ANAND: ભાલેજમાંથી કતલખાનું ઝડપાયુંઃ 4ને દબોચ્યા, 5 આરોપીઓ ફરાર

  • Gujarat
  • January 20, 2025
  • 0 Comments

આણંદ જીલ્લાના ભાલેજ ગામેથી ઘણા સમયથી ચાલી રહેલા ગેરકાયદેસરના કતલખાનાનો LCB પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે 10 ગૌવંશને બચાવી લઈ સ્થળ પરથી 4 આરોપીઓને રંગેહાથ ઝડપી લીધા છે. જ્યારે હજુ 5 શખ્સો ફરાર છે. તેમને પણ ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શખ્સો પાસેથી મળેલા પશુઓને પેટલાદ પાંજરાપોળમાં લઈ જવાયા છે.

આ પણ વાંચોઃ AMERICA: ડોનાલ્ડ ટ્રમ્પ આજે રાષ્ટ્રપતિ પદના શપથ લેશે, મોદીને આમંત્રણ કેમ નહીં?

મળતી માહિતી અનુસાર ગત રોજ ખે આણંદ LCBની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. એચ. આર. બ્રહ્મભટ્ટને બાતમી મળી હતી કે ભાલેજમાં ગૌવંશને લાવીને તેની કતલ કરવામાં આવી રહ્યા છે. જેને પગલે વિસ્તારમાં છેલ્લાં ત્રણેક દિવસથી પોલીસ ટીમ દ્વારા દેખરેખ રાખવામાં આવી હતી. જે બાદ બાતમી સાચી નીકળતાં રવિવારે LCB ટીમે રેડ પડતાં જ 5 જેટલાં શખ્સો ફરાર થઈ ગયા હતા. જ્યારે 4 શખ્સો રંગે હાથ ઝડપાઈ ગયા હતા. પોલીસે સ્થળ પરથી નાના-મોટા મળી કુલ 10 ગૌવંશ અને  885 કિલો જેટલું માંસ જપ્ત કર્યું હતુ.

પોલીસે આ જગ્યા પરથી વનજકાંટો, ગૌમાંસ, ડિસમીસ, નાની-મોટી છરી, સોયા, લોખંડના સળીયા, વજનીયાં, મોબાઈલ, રોકડ રકમ સહિત કુલ રૂપિયા 4.86 લાખનો મુદ્દામાલ કબજે કરી ભાલેજ પોલીસ સ્ટેશનમાં પશુ ક્રૂરતા અધિનિયમ હેઠળ ફરિયાદ નોંધાવી તમામ આરોપીઓ વિરુધ્ધ સઘન કાર્યવાહી હાથ ધરી છે.

ઝડપાયેલા 4 આરોપીઓના નામ

કાદર ઉર્ફે કાદર હાજી મહંમદ કુરેશી,
જીલાની રબ્બાની કુરેશી,
મુસ્તુફા રસુલ કુરેશી,
સકીલ સિકંદર કુરેશી (તમામ રહે. ભાલેજ).

ફારર 5 આરોપીઓના નામ

ઈસાક સિદૃીક કુરેશી,
મુસ્તકીમ ઉર્ફે બાટલી મહેબુબ કુરેશી,
મહેબુબ અબ્દુલ કુરેશી,
રસુલ કમાલ શેખ
હસન ઉર્ફે ભાઈ ઉર્ફે કઠલાલી મુસ્તુફા કુરેશી (તમામ રહે. ભાલેજ).

Related Posts

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન
  • March 19, 2026

Mini storm: રાજ્યમાં સાયકલોનિક સર્ક્યુલેશન,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે સમગ્ર રાજ્યમાં ધૂળની ડમરી સાથે ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે.વડોદરામાં પણ સાંજના સમયે ધૂળની…

Continue reading
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!
  • March 19, 2026

■ શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન આશ્રમમાં જ નકલી નોટો છાપવાનું ચાલુ કરી ફોર્ચ્યુનર ગાડી ઉપર ‘ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા આયુષ મંત્રાલય’નું બોર્ડ ઠપકારી હેરાફેરી ચાલુ કરી પણ વટાણા વેરાઈ ગયા અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Supreme Court: પોલીસ દ્વારા આરોપીને પહેરાવતી હાથકડી કે ધરપકડના વિડીયો બનાવી વાયરલ કરવા સામે સુપ્રીમમાં PIL દાખલ

  • March 20, 2026
  • 3 views
Supreme Court: પોલીસ દ્વારા આરોપીને પહેરાવતી હાથકડી  કે ધરપકડના વિડીયો બનાવી વાયરલ કરવા સામે સુપ્રીમમાં  PIL દાખલ

BJP: નરેન્દ્ર મોદી ચૂંટણીઓમાં વ્યસ્ત છે અને લોકો ગેસની લાઈનોમાં ઉભા છે!

  • March 20, 2026
  • 9 views
BJP: નરેન્દ્ર મોદી ચૂંટણીઓમાં વ્યસ્ત છે અને લોકો ગેસની લાઈનોમાં ઉભા છે!

Keshubapa: નરેન્દ્ર મોદી ‘ગપ્પા’ મારવામાં માહિર છે! તેમ કેશુબાપા કેમ કહેતા હતા? જાણો

  • March 20, 2026
  • 8 views
Keshubapa: નરેન્દ્ર મોદી ‘ગપ્પા’ મારવામાં માહિર છે! તેમ કેશુબાપા કેમ કહેતા હતા? જાણો

Thunderstorm: જગતના તાતને માવઠાએ રડાવ્યા! ઉભા પાકને વ્યાપક નુકશાન! નકલી નોટોનો ખેલ કરનાર ‘ગુરુજી’ કોણ છે?જુઓ ખાસ વિશ્લેષણ

  • March 20, 2026
  • 9 views
Thunderstorm: જગતના તાતને  માવઠાએ રડાવ્યા! ઉભા પાકને વ્યાપક નુકશાન! નકલી નોટોનો ખેલ કરનાર ‘ગુરુજી’ કોણ છે?જુઓ ખાસ વિશ્લેષણ

Cremation Coal: અરેરે…જ્યાં ‘માનવ દેહ’ બળે છે તેજ કોલસાથી હવે ‘રોટલી-ચિકન’બનાવાય છે! લોકો મોજથી આરોગી રહ્યા છે!!

  • March 20, 2026
  • 12 views
Cremation Coal: અરેરે…જ્યાં ‘માનવ દેહ’ બળે છે તેજ કોલસાથી હવે ‘રોટલી-ચિકન’બનાવાય છે! લોકો મોજથી આરોગી રહ્યા છે!!

Tech World: ઈરાન ઉપર હુમલો કરી ટ્રમ્પે આખી દુનિયાની પથારી ફેરવી નાખી છે! ‘ગેસ-તેલ’ બાદ હવે વિશ્વની ડિજિટલ લાઈફલાઈન ઉપર ઈરાનની નજર!

  • March 20, 2026
  • 12 views
Tech World: ઈરાન ઉપર હુમલો કરી ટ્રમ્પે આખી દુનિયાની પથારી ફેરવી નાખી છે! ‘ગેસ-તેલ’ બાદ હવે વિશ્વની ડિજિટલ લાઈફલાઈન ઉપર ઈરાનની નજર!