
Ahmedabad: ગુજરાતના માર્ગ અને મકાન મંત્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે છે તેમ છતા રાજ્યમાં સૌથી વધારે ભ્રષ્ટાચાર લાપરવાહી અને લોલમલોલ માર્ગ અને મકાન વિભાગમાં ચાલે છે રાજ્યમાં અવાર નવાર પુલ તુટવા, રોડ બેસી જવા, મકાન ધરાશાયી થવા જેવી ઘટનાઓ સામે આવે છે આ થવા પાછળનું કારણ ખરાબ અને હલકી ગુણવત્તા વાળું મટેરિયલ વાપરુ છે આ સ્થિતિ માટે ભાજપના નેતાઓ અને ભ્રષ્ટ અઘિકારીઓ જવાબદાર છે. પરંતુ સરકાર દ્વારા તેમની સામે કોઈ પગલા લેવાતા નથી જેથી ભ્રષ્ટાચાર વધતો જ જઈ રહ્યો છે ત્યારે હવે તો હદ થઈ ગઈ, અમદાવાદ જેવી સ્માર્ટ સીટીમાં કરોડોના પ્રોજેક્ટમાં પ્લાસ્ટિકના સળિયા વાપરીને ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો હોવાનું સામે આવ્યું છે.
કોંગ્રેસ ભાજપના પ્લાસ્ટિકવાળા વિકાસની પોલ ખોલી
ગુજરાત કોંગ્રેસ પ્રવક્તાએ વીડિયો જાહેર કરીને જણાવ્યું છે કે, અમદાવાદનો ભ્રષ્ટાચાર જોઈ શકો છો કર્ણાવતી ક્લબની સામે ઇસ્કોન સર્વિસ રોડ ઉપર નાળાનું બાધકામ થઈ રહ્યું છે પ્લાસ્ટિકના સરિયા વાપર્યા છે જનતાના ટેક્સના પૈસા કઈ રીતે વપરાય છે જોઈ શકો છો. કોંગ્રેસ પ્રવક્તાએ માંગ કરી છે કે, આગળની દિવસોમાં આ બાબતે તપાસ થાય અને અધિકારી બિલ્ડરો અને કોન્ટ્રાક્ટરો હોય તેમની સામે કાર્યવાહી થાય તેવી માંગ કરી છે.
@ShamsTabrezQ@nitin_gadkari@asadowaisi@ArshadMadani007
અમદાવાદનો ભ્રષ્ટાચાર જોઈ શકો છો કર્ણાવતી ક્લબની સામે ઇસ્કોન સર્વિસ રોડ ઉપર જે આ બનાવી રહ્યા છે પ્લાસ્ટિકના સરિયા વાપર્યા છે જનતાના ટેક્સના પૈસા કઈ રીતે વપરાય છે જોઈ શકો છો…. 🙏 pic.twitter.com/gecDJ0URvK— mohammad zaid (@mohammadzaid147) July 29, 2025
કોંગ્રેસના ગંભીર આક્ષેપ
ગુજરાત કોંગ્રેસના નેતાએક વીડિયોમાં ભાજપ સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા છે. આ વીડિયોમાં પ્રવક્તાએ દાવો કર્યો છે કે, અમદાવાદના કર્ણાવતી ક્લબની સામે ઇસ્કોન સર્વિસ રોડ પર કરોડોના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં પ્લાસ્ટિકના સળિયાનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે જનતાના ટેક્સના પૈસાનો દુરુપયોગ અને ભ્રષ્ટાચારનો પુરાવો આપે છે. બાંધકામમાં પ્લાસ્ટિકના સળિયા વાપરવામાં આવ્યા છે, જે ગુણવત્તા સાથે ચેડાં કરવાનો અને ભ્રષ્ટાચારનો સ્પષ્ટ પુરાવો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, જ્યારે કોંગ્રેસ નેતા આ સળિયાને તોડે છે ત્યારે તે ફટાક લઈને તૂટી જાય છે. આ જોઈને જ આપણે અંદાજ લગાવી શકીએ છીએ કે, આ બાંધકામ કેટલું નબળું બનશે ?
જનતાની સુરક્ષાની કોઈ ચિંતા નહીં?
આ ઘટના દર્શાવે છે કે, ભાજપનું શાસન હવે ભ્રષ્ટાચારનું કેન્દ્ર બની ગયું છે. ₹1300 કરોડના આ પ્રોજેક્ટમાં પ્લાસ્ટિકના સળિયા વાપરીને જનતાની સલામતી અને નાણાં સાથે ખિલવાડ કરવામાં આવ્યો છે. આ બતાવે છે કે ભાજપને ગુજરાતના વિકાસ કે જનતાની સુરક્ષાની કોઈ ચિંતા નથી, ફક્ત પોતાના હિતોની ચિંતા છે.
અમદાવાદના નાગરિકોમાં ચિંતા
આ આરોપોએ અમદાવાદના નાગરિકોમાં ચિંતા ફેલાવી છે, કારણ કે ઇસ્કોન સર્વિસ રોડ સેટેલાઇટ જેવા વિસ્તારમાં આવેલો છે, જ્યાં ટ્રાફિક અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું મહત્વ વધારે છે. જો બાંધકામમાં ખરાબ ગુણવત્તાની સામગ્રી વપરાઈ હશે, તો તે જનતાની સલામતી માટે જોખમ ઉભું કરી શકે છે. કોંગ્રેસે માગણી કરી છે કે આ પ્રોજેક્ટના ઠેકેદારો, ખર્ચની વિગતો અને સામગ્રીની ગુણવત્તાની ચકાસણી માટે તાત્કાલિક ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરવામાં આવે.
આ પણ વાંચો:
Rajkot: સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વિભાગના સ્ટાફનું ગેરવર્તન, સિંગર મીરા આહિરે લગાવ્યા ગંભીર આક્ષેપ
Gujarat Rain Forecast: ગુજરાતના 11 જિલ્લામાં રેડ એલર્ટ, IMD દ્વારા ભારે વરસાદની આગાહી