Rajkot Crime: આરોપી ભૂવાએ મહિલાના મોતનો દોષ માતાપિતા પર નાખ્યો, વાંચો વધુ

Rajkot Crime: રાજકોટમાં મહિલાએ કરેલા આપઘાત મામલે હવે એક નવો વળાંક આવ્યો છે. જેમાં ભૂવાનો વીડિયો સામે આવ્યો છે. તેણે આક્ષેપ કર્યો છે તેના માતાપિતાના ત્રાસથી આપઘાત કર્યો છે. કોમલનો પિતા તેની માતાને મારતો હોવાનો આક્ષેપ કર્યો છે.

શહેરના મવડી વિસ્તારમાં એક વર્ષથી ભૂવાની સાથે રહેતી નર્સિંગનો અભ્યાસ કરેલી મહિલાએ હોળીના દિવસે ઝેરી દવા પી લીધી હતી, જેનું સોમવારે રાત્રે મોત નીપજ્યું હતું. મવડીના ભૂવાએ યુવતીને  બીક બતાવી હતી કે તેના પિતાનું મોત થઈ જશે. જેથી  તેની વિધિ કરવી પડશે. તેમ કહી પોતાની સાથે રાખતો હતો. જે બાદ બંનેએ લવ મરેજ કર્યા હોવાનું પણ સામે આવ્યું છે.  જો કે યુવતીએ આપઘાત કરી લેતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

મળતી વિગતો અનુસાર અનુસાર નર્સિંગનો અભ્યાસ કરેલી 26 વર્ષિય કોમલ(રહે. ભગવતીપુરા, રાજકોટ) ને ભૂવા કેતન સાગઠિયા(મવડી સ્મશાન) વિધિના નામે પ્રેમજાળમાં ફસાવી ભગાડી ગયો હતો. તું વિધિ નહીં કરાવું તો તારા પિતાનું મોત થશે. તેમ કહી પ્રેમજાળમાં ફસાવી હતી જે બાદ કોમલ ભૂવા કેતન સાથે લવ મેરેજ કરીને છેલ્લા દોઢ વર્ષથી રહેતી હતી. જો કે મહિલાએ ભૂવાના ત્રાસથી કંટાળી ઝેરી દવા પી લેતાં ગંભીર હાલતમાં દવાખાને લઈ પહોંચ્યો હતો. જ્યાં તેનું  17 માર્ચે મોત થઈ ગયું હતુ. જોકે  ભૂવો ફરાર થઈ ગયો હતો.

પરિવારનો આરોપ છે કે આ ભૂવાએ કોમલના નામે અનેક લોન લઈને રૂપિયા વાપરી નાંખ્યા હતા અને તેને દેવામાં ધકેલી દીધી હતી. આ પહેલા પણ ભુવાએ અનેક દીકરીઓની જિંદગી બગાડી હોવાના આરોપ લગાવ્યા હતા.

જો કે હવે આરોપી ભૂવા કેતન સાગઠિયાએ એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેણે કહ્યું કે મેં આપઘાત કરવા કોમલને પ્રેરિત કરી નથી. તેણે તેના માતાપિતાના ત્રાસથી આપઘાત કરી લીધો છે. વાતચીતનો  સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે. જેના આધારે આરોપી ભૂાએ કહ્યું છે કે યુવતીએ મારાથી ત્રાસી નહીં  પરંતુ તેનાં માતા-પિતાના ત્રાસથી આપઘાત કર્યો છે.

હાલ તો રાજકોટ તાલુકા પોલીસે આરોપી ભૂવા વિરુધ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરી છે.  ત્યારે હવે શંકાની સોય મહિલાના પરિવાર પર તકાઈ છે.

દિકરીને ભૂવાએ ઝેરી દવા પીવડાવી: મૃતક મહિલાના પિતા

બીજી તરફ મૃતક મહિલાના પિતાએ ગંભીર આક્ષેપ કર્યા છે. મારી દિકરને ઝેરી દવા પીવડાવી હત્યા કર્યા હોવાનો આક્ષેપ યુવતીના પિતાએ લગાવ્યો છે. ગઈકાલે યુવતીએ ઝેરી દવા પી લીધાના આક્ષેપ સાથે ભૂવો તેને હોસ્પિટલ લઈને આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન યુવતીનું મોત નિપજતા તે પ્રેમી ભૂવો યુવતીની લાશને હોસ્પિટલમાં તરછોડી ભાગી ગયો હતો.

સ્ક્રિનશોર્ટમાં શું લખ્યું છે?

કેતન સોરી યાર મારા જીવ, મારાથી હવે ઘરનું ટોર્ચર સહન નથી થતું. પપ્પા મમ્મીને કાયમી દારૂ પીને મારે છે. તમારા ધંધાના પૈસા મેં મમ્મીને મોકલી દીધા યાર તમે માગ્યા ન હતા. મમ્મી કે દાગીના છોડાવી દે, હવે હું ઘરથી સાવ કંટાળી ગઈ છું. મેં એકવાર દવા પીધી એ પણ એના ત્રાસથી. કાયમી પપ્પા દારૂ પી ઝઘડા કરે હું તમારી સાથે શાંતિથી રહેવા માગું છું. પણ દિકા શું કરું તમે મને કંઇ ઘટવા નથી દીધું, જાન હું મરીને પણ તમારી સાથે રહીશ. મેં દવા પી લીધી છે. તમે ગયા પછી મમ્મીનો કોલ હતો. જીવ મને માફ કરજો.

આ પણ વાંચોઃ Anand: સરદારના નામે લાભ લેતાં એકેય ધારાસભ્ય કરમસદ અંગે કેમ ન બોલ્યા?

આ પણ વાંચોઃ Gandhinagar: ગાંધીનગરમાં આરોગ્યકર્મીઓનું ત્રીજા દિવસે આંદોલન ચાલુ, ‘ઠરાવ કરો’

આ પણ વાંચોઃ Gujarat: મુખ્યમંત્રી કહે છે પહેલા અરજદારનું કામ કરો! તો નડિયાદમાં મહિલાને 25 ધક્કા કેમ ખડાવ્યા?

આ પણ વાંચોઃ Bharuch: અંકલેશ્વરના બાકરોલમાંથી માનવ કંકાલ મળતાં ખળભળાટ, પોલીસ ઘટનાસ્થળે

 

 

Related Posts

Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
  • September 13, 2026

Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

Continue reading
Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
  • September 13, 2026

Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

  • September 16, 2026
  • 3 views
Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

  • September 16, 2026
  • 4 views
Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

  • September 16, 2026
  • 5 views
UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

  • September 16, 2026
  • 9 views
Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

  • September 16, 2026
  • 9 views
‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત

  • September 16, 2026
  • 12 views
Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત