
Chhath Puja in Delhi: આમ આદમી પાર્ટી(AAP) એ દિલ્હીમાં છઠ પૂજાને લઈને મોદી સરકારની પોલ ખોલી છે. પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે વાસુદેવ ઘાટ પર “ફિલ્ટર કરેલા પાણી” થી “કૃત્રિમ યમુના” બનાવવામાં આવી છે, જ્યાં વડા પ્રધાન પૂજામાં ભાગ લેવાના છે. કારણ કે યમુનાનું પાણી ખૂબ ગંદુ છે. જો વડાપ્રધાન તેવા પાણીથી સ્નાન કરે તો કોઈ પણ બિમારી થવાનો ભય રહેલો છે. જેથી વડાપ્રધાનને કોઈ મુશ્કેલી ના પડે તે માટે એક કૃત્રિમ પાણીનો ઘાટ બનાવી દેવામાં આવ્યો છે. જો કે આ કૃત્રિમ ઘાટે ભાજપની ફજેતી કરી નાખી છે. કારણે આ ઘટના અનેક વીડિયો વાયરલ થયા છે.
દિલ્હીમાં છઠ પૂજાને લઈને રાજકીય વિવાદ વધી ગયો છે. આમ આદમી પાર્ટી (AAP)એ દિલ્હીની ભાજપ સરકાર પર વાસુદેવ ઘાટ પર “ફિલ્ટર કરેલા પાણી” થી “કૃત્રિમ યમુના” બનાવવાનો આરોપ લગાવ્યો છે, જ્યાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પૂજામાં ભાગ લેવાના છે. ભાજપે આ આરોપોને રાજકીય રીતે પ્રેરિત ગણાવ્યા છે અને AAPના આરોપોને ફગાવી દીધા છે. ભાજપે કહ્યું કે વિપક્ષ નદી કિનારાને સાફ કરવાના પ્રયાસો સામે વાંધો ઉઠાવીને રાજકારણ રમી રહ્યું છે.
બીજી તરફ AAP દિલ્હીના વડા સૌરભ ભારદ્વાજે પોતે આ “કૃત્રિમ યમુના” યમુના અંગે વીડિયો બનાવ્યો છે. જેમાં તે બતાવે છે યમુનાના કિનારે “કૃત્રિમ યમુના” બનાવવામાં આવી છે. જેમાં ફિલ્ટર કરેલું પાણી નાખવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે આ કામ જોઈ ના જાય તે માટે આડાસ પણ લગાવી દીધી છે. વીડિયો બનાવ્યા બાદ તેમણએ પત્રકાર પરિષદ પણ સંબોધી હતી.
રવિવારે યોજેલી પત્રકાર પરિષદમાં સૌરભ ભારદ્વાજે આરોપ લગાવ્યો કે ભાજપે વાસુદેવ ઘાટ પર “નકલી યમુના” બનાવી છે. તેમણે કહ્યું કે દિલ્હીને પીવાનું પાણી પૂરું પાડતા વઝીરાબાદ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી ફિલ્ટર કરેલું પાણી ચોરી છૂપેથી કૃત્રિમ ઘાટમાં નાખ્યું. વધુમાં ભારદ્વાજે કહ્યું, “ભાજપ ટૂંક સમયમાં દિલ્હી અને દેશવાસીઓ માટે વધુ એક નાટક કરવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફિલ્ટર કરેલા યમુનામાં ડૂબકી લગાવીને લોકોને બતાવશે કે ભાજપે યમુનાને સાફ કરી દીધી છે.” તેમણે કહ્યું કે આ ફક્ત એક શો છે.
આ “કૃત્રિમ યમુના”ને લઈ AAP ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે “ભાજપે દિલ્હીમાં છઠ ઉત્સવ સાથે જોડાયેલી ઊંડી ધાર્મિક લાગણીઓની મજાક ઉડાવી છે.”
આ જ મુદ્દે જુઓ વધુ ચર્ચા આ વીડિયોમાં

આ પણ વાંચો:
SBI અને બેંક ઓફ બરોડા હવે AI ટેક્નોલોજીથી સજ્જ, ડિજિટલ ફ્રોડનું પેમેન્ટ આવતા જ ખબર પડી જશે!
Ahmedabad: ‘હું ટ્રીટમેન્ટ નહીં કરું’, અમદાવાદની સોલા સિવિલમાં મહિલા ડૉક્ટરની દાદાગીરી










