
Ahmedabad News: ઈસનપુરની શક્તિ વિદ્યાવિહાર સ્કૂલ અંગે મોટો ખુલાસો થયો છે. શાળા ગેરકાયદેસર રીતે બાંધવામાં આવી હોવાનું તપાસમાં બહર આવ્યુ છે. સરકારી સરવે નંબર 53 પર સ્કૂલનું બાંધકામ તાણી બાંધવામાં આવ્યું હતુ. મામલતદારે DEOને જાણ કરતા શિક્ષણ વિભાગે આ કાર્યવાહી કરી છે. શક્તિ વિદ્યાવિહાર સ્કૂલને શહેર શિક્ષણ અધિકારીએ 5 લાખનો દંડ ફટકાર્યો છે. સ્કૂલનું ગેરકાયદે બાંધકામ મહિનામાં તોડી પાડવા આદેશ આપ્યો છે.
જો કે સ્કૂલને એક તક આપવામાં આવી છે. સ્કૂલને ખુલાસો કરવાની નોટિસ આપવામાં આવી છે. જો સ્કૂલ બાંધકામના દસ્તાવેજો રજૂ નહીં કરે તો માન્યતા રદ થઈ શકે છે.
ભણતા વિદ્યાર્થીઓનું શું?
ઉલ્લેખનીય છે કે આ શાળામાં 495 બાળકો અભ્યાસ કરે છે. ત્યારે બાંધકામ તોડી પાડવાનો આદેશ મળતાં બાળકોનું ભવિષ્ય જોખમાયું છે. જો કે શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીએ સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોને નજીકની સ્કૂલમાં ટ્રાન્સફર કરાવવાની વાત કરી છે.
આ પણ વાંચોઃ AMC Budget: અમદાવાદ મનપાનું 15,502 કરોડનું બજેટ રજૂ, વાંચો સમગ્ર વિગત