
- રાજકોટ સીસીટીવી વીડિયો કાંડ અંગે અમદાવાદ પોલીસે કરી પ્રેસ કોન્ફ્રન્સ; આરોપીઓ વિશે આપી ચોંકાવનારી માહિતી
રાજકોટની હોસ્પિટલમાં મહિલાઓના સારવાર દરમિયાનના ચેકઅપના સીસીટીવી વેચવાના કૌભાંડમાં અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે મહારાષ્ટ્રથી બે અને ઉત્તર પ્રદેશી એક આરોપીની ધરપકડ કરી છે. આ બંને આરોપી ટેલિગ્રામ ચેનલમાં આ પ્રકારનાં દૃશ્યો વેચતા હતા. આ માટે તેઓ લોકો પાસેથી મોટી રકમ લેતા હોવાની વિગતો પણ અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચ પાસે આવી છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કરેલી પ્રેસ કોન્ફ્રન્સમાં જણાવ્યું છે કે, રાજકોટની હોસ્પિટલમાંથી સીસીટીવી આઇપીના આધારે હેક થયા હોવાનું પ્રાથમિક દ્રષ્ટિથી દેખાઈ રહ્યું છે. 20 ફેબ્રુઆરીએ મહારાષ્ટ્ર સહિત ઉત્તર પ્રદેશથી આરોપીઓને લઈને અમદાવાદ સાયબર ક્રાઇમ ગુજરાત પહોંચશે. પોલીસના જણાવ્યા અનુસાર, પાયલ હોસ્પિટલના સીસીટીવીને હેક કરવા માટે આરોપીઓ 2024ના ડિસેમ્બર મહિનાથી કોશિશ કરી રહ્યાં હતા. આરોપીઓને જાન્યુઆરીમાં સીસીટીવી હેક કરવામાં સફળતા મળી ગઈ હતી.
પોલીસે પ્રેસ કોન્ફ્રન્સમાં જણાવ્યું કે, આરોપીઓ રોમાનિયાના કોઈ હેકર્સ સાથે વર્ચ્યુલી કોન્ટેક્ટ નંબરથી જોડાયેલો હતો. આ અંગે વધારે તપાસ કરવામાં આવી રહી છે. આ આરોપીઓ હેકર્સને કેવી રીતે પૈસા આપે છે, તેના વિશે પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે પ્રેસ કોન્ફ્રન્સમાં જણાવ્યું કે, હોસ્પિટલના સ્ટાફની કોઈ સંડોવણી પ્રથમ દ્રષ્ટિએ સામે આવી રહી નથી. પોલીસના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં આરોપીઓ આવ્યા પછી વધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
ટેલિગ્રામ ચેનલ મહારાષ્ટ્રથી થતી હતી ઓપરેટ
મહિલાઓના સારવાર દરમિયાનના ચેકઅપના સીસીટીવી વેચવાના કૌભાંડ મામલે JCP શરદ સિંઘલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં તેમણે જમાવ્યું હતું કે, રાજકોટ ક્રાઇમ દ્વારા મહત્ત્વની મદદ મળી છે. 3 મહિનાના સીસીટીવી IP ચેક કરવામાં આવ્યા છે. આ ટેલિગ્રામ ચેનલ મહારાષ્ટ્રના સાંગલીના લાતુરથી ઓપરેટ થતી હતી. મહારાષ્ટ્ર અને પ્રયાગરાજમાં ટીમ દ્વારા તપાસ કરવામાં આવી છે. ફુલચંદ્ર નામનો બીજો વ્યક્તિ ટેલિગ્રામ ચેનલ ચલાવતો હતો. રોમાનિયા અને એટલાન્ટાના હેકર સાથે પ્રજ્વલ સંપર્કમાં હતો.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, દેશની અલગ અલગ જગ્યાએ હોસ્પિટલમાં સીસીટીવી હેક થયાની શક્યતા છે. હજી સુધી કોઇ હોસ્પિટલ સ્ટાફની મદદગારી સામે આવી નથી. એક વર્ષથી આ પ્રકારની ચેનલ ચાલતી હતી. બે આરોપીઓ 12 પાસ હતા. કુલ ત્રણ આરોપી છે. જેમાંથી બેને ઝડપી પાડવામાં આવ્યા છે. તેમને લાવવામાં આવી રહ્યા છે. આવ્યા બાદ ડિટેઇલ મળશે. રાજકોટની હોસ્પિટલના CCTV મેળવવા ડિસેમ્બરથી પ્રયાસ કરતા હતા. જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં સીસીટીવી મેળવ્યા હતા.
