Ahmedabad: ‘મારી દીકરીને દાખલ કરી છે, પ્લીઝ મને સમય આપો, તંત્રના આદેશ સામે લાચાર ડૉક્ટરની વ્યથા

Ahmedabad: 12 જૂન 2025ના રોજ અમદાવાદના મેઘાણીનગરમાં ટાટા કંપનીનું બોઈંગ 787-8 ડ્રીમલાઈનર વિમાન ટેકઓફ દરમિયાન બી.જે. મેડિકલ કોલેજની હોસ્ટેલ પર દુર્ઘટનાગ્રસ્ત થયું, જેના કારણે 268 લોકોના મોત થયા. આમાં 241 પેસેન્જર્સ અને ક્રૂ મેમ્બર્સ ઉપરાંત ચાર વિદ્યાર્થીઓ, ત્રણ મેસ કર્મચારીઓ અને એક બાળકનો સમાવેશ થાય છે. આ તો માત્ર સરકારી આંકડો છે પરંતુ આ ઘટનામાં 300 થી વધુ લોકોના મોતની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હજુ તો ઘણા મૃતદેહોની ઓળખ નથી થઈ અને કેટલાક લોકો લાપતા હોવાની પણ વિગતો સામે આવી છે. ત્યારે આ દુર્ઘટનામાં લોકોની સાથે તંત્રની સંવેદનશીલતા પણ મરી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, જે ડોક્ટર્સના મોત થયા છે તેમના શબ પડ્યા છે તેમજ ડોક્ટરના પરિવારજનો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને અમને મકાન ખાલી કરાવવામાં આવી રહ્યા છે.

તાત્કાલિક મકાન ખાલી કરવા ડોક્ટરો પર દબાણ

આ દુર્ઘટનાના શોકમાં ડૂબેલા ડોક્ટરો અને તેમના પરિવારો પર તંત્રની મનમાની ચાલી રહી છે. તંત્ર દ્વારા હોસ્ટેલના ડૉક્ટરોને રૂમ ખાલી કરવા 24 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. ત્યારે ડો. અનિલ, એક આસિસ્ટન્ટ પ્રોફેસર, અને તેમની પત્ની, જેઓ પોતે પણ ડોક્ટર છે, તેઓ બળેલા ઘરનો સામાન ઉઠાવતા, ડો. અનિલ રડતાં રડતાં કહે છે, “જ્યારે વિમાન ક્રેશ થયું, હું અને મારી પત્ની હોસ્પિટલમાં ડ્યૂટી પર હતા. ઘરે મારી અઢી વર્ષની દીકરી અને કામવાળી હતાં. ધુમાડાથી મારી દીકરીની હાલત ગંભીર છે, અને હું અહીં સામાન ખસેડવા મજબૂર છું. અમારું અડધું ઘર બળી ગયું, પણ તંત્રને બે-ત્રણ દિવસની રાહ પણ નથી આપવી” આમ તેમને પોતાની વ્યથ્યા જણાવતા મકાન ખાલી કરવા માટે તંત્ર પાસે બે-ત્રણ દિવસનો સમય માંગ્યો છે.

રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થા પણ નહીં 

તપાસ માટે અસરગ્રસ્ત વિસ્તાર ખાલી કરાવવો જરૂરી હોઈ શકે, પરંતુ તંત્રની આ સંવેદનાહીન કાર્યવાહી શું દર્શાવે છે? શું આ લોકો ડિઝાસ્ટર મેનેજમેન્ટની તાલીમ ભૂલી ગયા છે, કે પછી માનવતાનો અભાવ જ તેમની ઓળખ બની ગયો છે? જેમના ઘર બળી ગયા, જેમના પરિવારજનો હોસ્પિટલમાં જીવન-મરણની લડાઈ લડી રહ્યા છે, તેમને બે દિવસનો સમય આપવામાં પણ તંત્રનો હાથ ધ્રૂજે છે? વૈકલ્પિક રહેવાની વ્યવસ્થા કે થોડી સહાયની વાત તો દૂર, આ લોકોને “તાત્કાલિક ખાલી કરો”નો ઓર્ડર આપી દેવાયો. શું આ ડોક્ટરો માણસ નથી?

મૃત નાગરિકોના આંકડા શા માટે છુપાવવામાં આવે છે? 

મૃત મેડિકલ વિદ્યાર્થીઓ અને નાગરિકોના આંકડા શા માટે છુપાવવામાં આવે છે? 19 મૃતદેહોની ઓળખ અને 15 લાપતા સફાઈ કર્મચારીઓનું શું? તંત્રની આ ગુપ્તતા અને ડોક્ટરો પરનું દબાણ શું દર્શાવે છે? આવા તો અનેક સવાલ થઈ રહ્યા છે.

