Ahmedabad: સરકારી નોકરીના બહાને છેતરપિંડી કરનારી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ, 9 લાખથી વધુની ઠગાઈનો પર્દાફાશ

  • Gujarat
  • October 27, 2025
  • 0 Comments

Ahmedabad: અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસે સરકારી વિભાગોમાં નોકરી આપવાના બહાને લોકોને છેતરીને લાખો રૂપિયા પડાવનારી એક મોટી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. આરોપી અભિષેકસિંગ, જે વાસ્તવમાં અમન વર્મા તરીકે ઓળખાય છે, તેની સાથે જોડાયેલી 18 વ્યક્તિઓની ટીમ દેશભરમાં આ પ્રકારની છેતરપિંડી આચરતી હતી. પોલીસને આરોપી પાસેથી 45થી વધુ બેંક ખાતાઓની વિગતો, 14 જેટલા ખોટા સરકારી-ભળતા ઈ-મેઈલ આઈડી અને અલગ-અલગ વિભાગોના ફ્રોડ લેટર્સ મળી આવ્યા છે. આ કેસમાં દેશભરમાં 101થી વધુ ઓનલાઈન ફરિયાદો નોંધાઈ છે, અને પોલીસ અન્ય આરોપીઓની શોધખોળ કરી રહી છે.

મિડિયા અહેવાલો અનુસાર આ ઘટનાની શરૂઆત ઝારખંડની એક યુવતીની ફરિયાદથી થઈ હતી, જેણે અમદાવાદ સાયબર ક્રાઈમમાં નોંધાવી કે તેણે સરકારી નોકરીની તૈયારી કરી રહી હતી. યુવતીના જણાવ્યા મુજબ તેણે ઝારખંડમાં હાફિઝ અન્સારી નામના વ્યક્તિને મળી હતી, જેણે તેણીને ઈન્કમ ટેક્સ વિભાગમાં ઈન્સ્પેક્ટર તરીકે નોકરી અપાવવાનું વચન આપ્યું હતું. હાફિઝે યુવતીને અભિષેકસિંગ સાથે સંપર્ક કરાવ્યો, જેણે પોતાને ઈન્કમ ટેક્સ ઓફિસર તરીકે ઓળખાવ્યો અને યુવતીનું ઈ-મેઈલ આઈડી માંગ્યું. ત્યારબાદ અભિષેકે ઈન્કમ ટેક્સ વિભાગના ભળતા નામથી ઈ-મેઈલ કરીને વિગતો અને ડોક્યુમેન્ટ્સ માંગ્યા હતા.

યુવતીએ તમામ વિગતો આપ્યા બાદ તેને બેંગ્લોરમાં ઈન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવી હતી. ત્યાં અભિષેકના સાથીઓએ તેણીનો ઈન્ટરવ્યૂ લીધો અને કહ્યું કે તે સિલેક્ટ થઈ ગઈ છે. ત્યારબાદ પ્રોસેસિંગ ફી તરીકે 12 લાખ રૂપિયા માંગવામાં આવ્યા, જેમાંથી યુવતીએ 6 લાખ રૂપિયા ભર્યા. પૈસા લીધા બાદ, તેણીને 15 દિવસની ટ્રેનિંગ માટે ફરીથી બેંગ્લોર બોલાવવામાં આવી, જ્યાં ભાડાની ઓફિસ અને મોટી હોટલના હોલમાં ટ્રેનિંગ આપવામાં આવી. આ પછી, કોલકાતામાં વધુ ટ્રેનિંગ માટે બોલાવીને 2 લાખ રૂપિયા લેવામાં આવ્યા, અને ટુકડે-ટુકડેમાં વધુ 1.20 લાખ રૂપિયા પડાવવામાં આવ્યા. આમ, યુવતી પાસેથી કુલ 9.20 લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા.