એક ટેલિગ્રામ ચેનલ પ્રયાગરાજથી ચાલતી હતી. પ્રયાગરાજમાં હાલ કુંભનો મેળો ચાલી રહ્યો છે. તેમાં કોઇ મહિલાના વીડિયો મેળવી લીધા હોય તો તેમના ફોન મેળવ્યા બાદ જાણ થશે. પરંતુ તેના મોબાઈલથી ડિલિટ થયેલો ડેટા ભેગો કરવામાં આવશે.
બે મહારાષ્ટ્રથી ઝડપાયા આરોપી વિશે આપી માહિતી
પ્રજ્વલ અશોક તૈલી (અભ્યાસ- ધો. 12 પાસ, રહે. લાતુર, રોલ- મોલ, હોસ્પિટલ તેમજ અલગ અલગ જગ્યાના સીસીટીવી હેક કરાવતો હતો)
વ્રજ રાજેન્દ્ર પાટીલ (અભ્યાસ- નીટની તૈયારી કરે છે, રહે. સાંગલી, રોલ- રૂપિયા કલેક્શન કરવાનું કામ કરતો હતો)
અમદાવાદ સાયબર ક્રાઈમે જે બે આરોપીને મહારાષ્ટ્રથી ઝડપી પાડ્યા છે તેમનાં નામ પ્રજ્ઞેશ પાટીલ અને પ્રજ્વલ તેલી હોવાનું જાણવા મળ્યું છે. એક ટીમ હજી યુપીમાં તપાસ કરી રહી છે. સાયબર ક્રાઈમ બ્રાન્ચના અધિકારી પાસેથી મળતી માહિતી પ્રમાણે, મહિલાઓના સારવાર દરમિયાન સીસીટીવી ફૂટેજ મેળવીને અલગ-અલગ લોકોને ટેલિગ્રામ ચેનલ પર જોવા માટે લિંક મોકલવાના પ્રકરણમાં બે આરોપીને અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચની ટીમે મહારાષ્ટ્રના બે અલગ-અલગ જિલ્લામાંથી ધરપકડ કર્યા છે.
#NCLive | #Watch | Payal Maternity Hospitalના વીડિયો વાયરલ બાબતે અમદાવાદ પોલીસની પ્રેસ
#ViralVideo | #PayalHospital | #CCTV | #ViralVideo https://t.co/gw4RCQvql6— NewsCapital Gujarat (@NewsCapitalGJ) February 19, 2025
આ બંને આરોપી પહેલાંથી આ પ્રકારે મહિલાઓના અશ્લીલ વીડિયો વેચીને કમાણી કરતા હતા. હજી પણ આ સમગ્ર દિશામાં તપાસ ચાલી રહી છે. આ બંને આરોપીને અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચ લાવ્યા બાદ તેમની વધુ પૂછપરછ કરવામાં આવશે.
તેમણે વધુમાં ઉમેર્યું કે રાજકોટની જે હોસ્પિટલમાં સીસીટીવી આ યુટ્યૂબ ચેનલમાં અપલોડ કરવામાં આવ્યા હતા એ તપાસમાં પણ સ્પષ્ટ થયું છે કે હોસ્પિટલના સીસીટીવી કેમેરાના આઈપીના આધારે ફૂટેજ હેક કરવામાં આવ્યા હતાં. બાદમાં આ ફૂટેજ સોશિયલ મીડિયા પર વેચતા કરી દીધા હતાં.
આ પણ વાંચો- ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સાથીદાર એવા મસ્કને લઈને આપ્યું ચોંકાવનારું નિવેદન