Anand: પાલિકા કારોબારી ચેરમેનની પત્ની અને સોશિલય મિડિયા ઈન્ફ્લુએન્સર રિદ્ધિ પટેલનું મોત

Anand: આણંદ જીલ્લાની બોરીયાવીની એક મહિલા રહસ્યમય સંજોગોમાં મોત થતાં ખળભળાટ મચી ગયો છે. મૃતક મહિલા સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અને બોરીયાવી નગરપાલિકાના કારોબારી ચેરમેનની પત્ની છે. તે પોતાની સાસરી બોરીયાવીમાં રહેતી હતી. ત્યારે તેનું એકાએક શંકાસ્પદ સંજોગોમાં મોત થઈ જતાં વડતાલ પોલીસ પણ દોડતી થઈ છે. વડતાલ પોલીસે હાલ તપાસ હાથ ધરી છે. મહિલાના મોત બાદ પરિવારમાં આઘાતમાં છે.

આણંદ જિલ્લાના બોરીયાવી ગામે સાસરીમાં રહેતી 26 વર્ષિય રિદ્ધિ રૂષિન પટેલનો મૃતદેહ ગઈકાલે મોડી સાંજે કણજરી બેચરપુરા સીમની કેનાલના પાણીમાંથી મળી આવ્યો હતો.  તરવૈયાઓએ મહિલાની લાશને બહાર કાઢી હતી. હદ વિસ્તાર ધરાવતી વડતાલ પોલીસને જાણ થતાં તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. જાણવા મળી રહ્યું છે કે તે સોશિયલ મિડિયામાં ખૂબ એક્ટિવ હતી.

મૃતકના પિતા હિરેન નંદલાલ સુથારની  ફરિયાદના આધારે વડતાલ પોલીસે અપમૃત્યુનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.  આ બનાવ આપઘાત છે કે અન્ય કોઈ કારણ છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. મહિલાના મોત મામલે હજુ સુધી કોઈ કારણ સચોટ કારણ  બહાર આવ્યું નથી.

રિદ્ધિએ લવ મેરેજ કર્યા હતા, બાળકે માતા ગુમાવી

મૃતક રિદ્ધિના લગ્ન 4 વર્ષ પહેલા બોરીયાવી ગામના રૂષિન પટેલ સાથે થયા હતા. તેને દોઢ વર્ષનું બાળક પણ છે. રિદ્ધિના પતિ રૂષિન પટેલ બોરીયાવી નગરપાલિકાના કારોબારી ચેરમેન છે. રિદ્ધિ અને રૂષિનના લવ મેરેજ થયા હતા. જે બાદ તે બોરીયાવી ગામે સાસરીમાં રહેતી હતી. હાલ તો વડતાલ પોલીસે મહિલાના મોત મામલે સઘન તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ  વલસાડમાં લૂંટને અંજામ આપી કાશીમાં બની બેઠો સંત, આ ભગવાધારીની 21 વર્ષે ધરપકડ | Valsad Crime

આ પણ વાંચોઃ Rajkot Crime: આરોપી ભૂવાએ મહિલાના મોતનો દોષ માતાપિતા પર નાખ્યો, વાંચો વધુ

આ પણ વાંચોઃ Anand: સરદારના નામે લાભ લેતાં એકેય ધારાસભ્ય કરમસદ અંગે કેમ ન બોલ્યા?

આ પણ વાંચોઃ Gujarat: મુખ્યમંત્રી કહે છે પહેલા અરજદારનું કામ કરો! તો નડિયાદમાં મહિલાને 25 ધક્કા કેમ ખડાવ્યા?

  • Related Posts

    Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન
    • March 19, 2026

    Mini storm: રાજ્યમાં સાયકલોનિક સર્ક્યુલેશન,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે સમગ્ર રાજ્યમાં ધૂળની ડમરી સાથે ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે.વડોદરામાં પણ સાંજના સમયે ધૂળની…

    Continue reading
    Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!
    • March 19, 2026

    ■ શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન આશ્રમમાં જ નકલી નોટો છાપવાનું ચાલુ કરી ફોર્ચ્યુનર ગાડી ઉપર ‘ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા આયુષ મંત્રાલય’નું બોર્ડ ઠપકારી હેરાફેરી ચાલુ કરી પણ વટાણા વેરાઈ ગયા અને…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Supreme Court: પોલીસ દ્વારા આરોપીને પહેરાવતી હાથકડી કે ધરપકડના વિડીયો બનાવી વાયરલ કરવા સામે સુપ્રીમમાં PIL દાખલ

    • March 20, 2026
    • 3 views
    Supreme Court: પોલીસ દ્વારા આરોપીને પહેરાવતી હાથકડી  કે ધરપકડના વિડીયો બનાવી વાયરલ કરવા સામે સુપ્રીમમાં  PIL દાખલ

    BJP: નરેન્દ્ર મોદી ચૂંટણીઓમાં વ્યસ્ત છે અને લોકો ગેસની લાઈનોમાં ઉભા છે!

    • March 20, 2026
    • 10 views
    BJP: નરેન્દ્ર મોદી ચૂંટણીઓમાં વ્યસ્ત છે અને લોકો ગેસની લાઈનોમાં ઉભા છે!

    Keshubapa: નરેન્દ્ર મોદી ‘ગપ્પા’ મારવામાં માહિર છે! તેમ કેશુબાપા કેમ કહેતા હતા? જાણો

    • March 20, 2026
    • 8 views
    Keshubapa: નરેન્દ્ર મોદી ‘ગપ્પા’ મારવામાં માહિર છે! તેમ કેશુબાપા કેમ કહેતા હતા? જાણો

    Thunderstorm: જગતના તાતને માવઠાએ રડાવ્યા! ઉભા પાકને વ્યાપક નુકશાન! નકલી નોટોનો ખેલ કરનાર ‘ગુરુજી’ કોણ છે?જુઓ ખાસ વિશ્લેષણ

    • March 20, 2026
    • 9 views
    Thunderstorm: જગતના તાતને  માવઠાએ રડાવ્યા! ઉભા પાકને વ્યાપક નુકશાન! નકલી નોટોનો ખેલ કરનાર ‘ગુરુજી’ કોણ છે?જુઓ ખાસ વિશ્લેષણ

    Cremation Coal: અરેરે…જ્યાં ‘માનવ દેહ’ બળે છે તેજ કોલસાથી હવે ‘રોટલી-ચિકન’બનાવાય છે! લોકો મોજથી આરોગી રહ્યા છે!!

    • March 20, 2026
    • 12 views
    Cremation Coal: અરેરે…જ્યાં ‘માનવ દેહ’ બળે છે તેજ કોલસાથી હવે ‘રોટલી-ચિકન’બનાવાય છે! લોકો મોજથી આરોગી રહ્યા છે!!

    Tech World: ઈરાન ઉપર હુમલો કરી ટ્રમ્પે આખી દુનિયાની પથારી ફેરવી નાખી છે! ‘ગેસ-તેલ’ બાદ હવે વિશ્વની ડિજિટલ લાઈફલાઈન ઉપર ઈરાનની નજર!

    • March 20, 2026
    • 13 views
    Tech World: ઈરાન ઉપર હુમલો કરી ટ્રમ્પે આખી દુનિયાની પથારી ફેરવી નાખી છે! ‘ગેસ-તેલ’ બાદ હવે વિશ્વની ડિજિટલ લાઈફલાઈન ઉપર ઈરાનની નજર!