
Ahmedabad: આવતીકાલે 26 ફેબ્રુઆરી અમદાવાદનો 614મો સ્થાપના દિવસ છે. સાથે જ મહાદેવના મહાપર્વ શિવરાત્રીનો અવસર છે. ત્યારે અમદાવાદ શહેરની સ્થાપના બાદ એટલે કે, 614 વર્ષ બાદ નગરદેવી ભદ્રકાળી માતા પહેલીવાર નગરયાત્રાએ નીકળવાના છે. 6.25 કિ.મી. લાંબી નગરયાત્રામાં લાખોની સંખ્યામાં ભક્તો જોડાશે. સવારે 7:30 વાગ્યે પ્રસ્થાન થનારી નગરયાત્રા સૌથી જૂના શહેરના વિસ્તારોમાં ફરવાની છે.
અમદાવાદના લાલ દરવાજા ખાતે આવેલા નગરદેવી ભદ્રકાળી માતાજી મંદિરથી સવારે 7:00 વાગ્યે માતાજીની આરતી અને પૂજા થશે. ભદ્ર પરિસરમાં આવેલા માતાજીના પંજાની આરતી અને પૂજા થશે. ત્યારબાદ માતાજીની પાદુકા રથમાં મૂકવામાં આવશે. અમદાવાદના મેયર પહિંદ વિધિ કરશે.
આ નગરયાત્રા ભદ્ર પરિસરથી ત્રણ દરવાજા થઈ માણેકચોક માણેકનાથ દાદાની આરતી કરવામાં આવશે. ત્યાંથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ ખાતે પહોંચશે, જ્યાં પદાધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ આરતી ઉતારશે.
જુઓ સમય ક્યાથી ક્યા યાત્રા?
આ પણ વાંચોઃ DWARKA: શિવરાત્રીના 1 દિવસ પહેલા મહાદેવ મંદિરમાંથી શિંવલિંગ ચોરાયું, ભક્તો ક્યાં કરશે પૂજા?
આ પણ વાંચોઃ Kheda: નડિયાદમાં સિટી બસ સેવા 63 દિવસમાં જ બંધ: પૂરા 3 મહિના પણ ન ચાલી, પાર્સિંગનું બહાનું કાઢ્યું
આ પણ વાંચોઃ શું સરકારે SC, ST, OBC અને લઘુમતી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ બંધ કરી દીધી છે?