમતીમાં કૂદીને કર્યો આપઘાત
આ પણ વાંચોઃ Morabi: મોરબીમાં વ્યાજખોરો સામે કાર્યવાહી કરવા મોટું આંદોલન! જુઓ VIDEO
આ પણ વાંચોઃ ભર ઉનાળે કચ્છમાં ચોમાસાનો માહોલ, કમોસમી વરસાદ પડતાં ખેડૂતો ચિંતત |Unseasonal Rain Gujarat