
- આગ લાગતાં ગ્રામ્ય વિસ્તારો તરફ પ્રાણીઓની દોડ
- આગ લાગવાનું કારણ અકબંધ
Fire in Amreli Area: હાલના સમયમાં આકરી ગરમી પડી રહી છે. તાપમાન 40 ડિગ્રી ઉપર છે. ત્યારે આવા બળબળતાં તાપમાં અમરેલીના જંગલ વિસ્તરામાં આગ ભભૂકી ઉઠી છે. આ આગની ઘટના રાજુલાના રામપરા ગામ પાસે ટોરેન્ટ વિસ્તારમાં બની છે. આ વિસ્તારમાં જંગલી પ્રાણીઓ પણ વસવાટ કરે છે. આ આગની ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ આગ બૂઝવવાની કામગીરી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ આજે સવારે 10 વાગ્યાની આસપાસ રાજુલાના રામપરા ગામે આવેલી પડતર 800 વીઘા જેટલા જંગલ વિસ્તારમાં આગ પ્રસરી ગઈ હતી. આ આગ લાગવાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. જમીન પડતર હોવાથી અહીં મોટા વૃક્ષોનું જંગલ છે.

આ પણ વાંચોઃ જયપુર બોમ્બ બ્લાસ્ટ કેસમાં 4 આતંકીને આજીવન કેદ | Jaipur bomb blast
આ પણ વાંચોઃ સમગ્ર દેશમાં કોંગ્રેસને ભાજપથી ચઢિયાતી બનાવવા અમદાવાદમાં CWCની બેઠક, સત્તા પક્ષ પર ચાબખાં
આ પણ વાંચોઃ આખરે આરોગ્યકર્મીઓએ કેમ હડતાળ સમેટી?, આરોગ્યકર્મીઓ પાછી પાની કરી | Health workers