છેલ્લે યુવતીને એપોઈન્ટમેન્ટ લેટર આપવામાં આવ્યો, પરંતુ તેમાં શંકા જતા તેણીએ તપાસ કરી તો તે ખોટો હોવાનું સામે આવ્યું. આ ફરિયાદના આધારે અમદાવાદ સાયબર ક્રાઈમના પીઆઈ એસ.આર. ઝાલા અને પીએસઆઈ આઈ.જે. પટેલની ટીમે ટેક્નિકલ એનાલિસિસ કરીને મુખ્ય આરોપી અમન વર્મા (અભિષેકસિંગ)ની ધરપકડ કરી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આરોપીએ માત્ર ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો છે, પરંતુ બેંકિંગ ક્ષેત્રમાં નોકરી કરવાના કારણે તેનું ઈંગ્લિશ સારું છે. તે આ જ કુશળતાનો ઉપયોગ કરીને ખોટા ઈ-મેઈલ આઈડીથી લોકોને લલચાવતો હતો.

પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ આ ગેંગ ઈન્કમ ટેક્સ, એસબીઆઈ, રેલવે, ફૂડ, આરોગ્ય જેવા વિભાગોમાં નોકરી અપાવવાના બહાને લોકોને ટાર્ગેટ કરતી હતી. તેઓ નોકરી ઈચ્છુક યુવાનોનો સંપર્ક કરી, ખોટા નામો ધારણ કરીને સરકારી-ભળતા ઈ-મેઈલ આઈડી બનાવીને મેઈલ કરતા હતા. શહેરની મોટી હોટલોમાં ઈન્ટરવ્યૂ ગોઠવીને પસંદગી કરી, પછી અન્ય જગ્યાઓ પર ટ્રેનિંગના નામે લાખો રૂપિયા પડાવતા હતા. આરોપી પાસેથી મળેલા બેંક ખાતાઓ સામે દેશભરમાં 101 ફરિયાદો નોંધાઈ છે, જેમાંથી મોટા ભાગની તપાસ હજુ ચાલુ છે.

આ કેસમાં પોલીસે આરોપી પાસેથી અલગ-અલગ વિભાગોના ખોટા ઓફર લેટર્સ, ડોમેઈન્સ અને અન્ય સામગ્રી કબ્જે કરી છે. અધિકારીઓનું કહેવું છે કે આ ગેંગના અન્ય સભ્યોની શોધખોળ ચાલી રહી છે, અને અન્ય વ્યક્તિઓ સાથે આ પ્રકારની છેતરપિંડી થઈ છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટના સરકારી નોકરીની આશા રાખનારા યુવાનો માટે એક ચેતવણીરૂપ છે, કારણ કે આવા કેસોમાં ઓનલાઈન છેતરપિંડી વધી રહી છે.

પોલીસે લોકોને અપીલ કરી છે કે સરકારી નોકરી માટે કોઈપણ પ્રકારની ફી અથવા પૈસા માંગતા ઈ-મેઈલ અથવા કોલને વિશ્વાસમાં ન લેવા અને તરત જ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવવી. આ કેસમાં વધુ તપાસ ચાલુ છે, અને આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ પ્રકારના કેસોમાં પોલીસની તત્પરતા લોકોમાં વિશ્વાસ વધારે છે, પરંતુ નાગરિકોને પણ સાવચેત રહેવાની જરૂર છે.

આ પણ વાંચો:

Gujarat Rain forecast : ગુજરાતમાં આજેપણ ભારેથી અતિભારે વરસાદની આગાહી;રાતભર વરસાદ પડતાં વાતાવરણ ઠંડુગાર બન્યું

BJP-NDA ના ઇશારે કામ કરતા ચૂંટણી પંચનું તાત્કાલિક વિસર્જન કરી SIR રદ કરવા ઉઠી માંગ!, ચેન્નાઈથી લોકશાહી બચાવવા શરૂ થઈ ઝુંબેશ

SBI અને બેંક ઓફ બરોડા હવે AI ટેક્નોલોજીથી સજ્જ,  ડિજિટલ ફ્રોડનું પેમેન્ટ આવતા જ ખર પડી જશે!