આ પણ વાંચો:

Dhubri violence:’જોતાં જ ગોળી મારવાનો આદેશ’, આસામના ધુબરીમાં પરિસ્થિતિ વધુ વણસી

Rajkot: આજે પૂર્વ મુખ્યમંત્રી Vijay Rupani નો મૃતદેહ પરિવારને સોંપાશે, રાજકીય સન્માન સાથે અપાશે અંતિમ વિદાય

Ahmdedabad Plane Crash: 15 સફાઈ કર્મચારીઓ લાપતા, 19 મૃતદેહોની નથી થઈ ઓળખ

Israel Iran War: ઈરાને રાતોરાત ઈઝરાયલમાં મચાવી તબાહી, અનેક શહેરોમાં વિસ્ફોટ, જાણો કેટલું નુકસાન થયું

Ahmedabad Plane Crash: અમદાવાદમાં પ્લેન ક્રેશની આ બીજી ઘટના, 1988માં થયા હતા આટલા મોત!

Sunjay Kapur: કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરનું નિધન, છેલ્લી પોસ્ટ થઈ વાયરલ

Ahmedabad Plane Crash: પ્લેન દુર્ઘટનાના સંભિવત કારણો શું છે?, બ્લેક બોક્સ મળ્યું, જુઓ Video

  • Related Posts

    Bangladesh: “ઇન્શાલ્લાહ!, વો દિન ભી આયેગા જબ કશ્મીર પાકિસ્તાનકા હોગા!”, આતંકી ઝહીર સપના જુએ છે!!
    • October 28, 2025

     Hafiz Saeed in Bangladesh: ખતરનાક આતંકવાદી જૂથ લશ્કર-એ-તૈયબાના નેતા હાફિઝ સઈદે પડોશી બાંગ્લાદેશમાં પોતાનો પ્રભાવ વધારવાનું શરૂ કરી દીધું છે. હાફિઝના નજીકના સહયોગી અને મરકઝી જમિયત અહલ-એ-હદીસના ટોચના કમાન્ડર ઇબ્તિસમ ઇલાહી…

    Continue reading
    Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 
    • October 28, 2025

    Gujarat ST Bus Negligence: દિવાળીના તહેવારની રોણક વચ્ચે ગુજરાત રાજ્ય પરિવહન નિગમ (એસટી)એ મુસાફરોની મજબૂરીનો ફાયદો ઉઠાવીને એક નવો વિવાદ સર્જ્યો છે. પોરબંદરથી વેરાવળ જતી નિયમિત લોકલ બસ (સાંજે 5:30…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Delhi: દિલ્હીમાં “કલાઉડ સિડિંગ”નું સુરસુરીયું થઈ જતાં AAP એ સરકારની ઉડાવી મજાક!કહ્યું:-“લાગે છેકે ઇન્દ્રદેવ પણ સાથ આપવાના મૂડમાં નથી!!”

    • October 29, 2025
    • 4 views
    Delhi: દિલ્હીમાં “કલાઉડ સિડિંગ”નું સુરસુરીયું થઈ જતાં AAP એ સરકારની ઉડાવી મજાક!કહ્યું:-“લાગે છેકે ઇન્દ્રદેવ પણ સાથ આપવાના મૂડમાં નથી!!”

    UP Crime: કાકી-કાકાએ 12 વર્ષના ભત્રીજાને પતાવી દીધો, પ્રાઈવેટ પાર્ટ પર….

    • October 28, 2025
    • 4 views
    UP Crime: કાકી-કાકાએ 12 વર્ષના ભત્રીજાને પતાવી દીધો, પ્રાઈવેટ પાર્ટ પર….

    Mumbai:લગ્નના 11 મહિના પછી મહિલાનું મોત, સાસરિયાઓ પર ધીમા ઝેરથી હત્યાનો આરોપ; 6 લોકોની ધરપકડ

    • October 28, 2025
    • 4 views
    Mumbai:લગ્નના 11 મહિના પછી મહિલાનું મોત, સાસરિયાઓ પર ધીમા ઝેરથી હત્યાનો આરોપ; 6 લોકોની ધરપકડ

    Bangladesh: “ઇન્શાલ્લાહ!, વો દિન ભી આયેગા જબ કશ્મીર પાકિસ્તાનકા હોગા!”, આતંકી ઝહીર સપના જુએ છે!!

    • October 28, 2025
    • 5 views
    Bangladesh: “ઇન્શાલ્લાહ!, વો દિન ભી આયેગા જબ કશ્મીર પાકિસ્તાનકા હોગા!”,  આતંકી ઝહીર સપના જુએ છે!!

    રશિયાને મોટો ફટકો, ટ્રમ્પના પ્રેશરથી લુકોઈલે પોતાની વિદેશી કંપનીઓ વેચવા કાઢી! | Russia | US

    • October 28, 2025
    • 9 views
    રશિયાને મોટો ફટકો, ટ્રમ્પના પ્રેશરથી લુકોઈલે પોતાની વિદેશી કંપનીઓ વેચવા કાઢી! | Russia | US

    Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 

    • October 28, 2025
    • 23 views
    Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ!