
- અમિત શાહે કહ્યું- દિલ્હીના લોકોએ જૂઠાણા, કપટ અને ભ્રષ્ટાચારના શીશમહેલનો કર્યો નાશ
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની લીડ અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે દિલ્હીના લોકોએ બતાવી દીધું છે કે વારંવાર ખોટા વચનો આપીને જનતાને ગેરમાર્ગે દોરી શકાતી નથી.
અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં લખ્યું, “જનતાએ ગંદી યમુના, ગંદા પીવાના પાણી, તૂટેલા રસ્તાઓ, છલકાતી ગટરો અને દરેક શેરીમાં ખુલી રહેલી દારૂની દુકાનોને પોતાના મતોથી પ્રતિસાદ આપ્યો છે.”
ચૂંટણી પંચના બપોરે 1.30 વાગ્યા સુધીના આંકડા મુજબ, ભાજપે ચાર બેઠકો જીતી છે અને 44 પર આગળ છે. આમ આદમી પાર્ટીએ ચાર બેઠકો જીતી છે અને 18 પર આગળ છે.
અમિત શાહે શ્રેણીબદ્ધ પોસ્ટ્સમાં લખ્યું, “દિલ્હીના લોકોએ જૂઠાણા, કપટ અને ભ્રષ્ટાચારના કાચના મહેલનો નાશ કર્યો છે અને દિલ્હીને આપ-દા (આપદા-આફત) મુક્ત બનાવી દીધી છે.”
“દિલ્હીએ વચન તોડનારાઓને એવો પાઠ ભણાવ્યો છે કે તે દેશભરમાં જનતાને ખોટા વચનો આપનારાઓ માટે એક ઉદાહરણ સ્થાપિત કરશે. આ દિલ્હીમાં વિકાસ અને વિશ્વાસના નવા યુગની શરૂઆત છે.”
આ પણ વાંચો-કોણ છે પ્રવેશ વર્મા જેમણે કેજરીવાલ અને AAPને આપીને કારમી હાર; જાણો