
Ahmedabad: ગુજરાતમાં રોજે રોજ મર્ડર,જાહેર જગ્યાઓએ મારામારી ઘટનાઓમાં સતત વધારો થયો છે. અમદાવાદમાં તાજેતરમાં પણ ઘણી મારામારી ઘટના આવતાં પોલીસ તંત્ર જાગ્યું હતુ. ત્યારે અમદાવાદના મેઘાણીનગરમાં મિત્રો વચ્ચે મારામારી ઘટના સામે આવી છે. ફરિયાદી પર ધારિયાથી હુમલો કરતાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે.
અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં તારીખ 5 એપ્રિલ, 2025ના રોજ રાત્રે 11 વાગ્યે એક મારામારીની ઘટના બની હતી. આ ઘટનામાં સુરજીતસિંહ નામના વ્યક્તિએ આનંદ ઉર્ફે તુલસી રામવીરસિંહ સિકરવાર નામના તેમના મિત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
અમદાવાદમાં પૈસાની લેતી-દેતીમાં ધારિયાથી હુમલો#અમદાવાદ #Ahmedabad #THEGUJARATREPORT pic.twitter.com/SDi7MEJNqi
— The Gujarat Report (@TGujarat_Report) April 8, 2025
ફરિયાદ અનુસાર, આરોપી આનંદે ફરિયાદીને પૈસા માંગ્યા હતા અને જ્યારે ફરિયાદીએ પૈસા આપવાની ના પાડી તો આરોપીએ ગાળો ભાંડવાનું શરૂ કરી દીધું હતું. ત્યારબાદ આરોપીએ ફરિયાદી પર હુમલો કર્યો હતો અને ધારીયાથી માર મારતા ફરિયાદીને ઈજા થઈ હતી.
ફરિયાદી સુરજીતસિંહ રાજપૂત ચાલીની બહાર ઉભા હતા ત્યારે આ ઘટના બની હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ Navsari: નદીમાં 4 મહિલા સહિત 1 પુરુષ ડૂબ્યો, 2નાં મોત
આ પણ વાંચોઃ તાલાલામાં ભાજપ શહેર પ્રમુખ સુનિલ ગંગદેવએ દારૂ પીને દંગલ કર્યું, અંતે ધરપકડ | Gir Somnath
આ પણ વાંચોઃ તાલાલામાં ભાજપ શહેર પ્રમુખ સુનિલ ગંગદેવએ દારૂ પીને દંગલ કર્યું, અંતે ધરપકડ | Gir Somnath
આ પણ વાંચોઃ જયપુર બોમ્બ બ્લાસ્ટ કેસમાં 4 આતંકીને આજીવન કેદ | Jaipur bomb blast