
અમદાવાદ(Ahmedabad)ના નરોડાની ગૌશાળામાં ગાયોની અવદશાનો વીડિયો વાઇરલ થયો છે. વીડિયોમાં પાંજરાપોળની (Panjrapol) ગૌશાળાનાં દ્રશ્યો મનને વિચલિત કરી દે છે. સાંકડી જગ્યામાં ગીચોગીચ ગૌવંશને રાખતા અનેક ગાયો ઈજાગ્રસ્ત હાલતમાં છે. ખાનગી ગૌ શાળાનાં નામે લૂંટ ચલાવતા હોવાનો આરોપ ગૌ રક્ષકોએ લગાવ્યો છે. હાલ ગૌ શાળા સંચાલકો સામે રોષ ભભૂક્યો છે.
વીડિયો અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલી ગૌશાળાનો હોવાનું કહેવાઈ રહ્યું છે. આ વાઇરલ વીડિયોમાં જે દ્રશ્યો દેખાય છે તે મનને વિચલિત કરે એવા છે. નાની જગ્યામાં ગીચોગીચ ગૌવંશને રાખવામાં આવતા અનેક ગાયો ઘાયલ હાલતમાં જોવા મળી. માહિતી અનુસાર નરોડા (Naroda) ખાતે વિરાટ પાંજરાપોળ ગૌસેવા ટ્રસ્ટ દ્વારા ગૌશાળા ચલાવવામાં આવે છે. વિરલ દેસાઈ અને ચંદ્રેશ જોશી દ્વારા આ ખાનગી ટ્રસ્ટ વિરાટ પાંજરાપોળનાં નામથી ચલાવાય છે.
ગાયોની હાલત ખરાબ
અહીં બિમાર પડતી ગાયોને JCBથી ભરવામાં આવતી હોવાના આક્ષેપ થયા છે. ઘાસ ખવડાવવાની રીત પણ ખૂબ જ શરમ જનક છે. જેથી AMC અને પશુપાલન વિભાગ દ્વારા કોઈ કડક પગલાં લેવાય તેવી ગૌ રક્ષકોએ માગ કરી છે.
આ પણ વાંચોઃ BHUJ: ગંદી ગટરોની ગજબ તસ્વીરો વિદેશી પ્રવાસીએ કેમેરામાં કંડારી, જુઓ