Anand: આણંદમાં બેદરકારી દાખવતી 3 રેસ્ટોરન્ટ્સ સીલ, બહારનું ખાતા પહેલા ચેતજો

Anand News: જો તમે પણ બહારનું ખાતા હોય તો ચેતજો. ઉનાળો શરુ થતાં જ આણંદ શહેરમાં ફૂડ વિભાગે સઘન તપાસ હાથ ધરી છે. કારણ કે અહીં વારંવાર કેટલીક વાશી ખાવાનું હોટલમાં મળી આવતું હોય છે. ત્યારે આણંદમાં આરોગ્ય વિભાગે ખાવાની ચીજવસ્તુઓ બનાવવામાં ભેળસેળ, સ્વચ્છતાનો અભાવ અને બેદરકારી દાખવાતી રેસ્ટોરન્ટ્સ અને હોટલ સામે કાર્યવાહી હાથ ધરી છે. આણંદ ફૂડ વિભાગ હાલ 3 રેસ્ટોરન્ટ્સને સીલ કરી હોવાની જાણકારી મળી રહી છે.

કમિશનર મિલિંદ બાપનાના આદેશ બાદ વિભાગની અલગ અલગ ટીમો દ્વારા વિવિધ હોટેલ-રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરવામાં આવી છે. આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે હોટેલો, રેસ્ટોરન્ટમાં સ્વચ્છતા બાબતે ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં આણંદ- વિદ્યાનગર રોડ પરની રાજસ્થાની દાલબાટી, તાજા પીઝા અને સ્ટેશન રોડની નાઝ રેસ્ટોરન્ટમાં જાહેર આરોગ્યને નુકસાન કરતી ગંભીર ક્ષતિઓ જણાતા સીલ કરી દેવાઈ છે. આણંદ સોજીત્રા રોડ ઉપરની મારૂતિ સોલારીસ ખાતેની વૉક ઓન ફાયર હોટેલને પણ સીલ કરાઈ છે. જીપીએમસીની કલમ 376-એ અંતર્ગત સીલ કરી દેવાઈ છે.

આરોપ લાગ્યો છે કે મનપા તંત્ર મોટી હોટેલોના રસોડા, ખોરાક અંગે તપાસ કરવા જતા નથી અને નાની હોટેલોમાં તપાસ હાથ ધરી કાર્યવાહી કરી સંતોષ માની રહી છે.

કઈ કઈ બેદરકારીઓ સામે આવી?

હોટેલ- રેસ્ટોરન્ટોમાં રસોડાની સાફ-સફાઈ યોગ્ય નહતી

ખોરાક ઢાંકેલો ન હોવાથી તેના ઉપર માખીઓ બેઠેલી જોવા મળી

રસોડામાં ગંદકી તેમજ સ્ટાફમાં પણ સ્વચ્છતાનો અભાવ

આ પણ વાંચોઃ સુનિતા વિલિયમ્સ સહિત 4 અવકશાયાત્રી ધરતી પર સુરક્ષિત ઉતર્યા | Sunita Williams Return

આ પણ વાંચોઃ ચીન AIથી દુનિયાને ચોંકાવી રહ્યું છે ત્યારે ભારત મંદિર-મસ્જિદમાં ફસાયું છે

આ પણ વાંચોઃ અંધભક્તિની બધી હદ્દો પાર; નરેન્દ્ર મોદી પાછલા જન્મમાં છત્રપતિ શિવાજી મહારાજ હતા

Related Posts

Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!
  • March 19, 2026

■ શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન આશ્રમમાં જ નકલી નોટો છાપવાનું ચાલુ કરી ફોર્ચ્યુનર ગાડી ઉપર ‘ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા આયુષ મંત્રાલય’નું બોર્ડ ઠપકારી હેરાફેરી ચાલુ કરી પણ વટાણા વેરાઈ ગયા અને…

Continue reading
Unseasonal Rain: રાજ્યમાં બે દિવસ પડશે વરસાદ ; ભારે પવનો ફૂંકાતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી, બેનરો-દુકાનોના શેડ ઉડ્યા! વીજળી ગુલ
  • March 19, 2026

Unseasonal Rain: રાજ્યમાં આજે તા. 19 થી 20 માર્ચ સુધી ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહીને પગલે રાજ્યમાં વરસાદી માહોલ ક્રિએટ થયો છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

  • March 19, 2026
  • 3 views
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે PM મોદીને સવાલ!!

  • March 19, 2026
  • 9 views
MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે  PM મોદીને સવાલ!!

America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

  • March 19, 2026
  • 4 views
America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!

  • March 19, 2026
  • 11 views
PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!

Iran War Updates: ઈઝરાયેલે ઈરાનના ઊર્જા ક્ષેત્ર પર હુમલો કર્યા બાદ ઈરાને કતારના ગેસ હબ પર કર્યો વળતો પ્રહાર! ઈરાનની ધમકી હવે દુશ્મનોના ઉર્જા ક્ષેત્રો રાખમાં ફેરવી નાખીશું! ભારતનું અર્થતંત્ર ખોરવાશે!

  • March 19, 2026
  • 10 views