
અમરેલીમાં ગુજરાત વિધાનસભાના નાયબ દંડક અને ભાજપ નેતાના નામે એક લેટરકાંડ સામે આવ્યો હતો. જેમાં કેટલાંક આરોપીઓને પોલીસ ઝડપી પાડ્યા છે. જેમાં એક મહિલા પણ ઝડપાઈ હતી. જો કે પોલીસ દ્વારા મહિલાનું રિકન્ટ્રક્ટશનના નામે સરઘસ કાઢવામાં આવતાં સમગ્ર ગુજરાતમાં રોષ ફાટી નીકળ્યો હતો. પાટીદાર સમાજ, અને કોંગ્રેસ અને આપના નેતાઓએ આ બનાવનો ભારે વિરોધ કર્યો હતો. હવે આ વિરોધમાં હવે કરણી સેનાએ પમ ઝંપલાવ્યું છે. કરણી સેનાના રાષ્ટીય અધ્યક્ષ રાજ શેખાવતનો એક વિડિઓ વાયરલ થયો છે.
અમારો ક્ષાત્રધર્મ છે, દીકરીનું રક્ષણ કરવાનોઃ રાજ શેખાવત
વાયરલ વીડિયોમાં ક્ષત્રિય કરણી સેના અધ્યક્ષ રાજ શેખાવત હુંકાર કરતાં કહ્યું કે અમે ક્ષત્રિય છીએ, અમરેલીમાં એક દીકરીનું અપમાન કરવામાં આવ્યું છે. અમારો ક્ષાત્રધર્મ છે, દીકરીનું રક્ષણ કરવાનો. અમે બધા ક્ષત્રિયો પાટીદાર દીકરી સાથે છીએ. દીકરીને ન્યાય અપાવવો તે અમારું દાયિત્વ છે. આવી ઘટનાઓ અટકાવવી તે પણ અમારું દાયિત્વ છે. તો આપણે બધા ક્ષત્રિયોએ બહેનને ન્યાય અપાવીએ. અને બેનને અપમાનિત કરનારા દોષિતોને આપણે સજા અપાવીએ.