Ahmedabad: ‘હું ટ્રીટમેન્ટ નહીં કરું’, અમદાવાદની સોલા સિવિલમાં મહિલા ડૉક્ટરની દાદાગીરી

Related Posts

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન
  • March 19, 2026

Mini storm: રાજ્યમાં સાયકલોનિક સર્ક્યુલેશન,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે સમગ્ર રાજ્યમાં ધૂળની ડમરી સાથે ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે.વડોદરામાં પણ સાંજના સમયે ધૂળની…

Continue reading
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!
  • March 19, 2026

■ શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન આશ્રમમાં જ નકલી નોટો છાપવાનું ચાલુ કરી ફોર્ચ્યુનર ગાડી ઉપર ‘ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા આયુષ મંત્રાલય’નું બોર્ડ ઠપકારી હેરાફેરી ચાલુ કરી પણ વટાણા વેરાઈ ગયા અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Pakistan News: પાકિસ્તાનમાં લશ્કર કમાન્ડરની હત્યા, ભારતે જ્યાં હુમલો કર્યો હતો તે જ સ્થળે મૃત હાલતમાં મળ્યો!

  • March 22, 2026
  • 2 views
Pakistan News: પાકિસ્તાનમાં લશ્કર કમાન્ડરની હત્યા, ભારતે જ્યાં હુમલો કર્યો હતો તે જ સ્થળે મૃત હાલતમાં મળ્યો!

PM Modi: દેશમાં PM મોદીને પસંદ ‘રીલ કલ્ચર’ અને ‘આફતમાં અવસર’શોધવાનું જાણે ભારતીયોને ફાવી ગયું છે! જુઓ ખાસ વિશ્લેષણ

  • March 22, 2026
  • 6 views
PM Modi: દેશમાં PM મોદીને પસંદ ‘રીલ કલ્ચર’ અને ‘આફતમાં અવસર’શોધવાનું જાણે ભારતીયોને ફાવી ગયું છે! જુઓ ખાસ વિશ્લેષણ

Fake Milk: નકલી દૂધ પીવાથી 16 લોકોના ના મોત, 3 લોકો ગંભીર; દૂધ માફિયાઓ બેફામ! સરકારનું કોઈ નિયંત્રણ નહિ!

  • March 22, 2026
  • 9 views
Fake Milk: નકલી દૂધ પીવાથી 16 લોકોના ના મોત, 3 લોકો ગંભીર; દૂધ માફિયાઓ બેફામ! સરકારનું કોઈ નિયંત્રણ નહિ!

Iran War: વિશ્વના સૌથી એડવાન્સ અમેરિકી ફાઇટર જેટ F-35ને એકજ મિસાઇલથી ઈરાને તોડી પાડ્યું!! વિડીયો જાહેર

  • March 22, 2026
  • 6 views
Iran War: વિશ્વના સૌથી એડવાન્સ અમેરિકી ફાઇટર જેટ F-35ને એકજ મિસાઇલથી ઈરાને તોડી પાડ્યું!! વિડીયો જાહેર

Pakistan: અમેરિકા જો પાકિસ્તાન ઉપર હુમલો કરેતો આપણે ભારત ઉપર હુમલો કરી દઈશું!! પાકિસ્તાનની કટ્ટર માનસિકતા છતી થઈ!!

  • March 22, 2026
  • 5 views
Pakistan: અમેરિકા જો પાકિસ્તાન ઉપર હુમલો કરેતો આપણે ભારત ઉપર હુમલો કરી દઈશું!! પાકિસ્તાનની કટ્ટર માનસિકતા છતી થઈ!!

Iran War Update: ટ્રમ્પની ઈરાનને ચેતવણી “હોર્મુઝ માર્ગ ખોલવા 48 કલાક આપું છું!” ઈરાનની વળતી ધમકી, “આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પાણીના પ્લાન્ટ ઉડાવી દઈશું!”

  • March 22, 2026
  • 12 views
Iran War Update: ટ્રમ્પની ઈરાનને ચેતવણી “હોર્મુઝ માર્ગ ખોલવા 48 કલાક આપું છું!” ઈરાનની વળતી ધમકી, “આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પાણીના પ્લાન્ટ ઉડાવી દઈશું!”