
Amreli gseb board exam: અમરેલી જીલ્લાના સાવરકુંડલામાં આવેલા એક પરિક્ષા કેન્દ્ર પરથી ડમી વિદ્યાર્થિની ઝડપાઈ છે. તે નાની બહેન બિમાર પડતાં નાની બહેન વતી પરિક્ષા આપવા પહોંચી હતી. જ્યારે ઝડપાયેલી છોકરીને પૂછવાામાં આવતાં જણાવ્યું હતુ કે મારી નાની બહેનને ટાઈફોડની બિમારી થઈ છે. જેથી પરિક્ષા આપવા આવી છું. હાલ બંને બહેનો વિરુદ્ધ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચોઃ PM મોદી જામનગરની મુલાકાતે, હાલ વનતારા પહોંચ્યા, શું વનતારા અંબાણીનો બિઝનેસ છે?
સાવરકુંડલા જે.વી મોદી હાઈસ્કૂલમાં ડમી વિદ્યાર્થીની ઝડપાઈ છે. આ ઘટના ગઈકાલે 1 માર્ચે બની છે. સોલંકી સારદાને બદલે સોલંકી દક્ષા પરિક્ષા આપવા પહોંચી હતી. ખંડ નિરીક્ષકે તપાસ કરતાં ફોટો મેચ થયો ન હતો. ધોરણ 10 ના ગણિતના પેપરમાં નાની બહેનના બદલે મોટી બહેન પરીક્ષા આપતા ઝડપાઈ છે. નાની બહેનને ટાઈફોડ હોવાથી મોટી બહેન પરીક્ષા આપવા પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે.
હાલ સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં બંને બહેનો સામે કાર્યવાહી હાથ ધરાઈ છે.
આ પણ વાંચોઃ Vadodara: વિદ્યાર્થીઓનું સભા ગાયનઃ વત્સલા પાટીલે શાસ્ત્રીય સંગીતના સૂર રેલાવ્યા
આ પણ વાંચોઃ UP Video: ‘સંકટમોચન’ પોલીસે વિદ્યાર્થીને બેરહમીથી માર માર્યો, હનુમાનના નામે છોડવા બૂમો પાડી!
આ પણ વાંચોઃ US-Ukraine: ટ્રમ્પ અને ઝેલેન્સ્કી વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલી બાદ NATOની ચિંતા કેમ વધી?, રશિયા ખુશ!